OMG : ભણસાલીના ફિલ્મમાં શાહરૂખ જોડે જોવા મળશે આ હિરોઇન!

સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મમાં શાહરૂખ સાથે પડદા પર કંગના રણાવતને જોય શકાશે. આ શાહરૂખ અને કંગનાની પહેલી સાથે ફિલ્મ હશે. આ અંગે વધુ વાંચો અહીં..

હમણાં શાહરૂખ તેની આવનારી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે આ ફિલ્મ તે નિર્દેશક આનંદ એલ રાય સાથે બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ એકદમ અલગ જ આવતારમાં જોવા મળશે. આ ઉપરાંત શાહરૂખ સંજય લીલા ભણસાલી સાથે પણ એક ફિલ્મમાં કામ કરે તેવી વાતોએ જોર પક્ડયુ છે. સંજયની આ ફિલ્મમાં શાહરૂખ સાથે કઈ હિરોઈનને કાસ્ટ કરવામાં આવશે એ અંગે ઘણી વાતો ચાલી રહી છે જેની રેસમાં કંગના રાણાવત સૌથી આગળ છે. જો આ વાત સાચી હોય કંગના રાણાવત અને શાહરૂખ ખાન એક સાથે પહેલી વાર કામ કરતા જોવા મળશે. આ પહેલા ક્યારે પણ આ બંને કલાકારોએ સાથે કામ કર્યું નથી.

શાહરૂખ આવનારી ફિલ્મમાં વ્યસ્ત

શાહરૂખ આવનારી ફિલ્મમાં વ્યસ્ત

શાહરૂખ તેની આવનારી ફિલ્મની શુટીંગમાં હાલ વ્યસ્ત છે આ ફિલ્મમાં શાહરૂખ નિર્દેશક આનંદ રાય સાથે કામ કરી રહ્યો છે.આ ફિલ્મમાં તે એક ઠિંગણા વ્યક્તિનો રોલ ભજવી રહ્યો છે. જે તેના માટે એક નવા જ પ્રકારની ફિલ્મ છે. આજ સુધી શાહરૂખે આવો કિરદાર નથી કર્યો. છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાનની ફિલ્મો બોક્સઓફિસ પર પોતાનો દબદબો નથી લાવી શકી તેથી શાહરૂખ તેના કિરદારોમાં ફેરફાર કરી રહ્યો છે.

ભણસાલી અને શાહરૂખ

ભણસાલી અને શાહરૂખ

એક સમાચાર પત્ર સાથે વાત કરતા શાહરૂખે જણાવ્યુ હતુ કે બે અલગ અલગ પ્રોજેક્ટ માટે સંજય લીલા ભણસાલી સાથે વાત થઈ રહી છે જેમાં એક ફિલ્મ પીરિયડ ડ્રામા હશે જ્યારે બીજી એવી નહી હોય. આ ફિલ્મમાં શાહરૂખને તેની આગાઉની ફિલ્મો કરતા વધારે દમદાર રીતે રજુ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

શાહરૂખ અને કંગના રણાવત એક સાથે

શાહરૂખ અને કંગના રણાવત એક સાથે

એવુ કહેવાઈ રહ્યુ છે કે જો શાહરૂખ સંજય લીલા ભણસાલીની પીરિયડ ડ્રામા ફિલ્મનો ભાગ બને છે તો તેની સાથે કંગના રણાવતની જોડી જોવા મળશે. તો આ ફિલ્મ શાહરૂખ અને કંગના રાણાવતની એક સાથે જોવા મળતી પહેલી ફિલ્મ હશે. જો આવુ થાય છે તો શાહરૂખ અને કંગના પહેલી વખત એક સાથે કામ કરશે.

 ઐતિહાસિક તથ્યો પર હશે એ ફિલ્મ

ઐતિહાસિક તથ્યો પર હશે એ ફિલ્મ

જો શાહરૂખ સંજય સાથે જે ફિલ્મની વાત કરવામાં આવી છે તે ઐતિહાસિક તથ્યો પર બનાવાની વાતો ચાલી રહી છે. પરંતુ શાહરૂખે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે તે ફિલ્મ વિશે હજુ વાત ચાલી રહી છે કશુ નક્કી કરવામાં નથી આવ્યુ. પરંતુ કંગના સાથે હશે તો કામ કરવામાં કોઈ વાંધો નહી આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X