તો શું ‘મધુબાલા’એ ડગાવી સિંઘમ 2ની ‘શ્રદ્ધા’?
મુંબઈ, 29 ઑક્ટોબર : હજી તો સિંઘમ 2માં મધુબાલાની એન્ટ્રીની એન્ટ્રીના સમાચારની સઈ સુકાઈ પણ નથી કે વધુ એક સમાચાર એવા આવ્યાં કે સિંઘમ 2માંથી ‘શ્રદ્ધા' ખસી ગઈ છે.

નોંધનીય છે કે ટેલીવિઝન સીરિયલ મધુબાલા એક ઇશ્ક એક જુનૂનના અભિનેત્રી દૃષ્ટિ ધામી અંગે જાણવા મળ્યુ છે કે રોહિત શેટ્ટી સિંઘમ 2માં અજય દેવગણ સામે હીરોઇન તરીકે લેવાના છે. આ સમાચારો વચ્ચે શ્રદ્ધાનું નિવેદન આવતા નવી અટકળોએ જન્મ લીધો છે.
શ્રદ્ધા કપૂર બૉલીવુડ અભિનેતા અને વિલન શક્તિ કપૂરના પુત્રી છે. આશિકી 2 ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર શ્રદ્ધા કપૂરે પોતાના નિવેદનમાં જણાવ્યું - સિંઘમ 2 માટે મારી સાથે સમ્પર્ક કરાયો નથી અને નથી તે અંગે કોઈ ચર્ચા થઈ. આવી અટકળોથી હું આશ્ચર્યચકિત છું. સિંઘમ 2 સને 2011માં આવેલી સિંઘમનો બીજો ભાગ છે. ફિલ્મમાં અજય દેવગણ પુનઃ એક વાર બાજીરાવ સિંઘમ તરીકે નજરે પડવાના છે.












Click it and Unblock the Notifications
