For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિતાને ખૂબ જ મિસ કરે છે પ્રિયંકા ચોપરા : જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના પિતાના નિધનના ચાર દિવસ બાદ જ કામ ઉપર પરત આવી ગયા હતાં. તેઓ કહે છે કે તેમણે આવુ એટલા માટે કર્યુ હતું કે જેથી કામમાં વ્યસ્ત રહી પોતાના પપ્પાને ગુમાવવાનો આઘાત ભુલાવી શકે.

પ્રિયંકાના પિતા અશોક ચોપરાનું ગત જૂન માસમાં થયુ હતું. તેઓ કૅંસરથી પીડાતા હતાં. તેમના પિતા ભારતીય સૈન્યમાં તબીબ હતાં અને 1997માં લેફ્ટિનંટ કર્નલના હોદ્દા ઉપરથી નિવૃત્ત થયા હતાં. પ્રિયંકાએ ફિલ્મ સમીક્ષક તથા પત્રકાર અનુપમા ચોપરા સાથે તેમના શો ધ ફ્રંટ રૉમાં જણાવ્યું - મને નથી લાગતું કે આ બહાદુરીનું કામ હતું. મારે આઘાતમાંથી બહાર આવવા પોતાની જાતને સમય આપવો જોઇતો હતો. હું તે આઘાતથી દૂર ભાગવા માંગતી હતી અને મેં એમ જ કર્યું.

પ્રિયંકા ચોપરા આગળ બોલ્યાં - હું પપ્પાના નિધનના ચાર દિવસ બાદ જ કામે ચડી ગઈ, કારણ કે એક તો મારા પિતાને મારૂં ઘરે ફાલતુ બેસવુ પસંદ નહોતું અને બીજું એ કે જો હું એવું કરત, તો ગાંડી થઈ ગઈ હોત. તેમણે જણાવ્યું - પપ્પાને ગુમાવવા મારા માટે માત્ર પપ્પાને ગુમાવવું નહોતું, પણ પોતાનો એક ભાગ ગુમાવી દેવા જેવુ હતું. મારા પપ્પા મારા સૌથી સારા મિત્ર હતાં, મારા આદર્શ હતાં, મારા સંરક્ષક હતાં. તેઓ મારા બધુય હતાં. તેથી તેમના નિધનના તરત પછી હું કામે ચડી ગઈ, કારણ કે આ જ મારા માટે શાંત રહી શકવાનો ઉપાય હતો.

જુઓ પિતા સાથે પ્રિયંકાની તસવીરી યાદો :

લાડકા હતાં પ્રિયંકા

લાડકા હતાં પ્રિયંકા

પ્રિયંકા ચોપરા પોતાના પપ્પાના બહુ જ લાડકા હતાં.

મિસ વર્લ્ડ વિજય

મિસ વર્લ્ડ વિજય

મિસ વર્લ્ડ ખિતાબ વિજય પ્રસંગે પ્રિયંકા ચોપરા પોતાના પપ્પા અશોક ચોપરા સાથે.

બહુ ચિંતા કરતા પ્રિયંકા

બહુ ચિંતા કરતા પ્રિયંકા

પ્રિયંકા ચોપરા પોતાના પપ્પાના આરોગ્ય અંગે હંમેશા ચિંતિત રહેતા હતાં, પરંતુ કૅંસરે આખરે તેમનો જાન લઈ લીધો.

મમ્મી-પપ્પા સાથે પ્રિયંકા

મમ્મી-પપ્પા સાથે પ્રિયંકા

પ્રિયંકા ચોપરા પોતાના મમ્મી મધુ ચોપરા તથા પપ્પા અશોક ચોપરા સાથે.

પરિવાર સાથે પ્રિયંકા

પરિવાર સાથે પ્રિયંકા

પોતાના ભાઈ સિદ્ધાર્થ, પિતા અશોક ચોપરા તથા માતા મધુ સાથે પ્રિયંકા ચોપરા.

English summary
Just four days after her father's death Bollywood actress Priyanka Chopra resumed work and says she did so to escape from dealing with her loss.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X