For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિંદગી કૈસી હૈ પહેલી... જુઓ મન્ના ડેની વણજોયેલી તસવીરો

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 24 ઑક્ટોબર : જિંદગી કૈસી હૈ પહેલી હાય... કભી યે હંસાયે... કભી યે રુલાયે... ફિજામાં ગુંજતી આ પંક્તિઓ સ્વરબદ્ધ કરનાર મન્ના ડે આજે આપણી વચ્ચે નથી. તેમનું આજે 94 વર્ષની વયે નિધન થઈ ગયું. વિધિનો વિધાન છે કે જે આવ્યું થે, તે જશે જ. તેથી મન્ના ડેએ પણ જિંદગીને અલવિદા કહી દીધી, પણ મન્ના ડે પોતાની પાછળ મૂકી ગયાં છે સંગીતનો એવો સાગર કે જેમાં લોકો હંમેશા ડુબકીઓ લગાવતા રહી શકશે.

મન્ના ડેના નિધનથી બૉલીવુડ દુઃખી છે અને સામાન્ય સંગીત પ્રેમીઓ સ્તબ્ધ છે. લોકોનું કહેવું છે કે મન્નાએ આજે માત્ર પોતાનો દેહ છોડ્યો છે, પરંતુ તેમનો અવાજ હંમેશા આપણા કાનોએ ગુંજતો રહેશે. મન્ના ડેએ દિલીપ કુમાર, રાજ કપૂર અને રાજેશ ખન્ના માટે અનેક સુપર હિટ ગીતો ગાયાં છે કે જે આજે પણ લોકોની જીભે રમે છે. તેમની યાદો કોઈ નહીં ભુલાવી શકે.

મન્ના ડેના સંગીતની સરખામણી કોઈની સાથે ન કરી શકાય. તેમના અભૂતપૂર્વ ફાળા બદલ ભારતીય સિનેમા હંમેશા તેમનો ઋણી રહેશે. મન્ના ડેને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતાં. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, બંગાળી, મરાઠી, મૈથિલી, સિંધી, પંજાબી જેવી અનેક ભાષાઓમાં ગીતો ગાયા હતાં.

જુઓ મન્ના ડેની કેટલીક વણજોયેલી તસવીરો :

સહ-કલાકારો સાથે મન્ના ડે

સહ-કલાકારો સાથે મન્ના ડે

મન્ના ડે એક રેસ્ટોરંટમાં સહ-કલાકારો સાથે વાતચીત કરતાં. લોકો વચ્ચે મન્ના ડે ઘણા લોકપ્રિય હતાં.

રફી-મન્ના-કિશોર

રફી-મન્ના-કિશોર

સંગીત પુરોધાઓ મોહમ્મદ રફી અને કિશોર કુમાર સાથે મન્ના ડે.

સંગીતના પુજારી મન્ના ડે

સંગીતના પુજારી મન્ના ડે

એક સંગીત સમારંભમાં મન્ના ડે.

કોલકાતામાં મન્ના ડે

કોલકાતામાં મન્ના ડે

કોલકાતામાં પોતાના જન્મ દિવસ પ્રસંગે મન્ના ડે.

સિતાર વગાડતાં મન્ના ડે

સિતાર વગાડતાં મન્ના ડે

મન્ના ડેએ સંગીતનું શિક્ષણ કૃષ્ણા ચંદ્ર ડે અને ઉસ્તાદ દાબિર ખાન પાસેથી લીધુ હતું.

સંગીત સમ્રાટ મન્ના ડે

સંગીત સમ્રાટ મન્ના ડે

મન્ના ડે 1950થી 1970 સુધી સતત હિન્દી ફિલ્મોના ટૉપ પ્લેબૅક સિંગર રહ્યાં.

રફી-મન્ના

રફી-મન્ના

ભલે મન્ના ડે અને રફી વચ્ચે જોરદાર સ્પર્ધા રહેતી હતી, પણ બંને વચ્ચે બહુ સારી મૈત્રી પણ હતી.

સંગીતના પુજારી મન્ના ડે

સંગીતના પુજારી મન્ના ડે

મન્ના ડેએ 3500 કરતા વધુ ગીતો ગાયાં છે અને તે પણ અનેક ભાષાઓમાં.

અનેક યાદગાર નગ્માઓ

અનેક યાદગાર નગ્માઓ

મન્ના ડેએ અનેક યાદગાર ગીતો ગાયાં છે. તેમાં પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ... લાગા ચુનરી મેં દાગ... અને ઐ મેરી જોહરા જબીં... જેવા ગીતો ઘણા લોકપ્રિય છે.

ફાળકે પુરસ્કાર

ફાળકે પુરસ્કાર

મન્ના ડેને 2007માં ભારત સરકાર તરફથી દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતાં.

English summary
The nation woke up with an utter shock, after the news broke out that the legendary singer Manna Dey passed away in the wee hours of the morning in Bangalore. Reportedly, the 94-year-old Dey, who was suffering from a prolonged illness, breathed his last at Bangalore's Narayana Hrudayalaya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X