માન્યતા હૉસ્પિટલમાં, ટ્યુમરની સારવાર શરૂ
મુંબઈ, 9 જાન્યુઆરી : અંતે સંજય દત્તના પત્ની માન્યતા દત્ત હૉસ્પિટલે પહોંચી ગયાં છે. મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલ ખાતે માન્યતાની સારવાર શરૂ થઈ ગઈ છે. હૉસ્પિટલ તરફથી આ માહિતી આપવામાં આવી છે. તબીબોએ જે માહિતી આપી છે, તેના મુજબ માન્યતાના ઑપરેશનની તારીખ હજી નક્કી નથી. સંજય દત્ત પણ માન્યતા સાથે છે.

કહે છે કે માન્યતાના પેટમાં ટ્યુમર છે અને તેના ઑપરેશન માટે સંજયને પેરોલ રજા મળી છે. સંજયના પેરોલ સમયે લોકોએ વિરોધ કર્યો હતો, કારણ કે જે દિવસે પેરોલની મંજૂરી આપવામાં આવી, તેના એક દિવસ અગાઉ જ માન્યતા પ્રભુ દેવા દિગ્દર્શિત આર રાજકુમાર ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દેખાયા હતાં.












Click it and Unblock the Notifications
