‘ઓ તેરી’ ફિલ્મમાં કૉમેડી કરશે સલમાન ખાન
મુંબઈ, 4 જૂન : બૉક્સ ઑફિસે સતત સફળ ફિલ્મો આપી ચુકેલા અભિનેતા સલમાન ખાન હવે પોતાના બનેવી અતુલ અગ્નિહોત્રીની ફિલ્મ ઓ તેરીમાં કૉમેડી કરશે. અગાઉ સલમાને અતુલની જ ફિલ્મ બૉડીગાર્ડ કરી હતી કે જેણે સો કરોડથી વધુનો વ્યવસાય કર્યો હતો.

ઓ તેરી ફિલ્મ અંગે અતુલ અગ્નિહોત્રીએ જણાવ્યું કે આ ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થશે કે જેના કેટલાંક ભાગોનું શૂટિંગ ટુંકમાં પૂર્ણ થવાની આશા છે. અતુલે સલમાન ખાનને લઈને 2004માં દિલ ને જિસે અપના કહા ફિલ્મ પણ બનાવી હતી કે જે હિટ નહોતી થઈ શકી. તે ફિલ્મમાં સલમાન સાથે ભૂમિકા ચાવલા અને પ્રીતિ ઝિંટા હતાં. પછી અતુલે 2008માં હેલો ફિલ્મનું નિર્માણ કર્યુ હતું. તેમાં પણ સલમાને કૉમેડી કરી હતી.
ઉમેશ બિષ્ટ દિગ્દર્શિત ઓ તેરીમાં પુલકિત સમ્રાટ તથા સારા જેન ડિયાઝ મુખ્ય ભૂમિકામાં છે. અતુલે સલમાનના વખાણ કરતાં જણાવ્યું કે તેઓ ખૂબ જ સપોર્ટિવ છે અને મદદ કરવા માટે સતત તત્પર રહે છે. સલમાન ખાન હાલ મેંટલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે કે જેના દિગ્દર્શક સોહેલ ખાન છે. ઉપરાંત સલમાનને સૂરજ બરજાત્યાની એક ફિલ્મમાં કામ કરવાની પણ ઑફર મળી છે. તેઓ કિકમાં પણ કામ કરશે કે જેમાં તેમની સાથે જૅકલીન ફર્નાન્ડીઝ છે. સલમાને રાજશ્રી પ્રોડક્શન હેઠળ કામ કરવા માટે બોની કપૂરની નો એન્ટ્રીમાં એન્ટ્રીનું શૂટિંગ ટાળી દીધું છે.












Click it and Unblock the Notifications
