બ્લોકબસ્ટર કિંગ છે, આઠમી સો કરોડી ફિલ્મ ફાઇનલ

Posted By:
Subscribe to Oneindia News

રોહિત શેટ્ટી ને બોલિવૂડના સૌથી સફળ નિર્દેશક અથવા તો બોક્સઓફિસ કિંગ કહેવામાં આવે તો તેમાં કઈ જ ખોટું નથી. વર્ષ 2017 દરમિયાન રોહિત શેટ્ટીએ ગોલમાલ અગેઇન જેવી 200 કરોડની બોલકબસ્ટર ફિલ્મ આપી છે. રોહિત શેટ્ટી વર્ષ 2018 દરમિયાન સિમ્બા ઘ્વારા ધમાકો કરવા જઈ રહ્યા છે.

simmba

આપણે જણાવી દઈએ કે વર્ષ 2010 દરમિયાન આવેલી ફિલ્મ ગોલમાલ 3 પછી રોહિત શેટ્ટી સતત 7 ફિલ્મો 100 કરોડી આપી ચુક્યા છે. જેમાં 2 ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે. ભાગ્યે જ કોઈ નિર્દેશકે આવો જોરદાર બિઝનેસ દેખાડ્યો છે.

શાહરુખ ખાનની સૌથી વધી કમાણી કરનાર ચેન્નાઇ એક્સપ્રેસ ફિલ્મનું નિર્દેશન પણ રોહિતે શેટ્ટી ઘ્વારા જ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ અજય દેવગણની પણ સૌથી વધુ કમાણી કરનાર ગોલમાલ અગેઇન રોહિત શેટ્ટી એ બનાવી હતી. હવે આશા છે કે સિમ્બા પણ રણવીર સિંહની ટોપ ફિલ્મ બને.

રોહિત શેટ્ટી મસાલા ફિલ્મો માટે જાણીતા છે. તેમની ફિલ્મમાં એક્શન, રોમાન્સ, કોમેડી બધું જ જોવા મળે છે. રોહિત શેટ્ટી ની ફિલ્મ સિમ્બા માં રણવીર સિંહ એક પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવી રહ્યા છે. રોહિત શેટ્ટી આ પહેલા પણ અજય દેવગણ સાથે સિંઘમ અને સિંઘમ રિટંસ બનાવી ચુક્યા છે. બંને ફિલ્મોને દર્શકો ઘ્વારા સારો પ્રતિસાદ પણ મળ્યો છે. તેવામાં સિમ્બા ફિલ્મ પાસે લોકોની અપેક્ષા ખુબ જ વધી છે.

English summary
With Simmba Rohit Shetty 8 movies will be part of 100 crore club back to back. Is he the most successful director of Bollywood?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.