સોનમ કપૂરે કંઇક આ રીતે જાહેર કર્યો પોતાનો પ્રેમસંબંધ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની ફેશન ક્વીન સોનમ કપૂરે ક્યારેય પોતાના રિલેશનશિપ સ્ટેટસ અંગે કોઇ ટિપ્પણી નથી કરી. તે પોતાની પર્સનલ લાઇફને જાહેર કરવાનું પસંદ કરતી નથી. પરંતુ લાગી રહ્યું છે કે સોનમ હવે પોતાના આનંદ અહુજા સાથેના રિલેશનને જાહેર કરવા ઉત્સુક છે. આ નવા વર્ષમાં સોનમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કથિત બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથેનો ફોટો શેર કર્યો છે.

sonam kapoor

સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, પરંતુ આ પહેલાં ક્યારેય તેણે પોતાની અને આનંદની તસવીર શેર કરી નથી. આથી અનુમાન લગાવાઇ રહ્યું છે કે, હવે ફાઇનલી સોનમ કપૂર પોતાના લવ રિલેશનશિપને જગજાહેર કરવા માટે રેડી છે.

sonam kapoor

સોનમ કપૂરે ઉપરોક્ત તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેણે લખ્યું છે, "Happy new year folks! #keepitreal." જો કે, ઉપરોક્ત તસવીર એડિટ કરવામાં આવી છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે સોનમે આનંદ સાથેની કોઇ તસવીર પબ્લિકલી શેર કરી હોય.

English summary
Sonam Kapoor shares picture with Anand Ahuja.
Please Wait while comments are loading...