For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Spcl : કરીના@34, જુઓ રિફ્યુજીથી સિંઘમ રિટર્ન્સ સુધીની ફિલ્મી સફર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 સપ્ટેમ્બર : બૉલીવુડના બેબો ગઈકાલે પોતાનો 34 વર્ષના થઈ ગયાં. કપૂર ખાનદાનની પેઢીમાંથી ઉતરી આવેલા કરીના કપૂરે બૉલીવુડમાં પોતાનું કૅરિયર રિફ્યુજી ફિલ્મ સાથે શરૂ કર્યુ હતું, તો તેમની છેલ્લી ફિલ્મ સિંઘમ રિટર્ન્સ ગત માસે જ રિલીઝ થઈ હતી.

રાજ કપૂરના પૌત્રી તથા રણધીર કપૂર અને બબિતાના પુત્રી કરીના કપૂરનો આખો પરિવાર ફિલ્મ સાથે સંકળાયેલુ રહ્યું છે. તેમના ભાઈ રણબીર કપૂર હાલ બૉલીવુડમાં ટોચના અભિનેતા છે, તો પતિ છોટે નવાબ પણ બૉલીવુડમાં સફળ અભિનેતા છે. કરીના કપૂર ગત વર્ષે જન્મ દિવસ પ્રસંગે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતાં. તેમના લગ્ન 17મી ઑક્ટોબર, 2012ના રોજ સૈફ અલી ખાન સાથે થયા હતાં. એટલે સ્વાભાવિક છે કે બેબો પહેલી વાર પતિ સાથે પોતાનો જન્મ દિવસ ઉજવશે.

કરીના કપૂરની પ્રથમ ફિલ્મ રિફ્યુજી (2000) અભિષેક બચ્ચન સાથે હતી કે જેમાં તેઓના પાત્રનું નામ નાઝનીન ઉર્ફે નાઝ હતું. પોતાના તેર વર્ષના કૅરિયરમાં કરીનાએ અનેક સફળ ફિલ્મો આપી છે. તેમની છેલ્લી ફિલ્મ સત્યાગ્રહ ગત ઑગસ્ટમાં રિલીઝ થઈ હતી કે જેમાં તેમનું નામ યાસ્મીન છે. એમ તો કરીના કપૂર હાલ પોતાની આવનાર ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં અંગે પણ ચર્ચામાં છે.

આવો તસવીરો સાથે માણીએ કરીના કપૂરની નાઝનીનથી યાસ્મીન સુધીની સફર :

રિફ્યુજી

રિફ્યુજી

જે. પી. દત્તાની ફિલ્મ રિફ્યુજી સાથે કરીના કપૂરે 2000માં બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું. અભિષેક બચ્ચને પણ આ ફિલ્મ સાથે કૅરિયરની શરુઆત કરી હતી. ફિલ્મમાં જૅકી શ્રૉફ, સુનીલ શેટ્ટી તથા અનુપમ ખેર પણ હતાં. જોકે આ ફિલ્મ સફળ નહોતી થઈ.

મુઝે કુછ કહના હૈ

મુઝે કુછ કહના હૈ

વાસુ ભાગનાની નિર્મિત તથા સતીશ કૌશિક દિગ્દર્શિત ફિલ્મ મુઝે કુછ કહના હૈ 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા તુષાર કપૂરે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. કરીનાની આ બીજી ફિલ્મ હતી. મુઝે કુછ કહના હૈ ફિલ્મ 1998માં આવેલી તેલુગુ ફિલ્મ થોલી પ્રેમાની રીમેક હતી. મુઝે કુછ કહના હૈ 25મી મે, 2001ના રોજ રિલીઝ થઈ હતી અને તે હિટ રહી હતી.

યાદેં

યાદેં

સુભાષ દિગ્દર્શિત યાદેં ફિલ્મ 2001માં આવેલી કરીનાની ત્રીજી ફિલ્મ હતી. હૃતિક રોશન હીરો હતાં. તેનું શૂટિંગ ભારત ઉપરાંત મલેશિયા અને યૂકેમાં થયુ હતું.

