For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ગણપતિ વિસર્જન 2019: ધામધૂમથી શાહરુખ ખાને કર્યુ ગણપતિ બાપ્પાનુ વિસર્જન

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને પણ આ વખતે પરિવાર સહિત ગણપતિ પૂજા કરી અને કાલે પૂરી લગન અને ભક્તિ સાથે બાપ્પાનુ વિસર્જન કર્યુ.

|
Google Oneindia Gujarati News

12 સપ્ટેમ્બરના રોજ ધામધૂમથી આખા દેશમાં બાપ્પાની વિદાય થઈ ગઈ અને આ રીતે છેલ્લા દિવસોથી ચાલી રહેલ ગણેશ ઉત્સવ પૂર શ્રદ્ધા અને ભક્તિ સાથે સમાપ્ત થઈ ગયો. સામાન્યથી લઈને ખાસ સુધી બધાએ ગણેશ પૂજામાં ભાગ લીધો. ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને પણ આ વખતે પરિવાર સહિત ગણપતિ પૂજા કરી અને કાલે પૂરી લગન અને ભક્તિ સાથે બાપ્પાનુ વિસર્જન કર્યુ. હિંદી સિનેમાના કિંગ ખાને ગણપતિ વિસર્જનના ફોટા પણ શેર કર્યા છે.

ધામધૂમ સાથે શાહરુખ ખાને કર્યુ ગણપતિ બાપ્પાનુ વિસર્જન

ધામધૂમ સાથે શાહરુખ ખાને કર્યુ ગણપતિ બાપ્પાનુ વિસર્જન

શેર કરવામાં આવેલા ફોટામાં કિંગ ખાનનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. શાહરુખ ખાને કેપ્શનમાં લખ્યુ - ‘પૂજા થઈ ગઈ, વિસર્જન પણ થઈ ગયુ ગણપતિ બાપ્પા મોરિયા, હું કામના કરુ છુ કે બધા ઘર પરિવારોમાં દુનિયાભરની ખુશીઓ આવે.'

શાહરુખ મુસ્લિમ છે અને તેની પત્ની ગૌરી...

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન મુસ્લિમ છે અને તેની પત્ની ગૌરી હિંદુ છે, તે દરેક ધર્મનુ સમ્માન કરે છે. એટલા માટે તેમને ત્યાં ઈદ, હોળી, દિવાળી અને ક્રિસમસ બધા તહેવાર મનાવાય છે. શાહરુખને લોકો ફેમિલી મેન કહે છે અને તેમણે શેર કરેલા ફોટા પરથી પણ તમે આ વાતનો અંદાજો લગાવી શકો છો.

આ પણ વાંચોઃ મીરા રાજપૂતે જણાવ્યુ પ્રેગ્નન્સી દરમિયાન તેની ગ્લોઈંગ સ્કિનનુ સિક્રેટઆ પણ વાંચોઃ મીરા રાજપૂતે જણાવ્યુ પ્રેગ્નન્સી દરમિયાન તેની ગ્લોઈંગ સ્કિનનુ સિક્રેટ

શું છે વિસર્જન?

શું છે વિસર્જન?

‘વિસર્જન' શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘પાણીમાં વિલીન થવુ, આ સમ્માન સૂચક પ્રક્રિયા છે એટલા માટે ઘરમાં પૂજા માટે ઉપયોગમાં લેવાયેલી મૂર્તિને વિસર્જિત કરીને તેને સમ્માન આપવામાં આવે છે.'

ગણેશ વિસર્જનનો અર્થ

ગણેશ વિસર્જનનો અર્થ

‘વિસર્જનનો એ શીખવે છે કે માટીમાંથી જન્મેલા શરીરને માટીમાંથી મળવાનુ છે. ગણેશજીની પ્રતિમા માટીમાંથી બને છે અને પૂજા બાદ તે માટીમાં મળી જાય છે. ગણેશજીને મૂર્ત રૂપે આવવા માટે માટીનો સહારો લેવો પડે છે. માટી પ્રકૃતિની દેન છે પરંતુ ગણેશજી જ્યારે પાણીમાં વિલીન થાય છે ત્યરે માટી ફરીથી પ્રકૃતિમાં મળી જાય છે.' એનો અર્થ એ કે જે લીધુ છે તેને પાછુ આપવુ પડશે, ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથ જ જવુ પડશે. આ ધર્મ અને વિશ્વાસની વાત છે કે આપણે ગણેશજીને આકાર આપીએ છીએ પરંતુ ઉપરવાળો તો નિરાકાર છે અને બધી જગ્યાએ વ્યાપ્ત છે પરંતુ આકારને સમાપ્ત થવુ પડે છે એટલા માટે વિસર્જન થાય છે.

English summary
Shahrukh Khan shared several images of his family praying to lord Ganesha as they celebrated the festival of Ganesh Chaturthi with energy and enthusiasm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X