• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

B'day Special : સંજય દત્ત નહીં, બાબા ઑફ કંટ્રોવર્સિસ કહો ભાઈ...

|

મુંબઈ, 29 જુલાઈ : આજે બૉલીવુડના બૅડ બૉય સંજય દત્તનો જન્મ દિવસ છે. આ કુશળ બૉલીવુડ એક્ટર આજે 55 વર્ષનો થઈ ગયો. જોકે સંજયે પોતાનો જન્મ દિવસ પુણે ખાતેની યેરવડા જેલમાં જ ઉજવવો પડશે.

સંજય દત્ત સાથે તેમના બાળપણથી જ અનેક વિવાદો જોડાયેલા છે. મુન્નાભાઈ એમબીબીએસ એક્ટરે એક ચૅટ શો દરમિયાન સ્વીકાર્યુ હતું કે તેમના જીવનનો ખૂબ જ નાનકડો ભાગ એવો રહ્યો કે જેમાં કોઈ વિવાદ કે સમસ્યા નહોતી.

ડ્રગના નશાથી લઈ 1993ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં સંડોવણી સુધી સંજય દત્ત ઘણા ખરાબ કારણોસર સમાચારોમાં ચમકતા રહ્યાં. વેટરન સુપર સ્ટાર્સ સુનીલ દત્ત તથા નરગિસના પુત્ર સંજય દત્ત કૅરિયર કરતા પોતાના વિવાદો અને કોર્ટ કેસના કારણે વધુ ચર્ચામાં રહ્યાં.

દાખલા તરીકે સંજય દત્તની એક એમએમએસ ક્લિક વાયરલ થઈ હતી અને ટીકાની પાત્ર બની હતી કે જેમાં સંજય દારૂના નશામાં પોતાના સમકાલીન કલાકારો અંગે વાત કરતા ઝડપાઈ ગયા હતાં. સંજયની મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં સંડોવણીએ તો તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધી.

ચાલો સંજય દત્તના 55મા જન્મ દિવસે આપને બતાવીએ કે તેઓ કઈ રીતે સંજૂમાંથી કંટ્રોવર્સિસ બાબા બની ગયાં?

ડ્રગ્સ

ડ્રગ્સ

સંજય દત્ત રઈશ માતા-પિતાની બગડેલા શહેઝાદા સાબિત થયા હતાં. માતા નરગિસના મોત બાદ તેઓ હાઈસ્કૂલના શિક્ષણ દરમિયાન ડ્રગ્સની લતે ચઢી ગયા હતાં. તેઓની 1982માં ગેરકાનૂન પદાર્થ સાથે ધરપકડ થઈ હતી અને તેઓ પાંચ વર્ષ જેલમાં રહ્યા હતાં. તણાવે સંજયને વધુ ડ્રગ્સની લતે ચઢાવ્યું. જેલમાંથી છુટ્યા બાદ સંજય દત્ત અમેરિકા જતા રહ્યાં અને ટેક્સાસના પુનર્વસન કેન્દ્રમાં સારવાર લીધી.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

સંજય દત્ત તે વખતે લાઇમ લાઇટમાં આવી ગયાં કે જ્યારે તેઓએ માધુરી દીક્ષિત સાથે ડેટિંગ શરૂકર્યું. કહે છે કે સાજન ફિલ્મના સેટ પર બંને વચ્ચે પ્રેમાંકુર ફુટ્યા હતાં, પરંતુ સંજય દત્ત પરિણીત હતા અને એટલે જ માધુરીનાપિતાએ આ સંબંધને આગળ વધતા રોકી દીધો. દરમિયાન સંજય દત્તની બૉમ્બ બ્લાસ્ટ કેસમાં ધરપકડ થઈ અને માધુરીએ આ સંબંધ પર સમ્પૂર્ણ પૂર્ણવિરામ મૂકી દીધું.

મુંબઈ બ્લાસ્ટમાં સંડોવણી

મુંબઈ બ્લાસ્ટમાં સંડોવણી

સંજય દત્ત 1993ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં સંડોવાયેલા હતાં. ટાડા કોર્ટે 2007માં દોષી ઠેરવ્યા હતાં. સંજય દત્ત આ કેસમાં આજે પણ જેલમાં છે.

એમએમએસ ક્લિપ

એમએમએસ ક્લિપ

સંજય દત્તની એક એમએમએસ ક્લિક વાયરલ થઈ હતી અને ટીકાની પાત્ર બની હતી કે જેમાં સંજય દારૂના નશામાં પોતાના સમકાલીન કલાકારો અંગે વાત કરતા ઝડપાઈ ગયા હતાં.

