• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સલમાન સીરિયલ વુમન બીટર : સપના ભાગનાણી

|

મુંબઈ, 1 નવેમ્બર : એક કહેવત તો આપે સાંભળી જ હશે કે આપની હજારો સારાઇઓ આપની એક નરસાઈ સામે ટુંકી પડી જાય છે. બૉલીવુડના ટાઇગર સલમાન ખાન સાથે પણ કઈંક એવું જ છે. સલમાનમાં ભલે કેટલીય સારાઇઓ કેમ ન હોય, પણ લોકો તેમની એક નરસાઈ કાયમ સામે લાવી તેમની તમામ સારાઇઓ નજરઅંદાજ કરી નાંખે છે. કઈંક એવું જ કર્યું બિગ બૉસ પાર્ટીસિપેન્ટ સપનાએ.

બિગ બૉસ 6ના પ્રતિસ્પર્ધી સપના ભાગનાણીએ ગત સપ્તાહ એલિમિનેશન વાળા એપિસોડ દરમિયાન નિવેદન આપ્યું કે તેઓ અહીં જીતવા નથી આવ્યાં, તો સલમાને પ્રતિપ્રશ્ન કર્યો કે તો શું તેઓ અહીં હરવા-ફરવા આવ્યાં છે? સલમાનની આ વાત પર સપનાને ગુસ્સો આવી ગયો અને તેમણે સલમાન સાથે બહેસ કરી. પછી શોમાં સલમાનની જોરદાર બદગોઈ કરી. હદ તો ત્યારે ઓળંગાઈ ગઈ, જ્યારે સપનાએ સલમાન ખાનને સીરિયલ વુમન બીટર કહ્યું.

અસીમે સપનાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ સપનાએ જણાવ્યું કે એવું નથી કે તેઓ લોકો મને પૈસા આપવાનાં છે એટલે મારે તેમની કોઈ પણ વાત સાંભળી લેવી. પરંતુ બાદમાં અસીમે સપનાને શાંત કર્યાં. સપના શાંત તો થઈ ગયાં, પરંતુ તેમની આ વાતો ઑન ઍૅર થઈ ગઈ. હવે આ શુક્રવારના એપિસોડમાં જ્યારે સલમાન શોમાં આવશે, તો તેમનો શો જવાબ હશે, તે જોવા સૌ આતુર છે.

આવો સપનાએ હવે જ્યારે આ વાતને હવા આપી જ છે, તો અમે આપને પણ બતાવી દઇએ કે સલમાન ખાન દ્વારા કેટલી મહિલાઓ પર હાથ ઉપાડવાની ખબરે અત્યાર સુધી તેમને લોકોના હૃદયમાં સીરિયલ વુમન બીટર તરીકે જાળવી રાખ્યો છે.

સલમાનની પ્રથમ ગર્લફ્રેન્ડ સંગીતા

સલમાનની પ્રથમ ગર્લફ્રેન્ડ સંગીતા

સલમાન ખાનના જીવનમાં આવનાર પ્રથમ મહિલા છે ક્રિકેટર મહોમ્મદ અઝહરુદ્દીનનાં પત્ની સંગીતા બિજલાણી. સંગીતાએ સલમાન ખાન સામે અનેક વાર હાથ ઉપાડવાનો આરોપ લગાવ્યો. સંગીતાનું કહેવું હતું કે સલમાન ગુસ્સામાં તેમને ખરું-ખોટું કહે છે અને અનેક વાર હાથ ઉપાડી દેતાં. બાદમાં સંગીત સલમાનથી અલગ થઈ ગઈ અને તેમણે અઝહર સાથે લગ્ન કર્યાં.

