For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખની 10 Biggest Flop ફિલ્મો કે જે માથાનો દુઃખાવો હતી...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 નવેમ્બર : હૅપ્પી ન્યુ ઈયર અને તે પહેલા ચેન્નઈ એક્સપ્રેસ અને તે પહેલા પણ એક નહીં, અનેક સુપર હિટ ફિલ્મો આપી બૉલીવુડના બાદશાહ ખાન બનેલા શાહરુખ ખાન વિશે શું કહેવું? તેમના અંગે એટલુ કહેવાઈ ચુક્યું છે કે જાણે કહેવાનુ કંઇ બાકી જ ન રહેતુ હોય.

સૌ જાણે છે કે એક સમયના ટેલીવિઝન સ્ટાર હતા શાહરુખ ખાન. ફૌજી અને સર્કસ જેવી સીરિયલોનો જાણીતો ચહેરો એટલે શાહરુખ ખાન, પરંતુ પછી તો આ દીવાનાએ એવી બડઘાટી બોલાવી કે ચારે બાજુ શાહરુખ શાહરુખ જ થઈ ગયું. દીવાના પછી તો બાઝીગર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, ડર જેવી અનેક અગણિત સુપર હિટ ફિલ્મો આપી શાહરુખ ખાને.

પરંતુ શાહરુખના આ બે દાયકાના બૉલીવુડ કૅરિયર દરમિયાન એવી પણ કેટલીક ફિલ્મો આવી છે કે જે દર્શકો માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઈ છે. હાલમાં ચર્ચિત રંગ રસિયા ફિલ્મના નિર્માતા દીપા શાહીની બોલ્ડ ફિલ્મ માયા મેમસાબથી લઈ કોયલા જેવી અનેક ફિલ્મો એવી આવી કે જે સુપર ફ્લૉપ રહી.

ચાલો તસવીરો સાથે જાણીએ શાહરુખ ખાનની બિગેસ્ટ ફ્લૉપ ફિલ્મો કે જે માથાનો દુઃખાવો બની રહી હતી :

માયા મેમસાબ

માયા મેમસાબ

શાહરુખ દ્વારા પોતાની સહ-અભિનેત્રી દીપા શાહી સાથે ન્યુડ સીન્સ કરવાના કારણે માયા મેમસાબ મોસ્ટ રિમેમ્બર્ડ ફ્લૉપ ફિલ્મ છે.

જમાના દીવાના

જમાના દીવાના

રમેશ સિપ્પી દિગ્દર્શિત જમાના દીવાના 1995માં રિલીઝ થઈ હતી. રવીના ટંડન સાથેની શાહરુખની આ ફિલ્મ ફ્લૉપ રહી હતી.

ઓહ ડાર્લિંગ યે હૈ ઇંડિયા

ઓહ ડાર્લિંગ યે હૈ ઇંડિયા

કેતન મહેતા દિગ્દર્શિત ઓહ ડાર્લિંગ યે હૈ ઇંડિયા સુપર ફ્લૉપ મ્યુઝિકલ ફિલ્મ હતી. આ ફિલ્મ રોમાંટિક ફિલ્મોની સોશિયલ પૅરોડી હતી.

ઇંગ્લિશ બાબૂ દેસી મેમ

ઇંગ્લિશ બાબૂ દેસી મેમ

1996માં રિલીઝ થયેલી ઇંગ્લિશ બાબૂ દેસી મેમ ફિલ્મમાં શાહરુખ ઉપરાંત સોનાલી બેન્દ્રે અને સન્ની સિંહ હતાં.

ચાહત

ચાહત

1996માં રિલીઝ થયેલી કોલોસલ ફ્લૉપ ફિલ્મ ચાહતમાં શાહરુખ ખાન ઉપરાંત પૂજા ભટ્ટ, નસીરુદ્દીન શાહ, રમ્યા કૃષ્ણા અને અનુપમ ખેર લીડ રોલમાં હતાં.

કોયલા

કોયલા

નિર્માતા-દિગ્દર્શક તરીકે રાકેશ રોશન જેવુ મોટુ નામ અને માધુરી દીક્ષિત તથા શાહરુખ ખાન જેવી મોટી હસ્તીઓ હોવા છતાં 1997માં રિલીઝ થયેલી ફિલ્મ કોયલા દર્શકો માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઈ હતી.

અશોક

અશોક

સંતોષ સિવાન દિગ્દર્શિત અને સહ-લિખિત ઐતિહાસિક ફિલ્મ અશોક પણ ફ્લૉપ રહી હતી. સમ્રાટ અશોક પર આધારિત આ ફિલ્મમાં શાહરુખ-કરીના કપૂરની જોડી હતી.

શક્તિ ધ પાવર

શક્તિ ધ પાવર

તેલુગુ ફિલ્મ અંતપુરમ્ (1999)ની બૉલીવુડ રીમેક શક્તિ ધ પાવરમાં શાહરુખનો કૅમિયો રોલ હતો, પરંતુ આ ફિલ્મ ફ્લૉપ રહી હતી. આ ફિલ્મ બેટ્ટી મહમૂદીની સત્ય કથા હતી.

પહેલી

પહેલી

બૉલીવુડ ફૅંટાસી ફિલ્મ પહેલી 24મી જૂન, 2005ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શાહરુખ-રાણી મુખર્જીની જોડી હતી. પહેલી 1973માં આવેલી હિન્દી ફિલ્મ દુવિધાની રીમેક હતી.

બિલ્લૂ

બિલ્લૂ

મલયાલમ ફિલ્મ કધા પરાયુમ્બોલથી અધિકૃત રીતે પ્રેરિત બિલ્લુ ફિલ્મ ખરાબમાં ખરાબ ફિલ્મની શ્રેણીમાં સામેલ છે.

English summary
Shahrukh Khan movie Happy New Year may be a big hit but there are many flop movies in this life thatll give us a headache. See that flop movie list...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X