ચાઇલ્ડ કસ્ટડી

ચાઇલ્ડ કસ્ટડી

સંજય દત્તના પ્રથમ પત્ની રીચા શર્માનું મોત થતા રીચાના પરિજનો સંજય-રીચાની પુત્રી ત્રિશલાને પોતાના કબ્જામાં રાખવામાં સફળ રહ્યાં. રીચાના પરિજનો કેસ જીતી ગયાં. જોકે સંજય-ત્રિશલા આજે પણ ખૂબ જ નજીક છે.

અંડરવર્લ્ડ સાથે લિંક

અંડરવર્લ્ડ સાથે લિંક

સંજય દત્તના અંડરવર્લ્ડ સાથેના કનેક્શનો વધુ એક મોટી કંટ્રોવર્સી ગમી શકાય. 2004માં સંજય દત્તની અંડરવર્લ્ડ ડૉન છોટા શકીલ સાથેની વાતચીતનું ઑડિયો ટેપ લીક થતાં સંજય મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. જોકે આ વીડિયો માત્ર એક્ટર્સની પંક્ચ્યુલિટી અંગેના ફુટેજ દર્શાવતો હતો.

અમીષાના આરોપ

અમીષાના આરોપ

સંજય દત્તના એક વખતના નજીકના મિત્ર અમીષા પટેલ અને સંજયના હાલના પત્ની માન્યતા દત્ત વચ્ચે રોહિત ધવનની વેડિંગ પાર્ટીમાં ઝગડો થઈ ગયો હતો. અમીષાએ આ ઇવેંટમાં ડીપ નેલ લહેંગો પહેર્યો હતો કે જે પ્રસંગને અનુરૂપ નહોતો. સંજયે એક મિત્રના નાતે અમીષાને પોશાક બરાબર કરવાનુ કહ્યું. સંજયે અમીષાનું ઉઘાડુ ગળું દુપટ્ટા વડે પોતે જ ઢાંકી દીધું. આ વાતથી અમીષા ઉશ્કેરાઈ ગયાં. અમીષાએ આરોપ લગાવ્યો કે સંજયે તેમને અનુચિત રીતે સ્પર્શ કર્યો.

જેલ જવામાં આનાકાની

જેલ જવામાં આનાકાની

સંજય દત્તે જ્યારે તમામ કાનૂની દાવપેચોમાં પરાજય મળ્યા બાદ જેલ જવાનો વારો આવ્યો, ત્યારે તેમણે કોર્ટ સમક્ષ અનેક એવી દલીલો રજૂ કરી કે જેથી જેલ જવાનો દિવસ વધુમાં વધુ ટાળી શકાય. સંજયે તેમની ફિલ્મોના અધૂરા શૂટિંગ પૂર્ણ કરવાનુ બહાનુ ધરી જેલ જવાની તારીખ લંબાવવાની કોશિશ કરી. તેમની આવી કોશિશો અંગે પણ ઘણા વિરોધ પ્રદર્શનો થયા હતાં. જોકે કોર્ટના સખત વલણના પગલે સંજયે નક્કી સમયસીમામાં જેલ જવુ જ પડ્યું.

પૅરોલમાં બબાલ

પૅરોલમાં બબાલ

સંજય દત્ત હાલમાં પુણેની યેરવડા જેલમાં કેદ છે. તેમણે જેલમાં ગયાને થોડાક જ મહીના બાદ પૅરોલ લીધી હતી. જેલ વહિટવટી તંત્ર દ્વારા તેમને આડેધડ પૅરોલ અપાતાં હોબાળો મચ્યો હતો અને આ મુદ્દે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ વિરોધ પક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો.

માન્યતાની લીક્ડ તસવીર

માન્યતાની લીક્ડ તસવીર

સંજય દત્તે પૅરોલ માટેના કારણમાં માન્યતાની સર્જરીની વાત જણાવી હતી. તે જ દરમિયાન માન્યતાની એક પાર્ટીમાં મસ્તી કરતા સાથેની તસવીર લીક થઈ ગઈ અને તે પછી આરોપ લગાવાયાં કે માન્યતા એકદમ સ્વસ્થ છે અને સંજયે ખોટુ બહાનુ કાઢી પૅરોલ લીધી છે.

ત્રિશલાએ કહ્યું હૅપ્પી બર્થ ડે ડૅડી

ત્રિશલાએ કહ્યું હૅપ્પી બર્થ ડે ડૅડી

સંજય દત્તની અમેરિકા રહેતી પહેલી દીકરી ત્રિશલા દત્તે ગત વર્ષે પોતાના પિતાને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આપ પણ ક્લિક કરો અને વાંચો.

English summary
Happy 55th birthday Sanjay Dutt. From drugs to involvement in 1993 Mumbai blasts, Sanju baba has been mainly in the news for the wrong reasons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more