• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાર્લિન ચોપરાએ સાજિદ ખાન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો

By Staff
|
Google Oneindia Gujarati News

સાજિદ ખાન પર અત્યાર સુધી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના એટલા બધા કલાકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે કે તેનો હિસાબ રાખવો પણ મુશ્કેલ છે. હાલમાં જ જિયા ખાનની બહેને સાજિદને લઈ ખુલાસો કર્યો હતો. હવે અભિનેત્રી શાર્લિન ચોપરાએ ટ્વિટ કરી ગંભીર આરોપ લગાવ્યો છે, સાજિદ ખાને તેની સાથે પહેલી મુલાકાત વખતે ગંદી હરકત કરી હોવાનો ખુલાસો કર્યો.

શાર્લિને લખ્યું કે, "મારા પિતાના નિધનના થોડા દિવસ બાદ એપ્રિલ 2005માં હું સાજિદને મળી તો તેમણે પેન્ટમાંથી પોતાનું પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢી મને તે પકડવા કહ્યું. મને યાદ છે કે મેં તેને કહ્યું હતું કે મને ખબર છે આ કેવું હોય ચે અને મારો તેને મળવાનો ઉદ્દેશ્ય તેના પ્રાઈવેટ પાર્ટને પકડવાનો નથી."

સાજિદ પર આરોપ

સાજિદ પર આરોપ

બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું, "સાજિદ ખાન પાસે પોતાના ચરિત્રનું પ્રમાણ આપવા માટે કેટલાય સુપરસ્ટાર છે. આ મારા શબ્દ છે, તેની વિરુદ્ધ. બૉલીવુડમાં માફિયા એક જબરા સિંડિકેટ છે."

ફિલ્મી પ્રલોભન આપી ખોટું કામ કરે છે

ફિલ્મી પ્રલોભન આપી ખોટું કામ કરે છે

શાર્લિન ચોપરા આગળ લખે છે કે એક મહત્વકાંક્ષી અભિનેત્રીને ફિલ્મમાં કામ અપાવવાના બહાને બોલાવી તેને ખોટી જગ્યાએ અડવા મજબૂર કરવી, શું સ્વીકૃત છે? આ લોકો કલાકારોને ફિલ્મી પ્રલોભન આપી પોતાની સ્વાર્થ સિદ્ધિ કરે છે.

સાજિદ ખાન પર કેટલાય આરોપ લાગ્યા

સાજિદ ખાન પર કેટલાય આરોપ લાગ્યા

હમશક્લની એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે કેવી રીતે સાજિદે મહિના સુધી શારીરિક અને માનસિક શોષણ કર્યું. જે બાદ બાકી મહિલાઓએ પણ સામે આવી આપવીતી જણાવી અને સાજિદની જઘન્ય કરતૂતને બધાની સામે રાખી.

આસિસ્ટન્ટ ડાયરેક્ટર

આસિસ્ટન્ટ ડાયરેક્ટર

શરૂઆત ત્યારે થઈ જ્યારે હમશક્લની આસિસ્ટન્ટ ડાયરેક્ટરે સાજિદની કરતૂતોના ચિઠ્ઠા ખોલ્યા. તેમણે લખ્યું કે સાજિદ પોતાની પેન્ટ ખોલી મારી સામે બેસી ગયો અને કહેવા લાગ્યો, તને જોઈ મને કંઈ નથી થઈ રહ્યું. તું એટલી સુંદર જ નથી કે કોઈને કંઈ થઈ શકે.

એક્ટ્રેસ સિમરન સૂરી

એક્ટ્રેસ સિમરન સૂરી

એક્ટ્રેસ સિમરન સૂરીએ જણાવ્યું કે સાજિદ ખાને અજય દેવગનની ફિલ્મ હિમ્મતવાલા દરમ્યાન ફોન પર ઑડીશન માટે બોલાવી હતી. જણાવેલા એડ્રેસ પર હું પહોંચી તો માલૂમ પડ્યું કે તેણે મને પોતાના ઘરે બોલાવી હતી.

