સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ડિનર ડેટ?

Written By:
Subscribe to Oneindia News

અનેક ચર્ચા-વિચારણા અને અફવાઓ બાદ આખરે સારા અલી ખાનના ડેબ્યૂ અંગે પાકા સમાચાર આવ્યા છે. સારા ફાઇનલી 'ફિતૂર'ના ડાયરેક્ટર અભિષેક કપૂરની આગામી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મનું નામ હાલ કેદારનાથ નક્કી કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં સારાના હીરો હશે સુશાંત સિંહ રાજપૂત.

સારા અને સુશાંત

સારા અને સુશાંત

સારા અલી ખાનની આ ફિલ્મ કન્ફર્મ છે. હાલમાં જ સારા અને સુશાંત એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થયા હતા. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે અભિષેક કપૂરની ફિલ્મ 'કાઇપો છે' થકી જ બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું.

અમૃતાએ આપી લીલી ઝંડી

અમૃતાએ આપી લીલી ઝંડી

આ ડિનરમાં ડાયરેક્ટર અભિષેક કપૂર અને સારાની મમ્મી અમૃતા સિંહ પણ જોવા મળ્યા હતા. જેનો અર્થ છે કે, સારાના આ બોલિવૂડ ડેબ્યૂને ફાઇનલી અમૃતા સિંહનું પણ અપ્રૂવલ મળી ગયું છે. અહીં સારા કોલ્ડ શોલ્ડર ડ્રેસમાં અત્યંત સુંદર લાગી રહી હતી.

કરણ જોહરની ફિલ્મ સામે અમૃતાને હતો વાંધો

કરણ જોહરની ફિલ્મ સામે અમૃતાને હતો વાંધો

ઉલ્લેખનીય છે કે, પહેલાં સારા કરણની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી ડેબ્યૂ કરનાર હતી, પરંતુ આ ફિલ્મમાં તેનો એક બિકિની સિન હતો, જે અમૃતાને મંજૂર નહોતું. આથી સારાએ આ ફિલ્મ છોડવી પડી હતી. હવે ફાઇનલી અમૃતાએ અભિષેક કપૂરની ફિલ્મ પર મંજૂરીની મહોર મારી હોય એમ લાગે છે.

સારાથી નારાજ છે સલમાન?

સારાથી નારાજ છે સલમાન?

કરણ જોહર બાદ સારા સલમાનની ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કરવાની હતી. ઉલ્લેખનીય છે કે, સલમાન જલ્દી જ તેમની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને ફિલ્મોમાં લોન્ચ કરનાર છે. આ ફિલ્મ માટે સારાનો અપ્રોચ કરવામાં આવ્યો હતો. સારાએ આ ફિલ્મ માટે હા પાડ્યા બાદ થોડા સમય પછી અભિષેક કપૂરની ફિલ્મ સાઇન કરી લીધી હતી.

સારા અલી ખાન અને મલાઇકા અરોરા

સારા અલી ખાન અને મલાઇકા અરોરા

થોડા દિવસો પહેલાં જ સારા જિમમાં મલાઇકા સાથે કંઇક આ અંદાજમાં જોવા મળી હતી. સારા સુંદર છે અને ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપી રહી છે. આખું બોલિવૂડ જાણે સારાને ફિટનેસ ટિપ્સ આપી રહ્યું છે.

નિમ્રત પણ આપી રહી છે ટિપ્સ

નિમ્રત પણ આપી રહી છે ટિપ્સ

એ પહેલાં સારાનો નિમ્રત કૌર સાથેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નિમ્રત પોતે પણ એકદમ ફિટ છે અને તેણે સારા સાથેનો જિમ આઉટફિટનો આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. નિમ્રતે કેપ્શનમાં સારાને પોતાની ફેવરિટ ખાન ગણાવી હતી.

સારા અને નિમ્રતની ફ્રેન્ડશિપ

સારા અને નિમ્રતની ફ્રેન્ડશિપ

સૂત્રો અનુસાર સારા અને નિમ્રત કરણ જોહરની પાર્ટીમાં મળ્યા હતા. પાર્ટીના બીજા જ દિવસે સારા અલી ખાન અને નિમ્રતની જિમની આ તસવીર સામે આવી હતી. કરણ જોહર ઇચ્છતા હતા કે, સારા તેમની પાર્ટીમાં તમામ બોલિવૂડ સેલિબ્રિટિઝ સાથે કનેક્શન બનાવે. સારી સ્ટુડન્ટની માફક સારા કરણની એડવાઇઝ બરાબર ફોલો કરી રહી છે.

હર્ષવર્ધન કપૂર અને સારા અલી ખાન

હર્ષવર્ધન કપૂર અને સારા અલી ખાન

સારા અલી ખાન અને અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ખબરો પણ સાંભળવા મળી રહી છે. બંન્ને સૌ પ્રથમ એક રેસ્ટોરન્ટમાં સ્પોટ થયા હતા. ત્યાર બાદ થોડા દિવસ પહેલાં જ હર્ષવર્ધન વહેલી સવારે સારાના ઘરની બહાર જોવા મળ્યાં હતા.

English summary
If one goes by these pictures then Sara Ali Khan and Sushant Singh Rajput indeed make a hot couple on screen.
Please Wait while comments are loading...