For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ચોપડાના લગ્ન વિશે પહેલી વાર કંઈક એવુ બોલ્યા શાહરુખ કે...

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા એક ઈતિહાસ છે. હાલમાં જ એક રિપોર્ટરે શાહરુખ ખાનને પ્રિયંકા ચોપડાના લગ્ન વિશે પૂછી લીધુ.

|
Google Oneindia Gujarati News

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા એક ઈતિહાસ છે. શું ઈતિહાસ છે અત્યારે કોઈને ખબર નથી. માત્ર એટલી ખબર છે કે કોઈ તો ઈતિહાસ છે. ચાલો, આ ઈતિહાસના પ્રતાપે જ શાહરુખને પ્રિયંકા વિશે અને પ્રિયંકાને શાહરુખ વિશે પૂછવાની ભૂલ લોકો કરી જ બેસે છે. હવે હાલમાં જ એક રિપોર્ટરે શાહરુખ ખાનને પ્રિયંકા ચોપડાના લગ્ન વિશે પૂછી લીધુ. શાહરુખ ખાન વૉગ એવોર્ડ્ઝ દરમિયાન મીડિયા સાથે વાત કરી રહ્યા હતા અને કોઈએ તેમને પૂછ્યુ કે બોલિવુડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ઘણા લોકો લગ્ન કરી રહ્યા છે જેમ કે પ્રિયંકા ચોપડા. શાહરુખે એ રિપોર્ટરની વાત વચમાં જ કાપી નાખી અને કહ્યુ કે હા હું પણ લગ્ન કરી રહ્યો છુ અને તમને પણ આમંત્રણ મોકલીશ. મહેંદીમાં જરૂર આવજો. બસ શાહરુખ ખાનનું આટલુ કહેવુ અને બધા હસી હસીને લોટપોટ થઈ ગયા.

shahrukh

શાહરુખ ખાનની હાજરજવાબીના તો બધા આમ પણ કાયલ છે. કોઈએ તેમને પૂછ્યુ આજકાલ તમે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વગેરે પોસ્ટ કરી રહ્યા છે. તો શાહરુખે કહ્યુ કે હા બધા કહે છે કે મળતા રહો, તો કોશિશ કરુ છુ, શીખી રહ્યો છુ કે તમને લોકોને મળી શકુ રોજ. ફરી કોઈએ પૂછ્યુ કે તમે શાયરી વગેરે પણ પોસ્ટ કરતા રહો છો જેના પર શાહરુખે ખૂબ પ્રેમથી કહ્યુ કે હું તો માત્ર વાતો કહુ છુ, શાયરી આપોઆપ બની જાય છે. પરંતુ એક રિપોર્ટરે એક શેર કહ્યો અને કહ્યુ કે આ તમે લખ્યો હતો. તો શાહરુખે પણ હાજરજવાબીમાં કહ્યુ મે નથી લખ્યો ભાઈ, તુ ખબર નહિ કયા શાહરુખને ફોલો કરી રહ્યો છે.

English summary
Shahrukh Khan has an epic response to Priyanka Chopra's wedding and you will agree that he is one witty man!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X