Pics : ફૅમ અને ગ્લૅમરના કારણે એક્ટ્રેસ છે સોનમ કપૂર

મુંબઈ, 19 જુલાઈ : બૉલીવુડમાં સતત બે સફળ ફિલ્મોમાં આપનાર અભિનેત્રી સોનમ કપૂરનું કહેવું છે કે તેઓ ત્યારેય ફિલ્મોમાં એક્ટિંગ કરવા નહોતા માંગતાં. તેઓની મહેચ્છા કાયમ દિગ્દર્શક બનવાની હતી, પણ તેમને એક્ટિંગ માટે સરળતાથી તકો મળી અને તે પછી ફૅમ અને ગ્લૅમરના કારણે તેઓ એક્ટિંગ સાથે જોડાઈ ગયાં.

સોનમ કપૂરની સતત બે ફિલ્મો ભાગ મિલ્ખા ભાગ અને રાંઝણા જ સફળ રહી છે. ફરહાન અખ્તર તેમજ ધનુષ સાથે આ બંને ફિલ્મો કરનાર સોનમે જણાવ્યું - હું ખોટું નહીં બોલું, મને ગ્લૅમર સાથે લગાવ છે. સોનમ કપૂર દિગ્દર્શક બનવા માટે બ્લૅક ફિલ્મ દરમિયાન સંજય લીલા ભાનુશાળી સાથે સહાયક દિગ્દર્શક પણ રહી ચુક્યાં છે. દિગ્દર્શન જ સોનમનો પ્રથમ પ્રેમ રહ્યો છે.

આવો તસવીરો સાથે જાણીએ સોનમ કપૂર અંગે થોડીક વધુ વિગતો :

સાંવરિયાથી શરુઆત

સાંવરિયાથી શરુઆત

સોનમ કપૂરે સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ સાંવરિયા સાથે પોતાના બૉલવુડ કૅરિયરની શરુઆત કરી હતી.

નિષ્ફળતાના છ વર્ષ

નિષ્ફળતાના છ વર્ષ

સોનમ કપૂર બૉલીવુડમાં છ વરસથી છે અને આ છ વરસ દરમિયાન તેમનો સામનો સતત નિષ્ફળતાઓ સાથે થયો છે. તેમની છેલ્લી ફ્લૉપ ફિલ્મ મૌસમ હતી.

રાંઝણા હિટ

રાંઝણા હિટ

સોનમ કપૂરની પ્રથમ હિટ ફિલ્મ રાંઝણા રહી કે જે તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેમના હીરો ધનુષ છે.

ખુશ છે સોનમ

ખુશ છે સોનમ

રાંઝણા અને તે પછી ભાગ મિલ્ખા ભાગ પણ હિટ થતાં સોનમ કપૂર ખુશખુશાલ છે.

તો બહેન બનાવશે ફિલ્મ

તો બહેન બનાવશે ફિલ્મ

સોનમે જણાવ્યું કે હાલ મને સારી ઑફર્સ મળી રહી છે, પરંતુ જો ક્યારેક ઑફર્સ નહીં મળે, તો મારી બહેન રિયા કપૂર મારી માટે ફિલ્મો બનાવશે.

અનેક ફિલ્મો હાથમાં

અનેક ફિલ્મો હાથમાં

સોનમ કપૂર પાસે આગામી સમયમાં અનેક ફિલ્મો છે. તેઓ રેખા અભિનીત ખૂબસૂરતની રીમેકમાં કામ કરી રહ્યાં છે, તો મિર્ઝા સાહિબાન અને વાયઆરએફની એક અનટાઇટલ્ડ ફિલ્મો પણ છે તેમની પાસે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X