કોણ છે ફેવરિટ : શાહરુખ-કૅટ કે શાહરુખ-અનુષ્કા ?
મુંબઈ, 12 નવેમ્બર : કહે છે કે જ્યારે એક જ ફિલ્મમાં એક કરતાં વધુ અભિનેત્રીઓ હોય તો તેમની વચ્ચે ફાઇટ થવી સ્વાભાવિક છે. ફિલ્મ જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે અંગે પણ કઈંક એવી જ માહિતી સામે આવી કે કૅટરીના કૈફ તથા અનુષ્કા શર્મા વચ્ચે કેટલીક ગેરસજમણો ઊભી થઈ અને તેથી બંને એક-બીજાથી ખૂબ નારાજ પણ રહ્યાં. જોકે કૅટ અને અનુષ્કાએ ક્યારેય એક-બીજા માટે કોઈ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નહિ, પરંતુ આમ છતાં મીડિયાએ અનેક સમાચારોમાં તેમના વચ્ચેની ગરમાગરમી હાઈલાઇટ કરી.
ખેર. હવે ફિલ્મ રિલીઝ થવામાં થોડાંક જ કલાક બાકી છે, પરંતુ કૅટ તેમજ શાહરુખ ખાનની જોડી તો અત્યારથી હિટ થઈ ગઈ છે. જોવા જઇએ તો આ લવ-સ્ટોરીમાં અનુષ્કા દૂર-દૂર સુધી ક્યાંય નજરે નથી પડતાં, પરંતુ આમ છતા હવે રબે જોડી બનાવી છે, તો શાહરુખ અને અનુષ્કાને એમ તો છોડી ન શકાય.
આવો આપ જ નક્કી કરો કે આપની ફેવરિટ જોડી કઈ છે. શાહરુખ અને અનુષ્કાની કે પછી શાહરુખ અને કૅટરીનાની.

શાહરુખ-કૅટ
બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન સાથે જોડી બનાવવાની ઇચ્છા દરેક બૉલીવુડ અભિનેત્રીની છે. આ વખતે આ ઇચ્છા પૂરી થઈ છે કૅટરીના કૈફની. કૅટ પોતે કહે છે કે તેમનું સ્વપ્ન સાકાર થયું છે.

શાહરુખ-અનુષ્કા
શાહરુખ ખાન સાથે રબ ને બના દી જોડી ફિલ્મમાં પહેલાં જ જોડી બનાવી ચુકેલ અનુષ્કા શર્મા ફરી એક વાર જબ તક હૈ જાનમાં નજરે પડશે, પરંતુ આ વખતે એમ લાગે છે કે આ જોડી બની નહિં શકે.

શાહરુખ-કૅટ
શાહરુખ ખાન અને કૅટરીના વચ્ચે અનેક રોમાન્ટિક સીન્સ ફિલ્માવવામાં આવ્યાં છે.

શાહરુખ-અનુષ્કા
આખરે કેમ દુઃખી છે અનુષ્કા? શું શાહરુખ અને કૅટની નિકટતાથી પરેશાન છે?

શાહરુખ-કૅટ
લવ સ્ટોરીમાં નિકટતા છે, તો દૂરીઓ પણ હશે. જુઓ શાહરુખથી દૂર જતાં કૅટરીના.

શાહરુખ-અનુષ્કા
જ્યારે મિત્રતામાં પ્રેમનો અનુભવ ભળે, તો મિત્રોમાં દૂરીઓ આપમેળે વધી જાય છે.

શાહરુખ-કૅટ
કૅટરીનાને કિસ કરતાં શાહરુખ. બંનેની કેમેસ્ટ્રી લાજવાબ છે.

શાહરુખ-અનુષ્કા
એક નજીકના મિત્રની જેમ શાહરુખ અનુષ્કા પ્રત્યે પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં.

શાહરુખ-કૅટ
શાહરુખની આંખોમાં પોતાના માટે પ્રેમ જોતાં કૅટ.

શાહરુખ-અનુષ્કા
મિત્રતાની મજા માણતાં શાહરુખ અને અનુષ્કા.

શાહરુખ-કૅટ
શાહરુખને જોતાં કૅટરીના. શાહરુખ જ નહિં, કૅટરીના પણ છે શાહરુખના પ્રેમના દીવાની.

શાહરુખ-અનુષ્કા
અનુષ્કાની જાન બચાવતાં શાહરુખ. રીયલ હીરો.












Click it and Unblock the Notifications
