For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૂતરા-બિલાડી પાળવાની અપીલ કરશે સોનાક્ષી સિન્હા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 ઑગસ્ટ : દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા હવે લોકોને કૂતરા-બિલાડી પાળવાની અપીલ કરતાં દેખાશે. સોનાક્ષીએ પશુ કલ્યાણ સંસ્થા પેટા સાથે એક જાહેરખબરમાં કામ કર્યું છે કે જેમાં તેઓ લોકોને કૂતરા-બિલાડી પાળવાની અપીલ કરશે.

આગામી શનિવારે આંતરરાષ્ટ્રીય આવારા પશુ દિવસ છે અને આ પ્રસંગે સોનાક્ષી સિન્હાએ પેટા સાથે મળી એક જાહેરખબર કરી છે. આ જાહેરખબરમાં સોનાક્ષીએ લોકોને પેટા સાથે જોડાવવાનો અનુરોધ કર્યો છે અને સાથે જ પાલતુ કૂતરાઓની નસબંદીની સલાહ પણ આપી છે.

સોનાક્ષી સિન્હાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બ્રીડર્સ, પેટા સ્ટોર તથા લોકો કે જેઓ પોતાના પાલતૂ કૂતરાઓ કે બિલાડાઓની નસબંદી નથી કરાવતાં, તેમના જ કારણે આવારા કૂતરાઓ-બિલાડાઓની સંખ્યા વધે છે. આ જાહેરખબરમાં દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા એક કૂતરા સાથે નજરે પડી રહ્યાં છે.

નોંધનીય છે કે સોનાક્ષી સિન્હા છેલ્લે લુટેરા ફિલ્મમાં દેખાયા હતાં અને આવતીકાલે તેમની વધુ એક ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા રિલીઝ થઈ રહી છે.

આવો તસવીરો સાથે જાણીએ સોનાક્ષી સિન્હા અંગે વધુ વિગતો :

કૉલેજકાળથી પેટા સાથે

કૉલેજકાળથી પેટા સાથે

આ જાહેરખબરમાં દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા એક કૂતરા સાથે નજરે પડી રહ્યાં છે. સોનાક્ષી લાંબા સમયથી પેટાના સમર્થક છે. પોતાના કૉલેજના દિવસો દરમિયાન જ તેઓ પેટા સાથે જોડાઈ ગયા હતાં. સોનાક્ષી પોતાના કૂતરા નૈનસી સાથે 14 વરસથી રહે છે.

દબંગથી શરુઆત

દબંગથી શરુઆત

સોનાક્ષી સિન્હાએ બૉલીવુડ કૅરિયર સલમાન ખાન સાથે દબંગ ફિલ્મ દ્વારા કરી હતી. પછી તેઓ દબંગ 2માં પણ હતાં.

એક પછી એક હિટ

એક પછી એક હિટ

સોનાક્ષી સિન્હાએ દબંગથી શરુઆત કરી. દબંગ હિટ થઈ અને તે પછી સોનાક્ષીએ એક પછી એક હિટ ફિલ્મો કરી.

લુટેરા

લુટેરા

સોનાક્ષી સિન્હાની છેલ્લી ફિલ્મ લુટેરા હતી કે જેમાં તેઓ રણવીર સિંહ સાથે દેખાયા હતાં.

હવે ઓયૂટીએમઆઈડી

હવે ઓયૂટીએમઆઈડી

સોનાક્ષી સિન્હાની આગામી ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ છે કે જે આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાથે અક્ષય કુમાર અને ઇમરાન ખાન છે.

લાંબી મજલ

લાંબી મજલ

સોનાક્ષી સિન્હા બૉલીવુડમાં લાંબી મજલ કાપવાના હોય તેવું લાગે છે. તેમની આગામી ફિલ્મોમાં રૅમ્બો રાજકુમાર અને પિસ્તોલનો સમાવેશ થાય છે.

English summary
Sonakshi Sinha joins with peta for stray dogs and cats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X