આજ-કાલમાં ફિલ્મોનું શૂટિંગ શરૂ કરશે સંજય દત્ત

મુંબઈ, 18 એપ્રિલ : સુપ્રીમ કોર્ટ પાસેથી ચાર અઠવાડિયાની મહેતલ પામનાર અભિનેતા સંજય દત્ત આજ-કાલમાં જ પોતાની ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સરેન્ડર માટે એક માસનો સમય આપતા સંજયની ફિલ્મોના નિર્માતાઓ રાહતનો શ્વાસ લીધો છે.

sanjay-dutt

પોલીસગિરી ફિલ્મના દિગ્દર્શક ટી. પી. અગ્રવાલે જણાવ્યું કે પોલીસગિરી ફિલ્મનું ડબિંગનો હજી કેટલોક હિસ્સો બાકી છે કે જેની ઉપર ટુંકમાં જ કામ શરૂ કરાશે. જોકે અમારે ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે એમ પણ જણાવ્યું કે સંજય દત્ત ફિલ્મનું પ્રમોશન નહીં કરી શકે.

સંજય દત્તને સુપ્રીમ કોર્ટે સરેન્ડર કરવામાંથી ચાર અઠવાડિયાની રાહત આપી હતી. અગાઉના ચુકાદા મુજબ સંજય દત્તે 18મી એપ્રિલના રોજ આત્મસમર્પણ કરવાનું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે સંજયની 6 માસની મહેતલની માંગ સામે ચાર અઠવાડિયાની મહેતલ આપી છે. તેથી સંજય દત્તે હવે આગામી 17મી મે સુધીમાં આત્મસમર્પણ કરવાનું રહેશે. હવે સંજય દત્ત બાકીની ફિલ્મોનું જલ્દીથી જલ્દી શૂટિંગ પૂર્ણ કરશે. હાલ સંજય દત્ત ઉપર બૉલીવુડના 278 કરોડ રુપિયાના પ્રોજેક્ટ દાવ ઉપર લાગેલા છે.

રાજકુમાર હીરાણીની પીકે ફિલ્મનું આઠ દિવસનું શૂટિંગ બાકી છે. ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં છે. ઉપરાંત કરણ જૌહરની ફિલ્મ ઉંગલીમાં પણ સંજય દત્ત કામ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X