યોગા ટીચર બનવા માંગતી હતી આ HOT એક્ટ્રેસ...

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં એવી ઘણી એક્ટ્રેસિસ હોય છે, જે ફિલ્મોમાં મોટેભાગે સપોર્ટિવ રોલમાં જોવા મળે છે. સપોર્ટિવ રોલમાં પણ તે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. એવી જ એક એક્ટ્રેસ છે લિઝા હેડન. લિઝાનો સૌથી યાદગાર અને લોકપ્રિય રોલ છે, 'ક્વીન'નો. હાલમાં જ આ એક્ટ્રેસ 31 વર્ષની થઇ છે અને તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. લિઝાના ફિગરને જોઇને કોઇ કહી ન શકે કે તે 31 વર્ષની હશે!

મોડેલમાંથી બની એક્ટ્રેસ

મોડેલમાંથી બની એક્ટ્રેસ

લિઝા એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની ટોપ મોડેલ્સમાંની એક છે. મોડેલ્સમાંથી એક્ટ્રેસ બનવાની ઇચ્છા સૌની હોય છે, પરંતુ દરેક મોડેલ દીપિકા કે કેટરિના જેટલી નસીબદાર નથી હોતી. લિઝા હેડને બોલિવૂડમાં એન્ટ્રી ખાસી મોડી કરી હતી અને તે ધીરે-ધીરે અને મહેનત કરીને બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થઇ છે.

પ્રથમ ફિલ્મ 'આયેશા'

પ્રથમ ફિલ્મ 'આયેશા'

સોનમ કપૂરની ફિલ્મ 'આયેશા'માં લિઝા આરતી નામના પાત્રમાં જોવા મળી હતી. આ નાનકડા રોલમાં પણ તે ખૂબ સુંદર અને હોટ લાગી રહી હતી. આ તેની પ્રથમ ફિલ્મ હતી. ત્યાર બાદ તે 'રાસ્કલ્સ', 'ધ શૌકિન્સ' અને 'હાઉસફુલ 3' જેવી ફિલ્મોમાં જોવા મળી.

કેમિયો રોલ

કેમિયો રોલ

ખાસ કરીને કેમિયા રોલમાં લિઝા વધુ જોવા મળી રહી છે અને આ ફિલ્મોના તેના રોલ યાદગાર પણ સાબિત થયા છે. કંગનાની ફિલ્મ 'ક્વીન'માં તેણે વિજયાલક્ષ્મીનું પાત્ર ભજવ્યું હતું, જે ખૂબ લોકપ્રિય થયું. ત્યાર બાદ ગત વર્ષે આવેલ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'માં તેણે રણબીરની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું.

આ રીતે મળ્યો બ્રેક

આ રીતે મળ્યો બ્રેક

ઘણા ઓછાને ખબર હશે કે, લિઝાને તેની પ્રથમ ફિલ્મ 'આયેશા' અનિલ કપૂરને કારણે મળી હતી. 'આયેશા' અનિલ કપૂરની હોમ પ્રોડક્શન ફિલ્મ હતી. અનિલ કપૂરે લિઝાને એક કોફી શોપમાં સ્પોટ કરી હતી અને એના થોડા દિવસો પછી જ તેના એજન્ટને 'આયેશા' ફિલ્મ માટે ફોન ગયો હતો.

ભારતનાટ્યમ ડાન્સર

ભારતનાટ્યમ ડાન્સર

લિઝા હેડન મૂળ ચેન્નાઇની છે. તેનું આખું નામ છે, એલિઝાબેથ મેરી હેડન. તેના પિતા ઇન્ડિયન અને માતા ઑસ્ટ્રેલિયન છે. લિઝાનું બાળપણ ઑસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટસમાં વીત્યું. તે વર્ષ 2007માં મોડેલ તરીકે નસીબ અજમાવવા મુંબઇ આવી હતી. તે એક ટ્રેઇન્ડ ભરતનાટ્યમ ડાન્સર પણ છે.

યોગા ટીચર બનવા માંગતી હતી

યોગા ટીચર બનવા માંગતી હતી

ઑસ્ટ્રેલિયામાં 18 વર્ષની લિઝાએ જ્યારે કરિયર અંગે વિચારવાનું શરૂ કર્યું તો, તેણે યોગા ટીચરના કરિયર પર પસંદગી ઉતારી હતી. જો કે, નસીબ તેને મોડેલિંગ ઇન્ડસ્ટ્રી તરફ ખેચી ગયું. લિઝાની બહેન મલિકા હેડન પણ મોડેલ હતી, પરંતુ હાલ તે ડીજે તરીકે સક્રિય છે.

ટીવી અને વેબ સીરિઝ

ટીવી અને વેબ સીરિઝ

એમટીવી ઇન્ડિયાના શો 'ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલ'ની પ્રથમ સીરિઝમાં તે જજ તરીકે જોવા મળી હતી. આ સિવાય તે 'ધ ટ્રિપ' નામની વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. બિન્દાસ ચેનલ પર ટેલિકાસ્ટ થતી આ વેબ સીરિઝ ખૂબ લોકપ્રિય થઇ હતી.

પર્સનલ લાઇફ

પર્સનલ લાઇફ

ઓક્ટોબર, 2016માં લિઝાએ પોતાના બોયફ્રેન્ડ ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. તેના થોડા સમય બાદ જ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગનન્સીની ખબર લોકોને આપી હતી. 17 મે, 2017ના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો, જેનું નામ છે ઝેક.

English summary
See the hot pics of actress Lisa Haydon on her birthday.
Please Wait while comments are loading...