Pics/Teaser : સલમાનની ફિલ્મ ડૉ. કૅબીનો ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઈ, 5 જૂન : સલમાન ખાનની ફિલ્મ ડૉ. કૅબીનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાન પોતાના એક્સ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફના બહેન ઈસાબેલ કૈફને લૉન્ચ કરવા જઈ રહ્યાં છે. સલમાન ખાન આ ફિલ્મના સહ-નિર્માતા છે.

ફ્રાંસિસી ફિલ્મ દિગ્દર્શક જીન ફ્રૅંકોઇસ પોઉલિયોટની ફિલ્મ ડૉ. કૅબીમાં ભારતીય મૂળના બ્રિટિશ અભિનેતા કુણાલ નૈયર અને બૉલીવુડ અભિનેતા વિનય વીરમાણી પણ ફિલ્મના કલાકારોમાં સામેલ છે. ફિલ્મમાં કૅટના બહેન ઈસાબેલ કૈફ કુણાલ નૈયર સાથે જોડી બનાવશે.

એક સૂત્રે જણાવ્યું કે સલમાન ખાન ઈસાબેલ કૈફને વિનય વીરમાણીના નાયિકા તરીકે લેવા માંગતા હતાં, પરંતુ દુર્ભાગ્યે તેવું શક્ય ન બન્યું. ફિલ્મ કૅનેડામાં ફિલ્માવાઈ રહી છે અને સલમાન ખાન ફિલ્મ અને ઈસાબેલના રોલમાં ખાસ રસ લઈ રહ્યાં છે.

મળતી માહિતી મુજબ કૅટરીના કૈફ અને સલમાનના સહ-નિર્માણમાં બનતી આ ફિલ્મ સાથે ઈસાબેલ બૉલીવુડમાં પગ મૂકવાનાં છે. ફિલ્મ 2014માં રિલીઝ થવાની છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતાં વિનય વીરમાણીએ કૅનેડાથી ફોન ઉપર જણાવ્યું - ઈસાબેલ ફિલ્મ નવા જોડાયાં છે. તેઓ બહુ પ્યારા, સહજ અને એક સારા સાથી કલાકાર છે.

ચાલો હાલ તો Bolly In Briefમાં જોઇએ ડૉ. કૅબીનો ફર્સ્ટ લુક અને માણીએ ટીઝર :

કૈફના બહેનને લૉન્ચ કરશે સલમાન

કૈફના બહેનને લૉન્ચ કરશે સલમાન

સલમાન ખાન પોતાના એક્સ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફના બહેન ઈસાબેલ કૈફને બૉલીવુડમાં લૉન્ચ કરવા જઈ રહ્યાં છે.

સલમાન સહ-નિર્માતા

સલમાન સહ-નિર્માતા

ફ્રાંસિસી ફિલ્મ દિગ્દર્શક જીન ફ્રૅંકોઇસ પોઉલિયોટની ફિલ્મ ડૉ. કૅબીનું સહ-નિર્માણ સલમાન ખાન કરી રહ્યાં છે કે જેમાં કૅટના બહેન ઈસાબેલ લીડ રોલમાં છે.

કુણાલ સાથે જોડી

કુણાલ સાથે જોડી

ડૉ. કૅબીમાં ભારતીય મૂળના બ્રિટિશ અભિનેતા કુણાલ નૈયર અને બૉલીવુડ અભિનેતા વિનય વીરમાણી પણ ફિલ્મના કલાકારોમાં સામેલ છે. ફિલ્મમાં કૅટના બહેન ઈસાબેલ કૈફ કુણાલ નૈયર સાથે જોડી બનાવશે.

ડૉ. કૅબીનો ફર્સ્ટ લુક રિલીઝ

ડૉ. કૅબીનો ફર્સ્ટ લુક રિલીઝ

સલમાન ખાનની ફિલ્મ ડૉ. કૅબીનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે.

ટીઝર પણ રિલીઝ

ડૉ. કૅબી ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. ટીઝર જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X