શ્રુતિના ઘરમાં જબર્દશ્તી ઘુસવાની કોશિશ, કોણ હતો એ શખ્સ!
મુંબઈ, 20 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી શ્રુતિ હસનના ઘરે ગઈકાલે રાત્રે લગભગ સાડા નવ વાગ્યે એક શખ્સે જબર્દશ્તી ઘુસવાની કોશિશ કરી. શ્રુતિએ મીડિયાને જણાવ્યું કે તેઓ તે શખ્સને ઓળખતા નથી અને તે શખ્સ એમ ઇચ્છતો હતો કે તેઓ ઘરની બહાર આવી તેને ઓળખે. શ્રુતિના ઘરના ચોકીદારે જમાવ્યું કે રાત્રે અશોક નામનો શખ્સ આવ્યો અને તેણે જણાવ્યું કે તે શ્રુતિ મૅડમનો સામાન લાવ્યો છે. તેથી ચોકીદારે તેને અંદર મોકલી આપ્યો, પણ અંદર જઈ જ્યારે તે શખ્સે શ્રુતિનો દરવાજો ખખડાવ્યો, તો શ્રુતિએ દરવાજો ખોલ્યો નહીં.
શ્રુતિના કહેવા મુજબ તે શખ્સ ઇચ્છતો હતો કે શ્રુતિ તેને ઓળખે, પણ શ્રુતિ તેને ઓળખતા નહોતાં. શ્રુતિ હસન બાંદ્રાના મૅરી નિકેતન ઍપાર્ટમેંટ ખાતે રહે છે. ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે અશોક નામનો શખ્સ શ્રુતિના ઍપાર્ટમેંટમાં ઘુસી આવ્યો અને તેણે કહ્યું કે તે શ્રુતિનો સામાન લઈને આવ્યો છે. શ્રુતિએ પૂછ્યું કે આપ કોણ છો, તો તે શખ્સે જણાવ્યું કે આપ મને ઓળખો છો, પણ શ્રુતિ તેને ઓળખતા જ નહોતા. પછી આ શખ્સે પરાણે શ્રુતિના ઘરમાં ઘુસવાની કોશિશ કરી. જોકે પછી તે શખ્સ જતો રહ્યો.
રમૈયા વસ્તાવૈયા અને ડી ડે જેવી તાજેતરની બૉલીવુડ ફિલ્મોમાં ચમકનાર શ્રુતિ હસન કમલ હસનના પુત્રી છે. શ્રુતિએ મીડિયાને જણાવ્યું કે તેઓ ઠીક છે અને મીડિયાએ પરેશાન થવાની જરૂર નથી. કહે છે કે તે શખ્સ અનેક વખત શ્રુતિના સેટ્સ ઉપર દેખાયો છે. શક્ય છે કે આ અશોક નામનો શખ્સ શ્રુતિનો બહુ મોટો ફૅન હોય અને શ્રુતિને મળવા માંગતો હોય.