• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાના શહેરોમાં મોટી કિસ્મત લઈ જન્મ્યા આ કલાકારો...

|

મુંબઈ, 14 જુલાઈ : ઘણા બધા લોકો ફિલ્મી દુનિયામાં સફળ થવાના સપનાં જોતા હોય છે, પરંતુ બહુ ઓછા લોકો એવા છે કે જે બૉલીવુડના ઝળહળતા સિતારા બને છે. ફિલ્મ નગરીમાં કેટલાક હીરો-હીરોઇનો એવા છે કે જેઓ નાના શહેરોમાંથી બૉલીવુડ પહોંચ્યા અને આજે તેઓ સફળતાની ટોચે છે.

નાના શહેરોમાંથી મુંબઈ આવી બૉલીવુડમાં નામ રોશન કરનારાઓમાં બિગ બી અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા, ઇરફાન ખાન અને અનુષ્કા શર્મા જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે, પરંતુ ઘણા એવા કલાકારો પણ છે કે જેઓ નાના શહેરોના હોવા છતાં ફિલ્મી દુનિયાની દહેલીજ સુધી પણ નથી પહોંચી શક્યાં. લાખ પ્રયત્નો છતાં આ કલાકારોએ વળતા પગે પોતાના ઘરે પરત ફરી જવી પડ્યું.

ખેર, હાલ તો આપને બતાવીએ કિસ્મતના ધની એવા કલાકારો કે જેઓ નાના શહેરોમાંથી આવી સફળતાની ટોચે પહોંચ્યાં :

કંગના રાણાવત

કંગના રાણાવત

હિમાચલ પ્રદેશના મંડીના કંગના રાણાવતે ફૅશન, રિવૉલ્વર રાણી અને ક્વીન જેવી ફિલ્મો બૉલીવુડને આપી છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અયોધ્યા-ઉત્તર પ્રદેશના નિવાસી અનુષ્કા શર્માએ પહેલી જ ફિલ્મ શાહરુખ ખાન સાથે રબ ને બના દી જોડી કરી.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા અમ્બાલા-હરિયાણાના રહેવાસી છે. યશ રાજ બૅનરની ફિલ્મો કર્યા બાદ તેમનું નામ હિટ અભિનેત્રીઓમાં જોડાઈ ગયું છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

ખિલાડી અક્ષય કુમાર બૉલીવુડના મોંઘેરા કલાકારોમાંના એક છે અને તેઓ અમૃતસર-પંજાબના રહેવાસી છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

ઉત્તર પ્રદેશના અલ્હાબાદના નિવાસી અમિતાભે પ્રારંભિક સંઘર્ષ બાદ પ્રાપ્ત કરેલુ સ્ટારડમ આજે પણ યથાવત છે. તેઓ માયાનગરીના સૌથી મોંઘા કલાકાર છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાનો જન્મ જમશેદપુર ખાતે થયો હતો, પરંતુ તેઓ મુખ્યત્વે બરેલીના ગણાય છે. નાનકડા શહેર બરેલીના પ્રિયંકા બૉલીવુડના આજે સૌથી મોંઘા હીરોઇન છે. તાજેતરમાં જ તેમણે ગાયિકા તરીકે પણ બે મ્યુઝિક આલબમ્સ બનાવ્યાં છે.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

ગુડગાંવ-હરિયાણા ખાતે જન્મેલા રાજકુમાર રાવ મધ્યમ વર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ ફિલ્મ નગરીના સફળ કલાકાર છે.

ઇરફાન ખાન

ઇરફાન ખાન

જયપુરના ઇરફાન ખાનનું નામ પૂરી દુનિયામાં જાણીતુ થઈ ચુક્યુ છે. તેઓ બૉલીવુડથી લઈ હૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત પટણાના રહેવાસી છે, પરંતુ દિલ્હીમાં ભણ્યા-ગણ્યા છે. તેઓ આજે યશ રાજ બૅનરના હીરો છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

મુઝફ્ફરનગરના રહેવાસી નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ નગરીમાં પોતાની ખાસ ઓળખ સ્થાપિત કરી છે. ગૅંગ ઑફ વાસેપુરમાં દર્શકોએ તેમના અભિનયના ભરપૂર વખાણ કર્યા હતાં.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના ચંડીગઢના નિવાસી છે. તેઓ બૉલીવુડના એક સફળ એંકર અને અભિનેતા છે.

મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તી

ડાન્સર મિથુન ચક્રવર્તીએ પોતાના કૅરિયરની શરુઆત જૂનિયર આર્ટિસ્ટ તરીકે કરી હતી. આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ દાદા તરીકે ઓળખાય છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

કેરળના નાનકડા વિસ્તાર પુથઉર ખાતે જન્મેલા વિદ્યા બાલન આજે ફિલ્મ નગરીમાં બહેતરીન કલાકાર છે. તેમણે ધ ડર્ટી ગર્લ અને પરિણીતા જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

રજનીકાંત

રજનીકાંત

સ્ટેશને કુલીનું કામ કરી ચુકેલા રજનીકાંત આજે બૉલીવુડ અને તામિળ ફિલ્મોના સૌથી મોંઘા આર્ટિસ્ટ છે. તેઓ કર્ણાટક ખાતે જન્મ્યા હતાં.

English summary
Everybody has the dream to make it big in Bollywood but only few lucky people get the chance to enter the showbiz world. There are many small town nobodies who have managed to become stars in Bollywood, let's find out who.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more