હું સિગલ જ છું : હુમા સાથે રોમાંસને અફવા ગણાવતાં શાહિદ
મુંબઈ, 16 જુલાઈ : બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરે હુમા કુરૈશી સાથે રોમાંસની ચર્ચાને અફવા ગણાવ્યાં છે. શાહિદે સ્વીકાર્યું છે કે તેઓ હુમાને મળ્યાં છે, પરંતુ જે પ્રકારની ચર્ચાઓ ચાલે છે, તેવું તેમની વચ્ચે કંઇ જ નથી.

શાહિદે એક નિવેદનમાં જણાવ્યું - હું નથી સમજી શકતો કે આ પ્રકારની ચર્ચાઓ ક્યાંથી શરૂ થઈ છે. હું હુમા કુરૈશીને માત્ર બે વાર મળ્યો છું. સિંગલ હોવું એ પોતાની જાતે એક પડકાર જ છે. દરેક છોકરી તમને મળે, ત્યારે એ મતલબ ન કાઢી શકાય કે તે રિલેશનશિપ કરવા સક્ષમ છે.
ગૅંગ્સ ઑફ વાસેપુર ફૅમ અભિનેત્રી હુમા કુરૈશી પ્રથમ અભિનેત્રી નથી કે જેમનું નામ 32 વર્ષીય શાહિદ કપૂર સાથે જોડાયું હોય. અગાઉ તેમનું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડાયુ હતું અને તે અગાઉ તેઓ કરીના કપૂર સાથે રિલેશનશિપમાં હતાં.
શાહિદના પ્રવક્તાએ જણાવ્યું - શાહિદ કપૂર હુમા કુરૈશીને માત્ર સામાજિક અને ઔપચારિક રીતે જ માત્ર બે વાર મળ્યા હતાં. શાહિદ પાસે સમય જ નથી પોતાના કામમાંથી.












Click it and Unblock the Notifications