અજનબી

અજનબી

વિજય ગલાણી નિર્મિત તથા અબ્બાસ-મસ્તાન દિગ્દર્શિત અજનબી ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી. તેમાં કરીના સાથે અક્ષય કુમાર, બૉબી દેઓલ, બિપિશા બાસુ, જ્હૉની લીવર, દિલીપ તાહિલ, નરેન્દ્ર બેદી અને શરત સક્સેના પણ હતાં.

અશોકા

અશોકા

અશોકા એક ઐતિહાસિક ફિલ્મ હતી કે જેમાં કરીના કપૂર પ્રથમ વાર શાહરુખ ખાન સાથે દેખાયા હતાં. 2001માં આવેલી આ ફિલ્મનું દિગ્દર્શન સંતોષ સિવાને કર્યુ હતું. ફિલ્મમાં કરીનાએ કૌર્વાકીનો રોલ કર્યો હતો કે જે કલિંગાના રાજકુમારી હતાં.

કભી ખુશી કભી ગમ

કભી ખુશી કભી ગમ

કે3જી નામે જાણીતી થયેલી ફિલ્મ કભી ખુશી કભી ગમમાં કરીનાએ પહેલી વાર અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું. 2001માં આવેલી આ ફિલ્મમાં શાહરુખ ખાન, હૃતિક રોશન, ઐશ્વર્યા રાય, કાજોલ અને જયા બચ્ચન જેવા મોટા સ્ટાર્સ હતાં. ફિલ્મ હિટ રહી હતી. ફિલ્મનું નિર્માણ યશ જૌહરે કર્યુ હતું, જ્યારે તેમના પુત્ર કરણ જૌહરે દિગ્દર્શન કર્યુ હતું.

મુઝસે દોસ્તી કરોગે

મુઝસે દોસ્તી કરોગે

2002માં આવેલી કુણાલ કોહલી દિગ્દર્શિત તથા આદિત્ય ચોપરા-યશ ચોપરા નિર્મિત મુઝસે દોસ્તી કરોગે ફિલ્મમાં કરીનાએ હૃતિક રોશન અને રાણી મુખર્જી સાથે સ્ક્રીન શૅર કરી હતી. આ એક રોમાંટિક ડ્રામા ફિલ્મ હતી.

જીના સિર્ફ મેરે લિયે

જીના સિર્ફ મેરે લિયે

તલત જાની દિગ્દર્શિત તથા વાસુ ભાગનાની નિર્મિત જીના સિર્ફ મેરે લિયે ફિલ્મ 2002માં રિલીઝ થઈ હતી અને તુષાર કપૂર કરીનાના હીરો હતાં.

તલાશ : ધ હંટ બિગીન્સ

તલાશ : ધ હંટ બિગીન્સ

અક્ષય કુમાર સાથે કરીનાની આ પ્રથમ ફિલ્મ હતી. તલાશ ધ હંટ બિગીન્સનું દિગ્દર્શન સુનીલ દર્શન અને નિર્માણ પહેલાજ નિહલાણીએ કર્યુ હતું.

ખુશી

ખુશી

ફરદીન ખાન સાથે કરીનાની ફિલ્મ ખુશી 7મી ફેબ્રુઆરી, 2003ના રોજ રિલીઝ થઈ હતી. નરસિંહા એંટરપ્રાઇઝના બૅનર હેઠળ બોની કપૂર નિર્મિત તથા એસ જે સૂર્યા દિગ્દર્શિત આ ફિલ્મમાં સંગીત અન્નુ મલિકે આપ્યુ હતું.

