ઝહીર ખાન જલ્દી જ કરશે શાહરૂખની આ અભિનેત્રી જોડે

Written By:
Subscribe to Oneindia News

આપણે ત્યાં બોલીવૂડ અને ક્રિકેટનો બહુ જુનો સંબધ છે. એવી જોડીઓના ઉદાહરણ આપવા જઈએ તો તેમાં નામોની સંખ્યા એટલી છે કે પૂછો ના વાત!. પરંતુ આ લિસ્ટમાં હવે એક નામનો વધારો થવા જઇ રહ્યો છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ સાગરિકા ઘાટગે અને ઝહીર ખાનના લગ્નની. ફરી એક ક્રિકેટર અને એક બોલીવૂડ એક્ટ્રેસ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ કપલની સગાઈ પણ ઘણી ચર્ચામાં રહી હતી. હવે તેમના લગ્નની તારીખો પણ નક્કી થઈ ગઈ છે. આ કપલની સગાઈના ફોટો પણ ખુબ જ વાયરલ થયા હતા હવે તેમના લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે.

સાગરિકા અને ઝહીર ખાન

સાગરિકા અને ઝહીર ખાન

સાગરિકા બોલીવૂડની અભિનેત્રી છે. તે ખાસ કોઈ નામ બોલીવૂડમાં કરી શકી નથી પરંતુ તેણે શાહરૂખ ખાનની ચક દે ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યો હતો. ત્ચારથી તે શાહરૂખની હિરોઇન તરીકે જાણીતી થઈ હતી. હવે જો વાત કરીએ ઝહીર ખાનની તો તે ખુબ જ જાણીતો ખેલાડી છે. ક્રિકેટના વર્લ્ડમાં તે ખુબ લોકપ્રિય પણ છે. તેણે પોતાના ક્રિકેટના કરિયરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

 લગ્નની તારીખ

લગ્નની તારીખ

બોલીવૂડ અને ક્રિકેટ જગત ફરી લગ્નની ઉજવણીના મુડમાં આવી ગયુ છે. થોડા સમય પહેલા યુવરાજ અને હેજન કીચના લગ્ન થયા છે એ બાદ ફરી એક ક્રિકેટર અને બોલીવૂડ એક્ટ્રેસના લગ્ન થઈ રહ્યા છે. આ અંગે ઇન્ડિય એક્સપ્રેસને ઇન્ટરવ્યૂ આપતા સાગરિકાએ જણાવ્યું હતું કે, અમારા લગ્ન આ વર્ષના અંતે 27 નવેમ્બરના રોજ થશે.

ઝહીર ખાનના અફેર

ઝહીર ખાનના અફેર

સાગરિકા પહેલા ઝહીર ખાન બોલીવૂડની એક્ટ્રેસ ઇશા શરવાનીને ડેટ કરી ચુક્યો છે. આઠ વર્ષ ચાલેલા આ સંબંધનો 2011ના વર્લ્ડ કપ બાદ અચાનક અંત આવી ગયો હતો. આ કપલ પણ લગ્ન કરશે તેવી અફવાઓ ચાલી હતી પરંતુ તેમનો સંબંધ અચાનક જ પૂરો થઈ હતો.

સાગરિકા સાથે ડેટ

સાગરિકા સાથે ડેટ

ઝહીર ખાન ઘણા લાંબા સમયથી સાગરિકાને ડેટ કરી રહ્યો છે. તે બંન્ને એ થોડા સમય પહેલા જ સગાઇ કરી હતી. તેમની સગાઈના પણ ફોટો સોશ્યલ મીડિયા વાયરલ થયા હતા. આ બાદ હવે તેમણે જલ્દી જ લગ્ન કરવાનો પણ વિચાર કરી લીધો છે. આ કપલ યુવરાજના લગ્નમાં પણ સાથે જોવા મળ્યો હતો.

English summary
Shah Rukh Khan actress Sagarika Ghatge and zaheer khan wedding date.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.