સલમાન-ઐશ વચ્ચે વિવાદ

સલમાન-ઐશ વચ્ચે વિવાદ

એમ તો હવે આ અંગે વાત કરવી કોઈને ગમતી નથી, કારણ કે ઐશ્વર્યા રાય હવે બચ્ચન પરિવારના વહુ અને એક વ્હાલસોયી દીકરીના માતા છે, પરંતુ જ્યારે સલમાન ખાનની વાત આવે, તો સૌપ્રથમ ઐશ્વર્યાનું નામ જ આવે છે. હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ દરમિયાન સલમાન અને ઐશ એક-બીજાની ખૂબ જ નજીક આવ્યાં, પરંતુ સલમાન દ્વારા દારૂ પી ઐશને હેરાન કરવાં તેમજ તેમની ઉપર હાથ ઉપાડવાનાં સમાચારોએ બંનેને એક-બીજાથી ઘણાં દૂર કરી નાંખ્યાં.

નાના કપડાં પહેરતાં કૅટ સામે રોસે ભરાયાં

નાના કપડાં પહેરતાં કૅટ સામે રોસે ભરાયાં

ઐશ્વર્યા બાદ સલમાન ખાનના જીવનમાં આવ્યાં કૅટરીના કૈફ. કૅટને બૉલીવુડમાં હિટ અભિનેત્રીઓની યાદીમાં લાવવા પાછળ સૌથી મોટો હાથ સલમાન ખાનનો જ છે. એમ તો સલમાન અને કૅટરીના કહેતાં રહે છે કે બંને સિંગલ છે, પરંતુ સાચું શું છે, તે સૌ જાણે છે. સલમાન ખાન તાજેતરમાં જ એક થા ટાઇગર ફિલ્મના શુટિંગ દરમિયાન કૅટને ઓછા કપડામાં જોઈ રોષે ભરાયો અને તેમને સારૂ-નરસું સંભળાવ્યું. સમાચાર તો એમ પણ આવ્યાં હતાં કે તેમણે કૅટ ઉપર હાથ ઉપાડ્યો, પરંતુ આ સમાચારને ક્યાંકથી સમર્થન નહોતું મળ્યું.

સપનાએ સીરિયલ વુમન બીટર ઠેરવ્યાં

સપનાએ સીરિયલ વુમન બીટર ઠેરવ્યાં

આ ત્રણેય બૉલીવુડ અભિનેત્રીઓ ઉપર હાથ ઉપાડવાના સમાચારે દરેકે વાંચ્યાં અને સાંભળ્યાં. તેના જ આધારે આ વખતે બિગ બૉસના પ્રતિસ્પર્ધી સપનાએ સલમાનને સીરિયલ વુમન બીટર ઠેરવ્યાં. હવે સલમાન આ વાત પર કઈ રીતે રિએક્ટ કરશે, તે જાણવા સૌ આતુર છે.

પુરુષો પર બન્યાં છે ભોગ

પુરુષો પર બન્યાં છે ભોગ

આ તો હતી માત્ર તેવી અભિનેત્રીઓની વાત કે જેમની સાથે રિલેશન હોવાના કારણે સલમાને પોતાનો હક સમજી હાથ ઉપાડવાની ભૂલ કરી, પરંતુ કેટલાંક એવી પુરુષ હસ્તીઓ પણ છે કે જેમની ઉપર સલમાને હાથ ઉપાડ્યો કે ઉપાડવાની કોશિશ કરી. ઘણાં વખત પહેલ સુભાષ ઘાઈની પાર્ટી દરમિયાન સલમાને તેમની ઉપર પણ હાથ ઉપાડ્યો, પરંતુ સંજય દત્તે મામલો સંભાળી લીધો. શાહરુખ અને વિવેક ઓબેરૉય સાથે પણ સલમાન ઘણી વાર આક્રમક થયાં, પરંતુ વાત મારપીટ સુધી ન પહોંચી.

English summary
Salman Khan has been called as a "serial women beater" by Bigg Boss contestant Sapna. Firstly Sapna and Salman both got involved in argument and after that Sapna abused Salman in the show. So many times Salman Khan was in news for beating up a women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more