ટૉપ પૉઝિશને એકલાપણું છે : શાહરુખ ખાન

મુંબઈ, 5 નવેમ્બર : બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનનું માનવું છે કે ટૉપની પૉઝિશને રહેવાનો સૌથી નેગેટિવ પૉઇન્ટ છે કે અહીં ખૂબ એકાલાપણું છે. અને હું આજે પણ આ એકલાપણાના અહેસાસ સામે ઝઝુમી રહ્યો છું.

Shahrukh Khan

તાજેતરમાં જ ગોવાના થિકફેસ્ટ દરમિયાન શાહરુખે જણાવ્યું - મારી સાથે કઈંક ઘોટું છે. હું તે ફીલ કરી શકું છું, પરંતુ મને નથી ખબર કે તે શું છે? શાહરુખે જણાવ્યું - મારી પાસે એક સુંદર પરિવાર છે. કેટલાંક નજીનાં મિત્રો છે કે જેમની સાથે હું પોતાનો સમય ગાળું છું. હું પોતાના પિતાની જેમ મરવા નથી માંગતો. હું અજાણ્યા માણસની જેમ મરવા નથી માંગતો. હું સફળ થવા માંગુ છું. મારો વિશ્વાસ કરો. ટૉપ ઉપર ખૂબ એકલાપણું છે. મારા હૃદયમાં તન્હાઈનો એક અહેસાસ છે. એક વિચિત્ર એકાલપણું, પરાયાપણું છે કે જેને હું પોતાની એક્ટિંગથી ભરુ છું.

મને પણ લાગે છે નિષ્ફળતાનો ભય

શાહરુખ ખાને 15 વર્ષની વયમાં પોતાના પિતા ગુમાવી દીધા હતાં. તે વખતે તેમની પાસે પૈસા પણ નહોતાં. શાહરુખ ાલ પોતાની બાયોગ્રાફી લખી રહ્યાં છે અને ટુંકમાં જ તે પૂર્ણ કરનાર છે. પોતાના બાળપના સ્મરણો શૅર કરતાં શાહરુખે જણાવ્યું - એક વખત મારા પિતાજી મને દિલ્હીમાં સિનેમા જોવા લઈ ગયાં. તેમની પાસે પૈસા નહોતાં. અમે કામતી ઑડિટોરિયમ પાસે બેસી ગયાં અને તેમણે મને કહ્યું કે ગાડીઓ આવતી-જતી જોવું ખૂબ સારૂં લાગે છે. આજે જ્યારે હું પોતાના પુત્રને બહાર લઈ જાઉ છું, તો હું તેને ફિલ્મ બતાવી શકુ છું.

1992માં દીવાના ફિલ્મ બાદ બૉલીવુડમાં રાજ કરનાર શાહરુખ ખાને જણાવ્યું કે તેઓ આજે પણ નિષ્ફળતાથી ડરે છે. તેમણે જણાવ્યું - મને લાગે છે કે મારા પિતા દુનિયાના સૌથી સફળ નિષ્ફળ માણસ હતાં અને મને તેમના પ્રત્યે ગૌરવ છે.

અંતે શાહરુખે જણાવ્યું કે 90 ટકા તેમની એક્ટિંગ તેમની અસલ જિંદગી સાથે જોડાયેલી હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X