મને લગ્ન પહેલાં માતા બનવામાં કોઇ વાંધો નથીઃ શ્રુતિ હસન

Written By:
Subscribe to Oneindia News

કમલ હસનની પુત્રી અને સાઉથની સુપરસ્ટાર શ્રૃતિ હસન બોલિવૂડમાં રમૈયા વસ્તાવૈયા સિવાય કોઇ ખાસ હિટ ફિલ્મ નથી આપી. શ્રૃતિ હસન ખૂબ સુંદર છે અને બોલ્ડ પણ છે. રિસન્ટલી એક મીડિયા ઇન્ટરએક્શનમાં તેણે મેરેજ અને બાળકો અંગે ખૂબ બોલ્ડ સ્ટેટમેન્ટ આપ્યું હતું, આ સાંભળીને કદાચ કમલ હસન પણ ચોંકી જશે.

શ્રૃતિનું સ્ટેટમેન્ટ

શ્રૃતિનું સ્ટેટમેન્ટ

તેને જ્યારે મેરેજ અને બાળકો અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, અત્યારે હું મેરેજ અંગે વિચાર નથી કરી રહી, જ્યારે મને યોગ્ય લાગશે ત્યારે હું લગ્ન કરીશ અને જો મને યોગ્ય લાગશે તો હું મેરેજ પહેલાં બાળકો લાવતાં પણ અચકાઇશ નહીં. હું મીડિયા કે અન્ય લોકોની ચિંતા નહીં કરું.

થઇ શકે છે વિવાદ

થઇ શકે છે વિવાદ

શ્રૃતિ હસનના આ સ્ટેટમેન્ટથી વિવાદ સર્જાવાની પૂરી શક્યતા છે. થોડા સમય પહેલાં જ તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017માં પણ જોવા મળી હતી. બોલિવૂડમાં ભલે તેની ફિલ્મો ન ચાલી હોય, પરંતુ શ્રૃતિ સાઉથની સુપરસ્ટાર છે.

આગામી ફિલ્મ

આગામી ફિલ્મ

હાલ શ્રૃતિના હાથમાં બોલિવૂડની કોઇ ફિલ્મ નથી, પરંતુ તેની એક ફિલ્મ જલ્દી જ રિલીઝ થવા જઇ રહી છે. બહેન હોગી તેરી ફિલ્મમાં તે રાજકુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મના સોંગ્સ ખૂબ હિટ જઇ રહ્યાં છે. ફિલ્મ 9 જૂનના રોજ રિલીઝ થનાર છે.

મ્યૂઝિક લવર

મ્યૂઝિક લવર

શ્રુતિને એક્ટિંગ સિવાય મ્યૂઝિકનો પણ ખૂબ શોખ છે. તે યુકેના ડાયનાસોર નામના રોક બેન્ડ સાથે જોડાયેલી છે. તેની નાની બહેન અક્ષરાને પણ એક્ટિંગ અને સિંગિગનો ખૂબ શોખ છે.

English summary
Shruti Haasan says she wouldnt mind having children before marriage, if she finds the right man. She doesnt care what the media & people think about her.
Please Wait while comments are loading...