શાહિદને દેશની સલામ, રાજકુમારની હૃદયસ્પર્શી ફિલ્મ

મુંબઈ, 16 ઑક્ટોબર : હંસલ મહેતાની ફિલ્મ શાહિદ એક ટ્રિબ્યુટ છે દેશના તેવા જાંબાઝ માનવાધિકાર કાર્યકરોને કે જેમને વગર કારણે મારી નંખાયા. આ ફિલ્મ અંગે દેશમાં જ નહીં, પણ વિદેશોમાં પણ બહુ ચર્ચા થઈ રહી છે. શાહિદ ક્રિટિક્સને પણ ગમી રહી છે. તેમનું કહેવું છે કે શાહિદ દેશના યંગસ્ટર્સ માટે એક બહુ જ ઇંસ્પિરેશનલ ફિલ્મ હશે.

shahid-raj-kumar
હંસલ મહેતા સાથે મળી યૂટીવી પ્રોડક્શન હાઉસ શાહિદ ફિલ્મ રિલીઝ કરી રહ્યું છે. ફિલ્મ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે તેમણે શાહિદ ફિલ્મ પૈસા માટે નહીં, પણ લોકો સુધી એક એવા એક્ટિવિસ્ટની જિંદગી પહોંચાડવા માટે બનાવી છે કે જેના અંગે લોકોને કંઈ પણ જાણ નથી. શાહિદ અંગે યંગ જનરેશન પણ બહુ ઉત્સાહિત છે. સોશિયલ સાઇટ્સ ઉપર તો શાહિદ ફિલ્મ અંગે ઘણા કૉમેંટ્સ અને ચર્ચાઓ ચાલી રહી છે કે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ હિટ થતી દેખાઈ રહી છે.

શાહિદ ફિલ્મ હુમા કુરૈશીને પણ ગમી છે. બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી ટ્વીટ કરી લખે છે - ગઈકાલે રાત્રે મેં શાહિદ ફિલ્મ જોઈ. આ ફિલ્મને ઘણા ઇનામ મળવા જોઇએ. રાજકુમાર યાદવે શું પરફૉર્મન્સ આપી છે. તેમને મારી સલામ. તેવી જ રીતે સકીબ સલીમે લખ્યું છે - રાજકુમાર યાદવને હું માથુ નમાવી સલામ કરુ છું. તેમણે અમને સૌને ઇંસ્પાયર કર્યાં છે. હંસલ મહેતાજીનો ખૂબ-ખૂબ આભાર.

નોંધનીય છે કે શાહિદ ફિલ્મ આગામી 18મી ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ અંગે બૉલીવુડ સેલિબ્રિટીઓથી લઈ સામાન્ય દર્શકો પણ આતુર અને ઉત્સુક છે. રાજકુમાર યાદવ માટે પણ આ એક બહુ જ મોટો દિવસ હશે, કારણ કે રાજકુમારનું એક જ સ્વપ્ન છે કે તેઓ એવું કામ કરે, એવીફિલ્મો કરે કે તેમની ગેરહાજરીમાં પણ લોકોના હૃદયમાં તે ફિલ્મ વશે અને તેમની ઓળખ તેમની ફિલ્મોથી જ પ્રસ્થાપિત થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X