મૈં પ્રેમ કી દીવાની હૂં

મૈં પ્રેમ કી દીવાની હૂં

રાજશ્રી પ્રોડક્શન હેઠળ સૂરજ બરજાત્યા દિગ્દર્શિત મૈં પ્રેમ કી દીવાની હૂં ફિલ્મમાં કરીના કપૂર, હૃતિક રોશન તથા અભિષેક બચ્ચન હતાં. આ ફિલ્મ 1976માં આવેલી ચિત્તચોર ફિલ્મની રીમેક હતી.

એલઓસી કારગિલ

એલઓસી કારગિલ

કારગિલ યુદ્ધ પર આધારિત એલઓસી કારગિલમાં કરીનાએ અનેક બૉલીવુડ સ્ટાર્સ સાથે કામ કરવાની તક ઝડપી. જે. પી. દત્તા સાથે કરીનાની આ બીજી ફિલ્મ હતી.

ચમેલી

ચમેલી

ચમેલી ફિલ્મ 9મી જાન્યુઆરી, 2004ના રોજ રિલીઝ થઈ હતી. અનંત બાલાણી દિગ્દર્શિત ફિલ્મમાં કરીના ઉપરાંત રાહુલ બોસ હતાં. અધવચ્ચે અનંત બાલાણીનું નિધન થઈ જતાં બાકીનું દિગ્દર્શન સુધીર મિશ્રાએ કર્યુ હતું. સમીક્ષાઓએ ફિલ્મના ખૂબ વખાણ કર્યા હતાં.

યુવા

યુવા

મણિરત્નમની ફિલ્મ યુવા 2004માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શિક્ષિત યુવાનોની વાર્તા હતી. ફિલ્મમાં કરીના ઉપરાંત એશા દેઓલ, રાણી મુખર્જી, અજય દેવગણ, અભિષેક બચ્ચન અને વિવેક ઓબેરૉય હતાં.

દેવ

દેવ

ગોવિંદ નિહલાણી દિગ્દર્શિત દેવ 2004માં આવી હતી. આ ફિલ્મ માટે કરીનાએ બેસ્ટ એક્ટ્રેસ તરીકે ફિલ્મફૅર ક્રિટિક્સ ઍવૉર્ડ જીત્યો હતો.

ફિદા

ફિદા

સને 2004માં રિલીઝ થયેલી ફિદા ફિલ્મનું દિગ્દર્શન કેન ઘોષે કર્યુ હતું. કરીનાએ પ્રથમ વાર પોતાના તે વખતના બૉયફ્રેન્ડ શાહિદ કપૂર સાથે સ્ક્રીન શૅર કરી હતી. ફિલ્મમાં ફરદીન ખાન અને કિમ શર્મા પણ હતાં. ફિલ્મ ફ્લૉપ રહી હતી.

ઐતરાઝ

ઐતરાઝ

અબ્બાસ-મસ્તાન દિગ્દર્શિત 2004માં આવેલી ઐતરાઝમાં કરીના સાથે પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર હતાં. આ ફિલ્મમાં વિલનનો રોલ કરવા બદલે પ્રિયંકાને બેસ્ટ વિલનનો ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો.

હલચલ

હલચલ

મલયાલમ ફિલ્મ ગૉડફાધરની રીમેક હલચલ 2004માં આવી હતી. આ કૉમેડી ફિલ્મમાં કરીના ઉપરાંત ઘણા સ્ટાર્સ હતાં. તેમાં અક્ષય ખન્ના, અરશદ વારસી, સુનીલ શેટ્ટી, અમરીશ પુરી, પરેશ રાવલ, જૅકી શ્રૉફ, અરબાઝ ખાન, શક્તિ કપૂર, ફરહા નાઝ તથા લક્ષ્મીનો સમાવેશ થાય છે. ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન હતાં.

બેવફા

બેવફા

અક્ષય કુમાર સાથેની કરીનાની આ ફિલ્મ 2005માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અનિલ કપૂર, સુષ્મિતા સેન, શમિતા શેટ્ટી, મનોજ બાજપાઈ અને કબીર બેદી પણ હતાં. ફિલ્મનું દિગ્દર્શન ધર્મેશ દર્શને કર્યુ હતું કે જેઓ અગાઉ રાજા હિન્દુસ્તાની અને ધડકન જેવી સફળ ફિલ્મો આપી ચુક્યા હતાં.

