શૂજીત સાથે બીજી ફિલ્મ કરશે અમિતાભ, ઇરફાન-પરિણીતી પણ હશે
મુંબઈ, 22 નવેમ્બર : મહાનાયક અમિતાભ બચ્ચનનું કહેવું છે કે ફિલ્મ નિર્માતા શૂજીત સરકારની આગામી ફિલ્મમાં તેઓ ઉપરાંત પરિણીતી ચોપરા અને ઇરફાન ખાન પણ હોઈ શકે છે.

71 વર્ષીય બિગ બીએ પોતાના બ્લૉગ એસઆરબચ્ચન.ટંબ્લર.કૉમ ઉપર લખ્યું - ઓહ! અને શૂજીત સરકારે મને વાંચવા માટે પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટ આપી છે અને આવતા વર્ષના આરંભે શૂટિંગ કરવાની પણ તૈયારી છે. શક્ય છે કે તેમાં પરિણીતી અને ઇરફાન પણ હોય.
શૂજીત સરકાર અગાઉ અમિતાભ બચ્ચન સાથે શૂબાઇટ ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે. ફિલ્મ રિલીઝ થવાની બાકી છે. હાલ શૂજીત પોતાની આગામી ફિલ્મ રનિંગ શાદી ડૉટ કૉમના નિર્માણમાં વ્યસ્ત છે. દરમિયાન અમિતાભ બચ્ચન પણ ટેલીવિઝન ગેમ શો કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી 7ના છેલ્લા એપિસોડ માટે તૈયાર છે. તેમણે લખ્યું - અને અંતે સૌથી જરૂરી વાત... કૃપા કરી 1લી ડિસેમ્બરે પ્રસારિત થનાર કેબીસીનો છેલ્લો એપિસોડ રખે ચૂકતા.












Click it and Unblock the Notifications