સાજિદે મને કપડાં ઉતારવાનું કહ્યું.. હું આઘાતમાં હતી. સાજિદે મને કહ્યું કે તું તારાં કપડાં ઉતાર, હું તારી બૉડી જોવા માંગું છું. તે તરત મારી પાસે આવ્યો અને મારા ટૉપને નીચે કરતાં કહ્યું કે તારી ક્લીવેજ તો દેખાડ. હું બુમાબૂમ કરતી તેને ગાળો આપતાં ત્યંથી નિકળી ગઈ. બાદમાં સાજિદનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે એકબીજાને જાણવા માટે આ બધું જરૂરી છે.

સાજિદે મને કપડાં ઉતારવાનું કહ્યું..

સાજિદે મને કપડાં ઉતારવાનું કહ્યું..

લિપ્સ્ટિક અંડર માઈ બુર્કા ફેમ એક્ટ્રેસ આહના કુમારે કહ્યું- લગભગ એક વર્ષ પહેલા સાજિદ ખાન સાથે મારી મુલાકાત થઈ હતી. મને અંદાજો હતો કે તે ઘટિયા માણસ છે... છતાં હું તેને મળી. હું તેના ઘરે પહોંચી.. તે મને પોતાના રૂમમાં લઈ ગયો, જ્યાં સરખી લાઈટ પણ નહોતી. મેં એને લાઈટ ચાલુ કરવા કહ્યું, પછી અમે બેઠા. તેણે મને અજીબ સવાલો કરવા શરૂ કરી દીધા.

સાજિદે મને પુછ્યું- હું તને 100 કરોડ આપું તો શું તું એક કુતરા સાથે સેક્સ કરીશ? સાજિદ મુજબ જો મારે મેનસ્ટ્રીમ ફિલ્મોમાં હીરોઈન બનવું હોય તો મારે તેના વલ્ગર જોક્સ પર હસવાનું હતું. તેણે મને કહ્યું કે, હું બહુ વધુ વિચારું છું અને હું મેનસ્ટ્રીમ ફિલ્મો માટે નથી બની.

કપડાં ઉતારવા કહ્યું- મંદાના કરીમી

કપડાં ઉતારવા કહ્યું- મંદાના કરીમી

બિગ બૉસની એક્સ કંટેસ્ટન્ટ મંદાના કરીમીએ ખુદ સાથે થયેલ યૌન ઉત્પીડનનો ખુલાસો કર્યો. મંદાનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સાજિદ ખાને મને 2014માં હમશક્લમાં એક રોલ ઑફર કર્યો હતો. તેમણે મને પોતાની ઑફિસે બોલાવી અને મને કપડાં ઉતારીને દેખાડવા કહ્યું. સાજિદની આ ડિમાંડે મને દંગ કરી દીધી. આ દરમ્યાન મારી મેનેજર પણ ત્યાં જ હતી. જે બાદ અમે બંને તરત જ ત્યાંથી બહાર નિકળી ગઈ.

બિપાશા બસુ

બિપાશા બસુ

બિપાશાએ કહ્યું કે હમશક્લ દરમ્યાન મેં સાજિદ સાથે ક્યારેય કામ ના કરવાની કસમ ખાધી હતી. બિપાશાએ કહ્યું કે સાજિદ હંમેશાથી જ લીચડ કિસ્મતના જોક્સ ચિપકાવતો રહેતો હતો. સામે કોણ બેઠું એ જોતો પણ નહોતો. સાથે જ બિપાશા બસુએ સ્પષ્ટ કરી દીધું કે મહિલાઓ પ્રત્યે સાજિદનો વ્યવહાર ક્યારેય સારો નથી રહ્યો.

લૉકડાઉન બાદ કેટરીના કૈફનુ હૉટ ફોટોશૂટ જોઈ ફેન્સ બોલ્યા - સેક્સી સુપરસ્ટારલૉકડાઉન બાદ કેટરીના કૈફનુ હૉટ ફોટોશૂટ જોઈ ફેન્સ બોલ્યા - સેક્સી સુપરસ્ટાર

English summary
sherlyn chopra accused Sajid Khan of sexual harassment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X