ચેતન ભગતની સ્ક્રિપ્ટને ‘કિક’ મારતાં સલમાન ખાન
મુંબઈ, 16 માર્ચ : કામ પ્રત્યે પોતાના મૂડી સ્વભાવ માટે જાણીતાં સલમાન ખાને સાજિદ નડિયાદવાલાની કિક ફિલ્મની સ્ક્રિપ્ટ ફગાવી દીધી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ જાણીતાં લેખક ચેતન ભગત લખી રહ્યા હતાં.

કહેવાય છે કે સ્કિપ્ટનો પ્રથમ ડ્રાફ્ટ લખાઈ ચુક્યો હતો, પરંતુ જ્યારે તે સલમાન ખાનને બતાવાઈ, તો તેમણે તેને ફરીથી લખવા જણાવ્યું. સલમાનના જણાવ્યા મુજબ સ્ક્રિપ્ટમાં તે વાત નથી કે જે તેઓ ચાહે છે. સ્ક્રિપ્ટ એટલી કૉમર્સિયલ નથી કે જેટલી હોવી જોઇએ.
એમ પણ સલમાન હાલ બૉલીવુડમાં એક એવા અભિનેતા બની ચુક્યાં છે કે જેમની ફિલ્મો સફળતાની ગૅરંટી હોય છે અને સલમાને તો સતત 100 કરોડથી વધુ કમાણી કરતી અનેક ફિલ્મો આપી છે. એવામાં સલમાન પણ પોતાના તરફથી કોઈ કચાશ છોડવા નથી માંગતાં.
એમ પણ કહેવાઈ રહ્યું છે કે ચેતન ભગત પોતાની લખેલી સ્ક્રિપ્ટ અંગે ઘણાં એક્સાઇટેડ હતાં, પરંતુ સલમાને સ્ક્રિપ્ટ રિજેક્ટ કર્યા બાદ તેઓ પુનઃ તેની ઉપર કામે લાગી ગયાં છે. જોકે ચેતને આ તમામ બાબતોનું ખંડન કર્યું છે. તેમનું કહેવું છે કે એ સાચું છે કે હું સાજિદ નડિયાદવાલા સાથે કામ કરી રહ્યો છું, પરંતુ હું સ્ક્રિપ્ટના સંદર્ભે અત્યાર સુધી સલમાન ખાનને મળ્યો નથી અને તે અંગેના જે કંઈ સમાચારો આવે છે, તે તમામ તથ્યહીન છે. ચેતન ભગતની નવલકથા પર આધારિત ફિલ્મ કાઇ પો છે તાજેતરમાં જ રિલીઝ થઈ હતી અને સફળ પણ રહી હતી.
નોંધનીય છે કે સલમાન કિક ઉપરાંત હાલ મેંટલ ફિલ્મમાં પણ કામ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
