પૌંઆનો ફોટો શેર કરતાં આ લેજન્ડરી એક્ટ્રેસ થયા ટ્રોલ!

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડ અભિનેત્રી શબાના આઝમી તેમના કામ અને મર્યાદિત શબ્દોમાં મોટી વાત બોલવા માટે જાણીતા છે. તેઓ પોતાની દરેક વાત એટલી સ્પષ્ટ રીતે મુકે છે કે, તેમની વાતના ક્યારે પણ બીજા અર્થ કાઢવામાં નથી આવતા. પરંતુ થોડા દિવસ પહેલા શબાના આઝમીએ પોતાના ટ્વીટર પેજ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે નાસ્તામાં બનાવેલા પૌંઆને ભૂલથી ઉપમા લખી નાખ્યું. બસ, આ બાદ તેમને ટ્વીટર પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

શબાના આઝમી

શબાના આઝમી

શબાના આઝમીએ પોતાના ટ્વીટર હેંડલ @AzmiShabana પર સવારના ગરમા ગરમ નાસ્તાનો ફોટો શેર કર્યો હતો. તેમાં તેણે લખ્યુ હતું કે, ફ્લોરેન્સ (ઇટલી)માં કેતકીએ સવારના નાસ્તામાં ઉપમાં બનાવ્યો છે. કેતકી કદાચ તેમના પરિવારની કોઈ મહિલા હોઈ શકે છે. પરંતુ શબાનાએ જે ફોટો શેર કર્યો હતો એ ઉપમા નહીં પણ પૈંઆનો હતો. આથી લોકોએ તેમની મજાક ઉડાવવાની શરૂ કરી હતી.

પૌંઆને કહ્યા ઉપમા!

શબાના આઝમીએ શેર કરેલા નાસ્તાના ફોટોના કારણે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. આમ તો લોકો સોશ્યલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિની મજાક ઉડાવે છે ત્યારે તેમાં મોટા ભાગે અશ્લિલ શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. પરંતુ શબાનાના આ ફોટો પર લોકોએ હાસ્યાસ્પદ મજાક કરી હતી. ટ્રોલ થયા બાદ શબાના આઝામીએ પણ ખેલદિલીપૂર્વક પોતાની ભૂલ સ્વીકારી હતી.

પાણી-પુરીને કહ્યું 'સમોસા'

પાણી-પુરીને કહ્યું 'સમોસા'

શબાનાના ફોટો બાદ લોકોએ તેમની ખૂબ જ મજાક ઉડાવી હતી. લોકોએ પણ શબાના આઝમીની જેમ કોઈ વાનગીના ફોટો સાથે કોઈ બીજી જ વાનગીનું નામ લખીને ટ્વીટ કર્યા હતા. જેમ કે, પાણી પૂરીનો ફોટો મુકી નીચે સમોસા લખ્યું હતું અને ઇડલીના ફોટા પર ડોસા લખીને ટ્વીટ કર્યા હતા.

બોલીવૂડ સ્ટાર થયા ટ્રોલ

બોલીવૂડ સ્ટાર થયા ટ્રોલ

બોલીવૂડની હિરોઇનો અવાર-નવાર પોતાના ફોટોને કારણે સોશ્યલ મીડિયામાં ટ્રોલ થતી રહે છે. તેમા પ્રિયંકા ચોપરાનું પણ નામ ઘણું આગળ છે. પ્રિયંકા અનેક વખત તેના નિવેદનો અને ફોટોના કારણે ટ્રોલનો શિકાર બની છે. 15 ઓગસ્ટના રોજ ભારતીય રાષ્ટ્રધ્વજના રંગોવાળો દુપટ્ટો પહેરતાં તેને લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી.

ડિવોર્સના કારણે થઈ ટ્રોલ

ડિવોર્સના કારણે થઈ ટ્રોલ

થોડા સમય પહેલાં મલાઇકા અરોરાની પોસ્ટ પર લોકોએ સોશ્યલ મીડિયા પર તેના ડિવોર્સને લઈને ટિપ્પણી કરી હતી. આથી મલાઇકાને પણ ટ્રોલનો શિકાર થવું પડ્યું હતું. એ ટ્રોલિંગ બાદ મલાઇકાએ લોકોને સણસણતો જવાબ પણ આપ્યો હતો.

English summary
Shabana Azmi said that she had upma for breakfast today but Twitter had a few lessons in identifying food for her.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.