ક્યોં કિ

ક્યોં કિ

પ્રિયદર્શન દિગ્દર્શિત ક્યોં કિ ફિલ્મમાં પહેલી વાર કરીનાએ સલમાન ખાન સાથે કામ કર્યું. ફિલ્મમાં રીમી સેન, જૅકી શ્રૉફ તથા સુનીલ શેટ્ટી પણ હતાં. ક્યોં કિ 1986માં આવેલી મલયાલમ ફિલ્મ થલવટ્ટમની રીમેક હતી.

દોસ્તી : ફ્રેન્ડ્સ ફૉરેવર

દોસ્તી : ફ્રેન્ડ્સ ફૉરેવર

દોસ્તી : ફ્રેન્ડ્સ ફૉરેવર 2005માં આવેલી રોમાંસ આધારિત ફિલ્મ હતી. સુનીલ દર્શન દિગ્દર્શિત ફિલ્મમાં કરીના ઉપરાંત અક્ષય કુમાર અને બૉબી દેઓલ હતાં. ફિલ્મમાં લારા દત્તા અને જુહી ચાવલા પણ હતાં.

36 ચાઇના ટાઉન

36 ચાઇના ટાઉન

અબ્બાસ-મસ્તાન દિગ્દર્શિત મર્ડર મિસ્ટ્રી 36 ચાઇના ટાઉન 2006માં આવી હતી. આ ફિલ્મ 1992માં આવેલી વન્સ અપૉન ઍ ક્રાઇમની ઉઠાંતરી હતી.

ચુપ ચુપ કે

ચુપ ચુપ કે

ચુપ ચુપ કે 2006માં આવી હતી. પ્રિયદર્શન દિગ્દર્શિત આ ફિલ્મનું મૂળ શીર્ષક ખટ્ટા મીઠા હતું. ચુપ ચુપ કે મલયાલમ ફિલ્મ પંજાબી હાઉસ (1998)ની કૉપી હતી. ચુપ ચુપ કેમાં કરીના કપૂર અને શાહિદ કપૂર હતાં. બંનેની આ ત્રીજી ફિલ્મ હતી. ફિલ્મમાં નેહા ધુપિયા, પરેશ રાવલ, રાજપાલ યાદવ, શક્તિ કપૂર, ઓમ પુરી તથા અનુપમ ખેર પણ હતાં.

ઓમકારા

ઓમકારા

વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત અને સહ-લિખિત ઓમકારા ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ શેક્સપીયરની ઓથેલોની ઉઠાંતરી હતી. કરીનાની પોતાના પતિ સૈફ સાથે આ પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મમાં અજય દેવગણ, વિવેક ઓબેરૉય, નસીરુદ્દીન શાહ, કોંકણા સેન શર્મા તથા બિપાશા બાસુ પણ હતાં.

ડૉન

ડૉન

ડૉન કે જે ડૉન : ધ ચેઝ બિગીન્સ અગેન નામે પણ જાણીતી થઈ હતી. ડૉન 2006માં આવી હતી. ફરહાન અખ્તર દિગ્દર્શિત અને રીતેશ સિધવાણી દિગ્દર્શિત આ ફિલ્મમાં કરીના સાથે શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, અર્જુન રામપાલ, બોમન ઈરાની, ઈશા કોપીકર તથા ઓમ પુરી પણ હતાં. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની ડૉનની રીમેક હતી.

ક્યા લવ સ્ટોરી હૈ

ક્યા લવ સ્ટોરી હૈ

આયેશા ટાકિયા તથા તુષાર કપૂરના લીડ રોલ ધરાવતી ક્યા લવ સ્ટોરી હૈ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી. નવોદિત લવલી સિંહ દિગ્દર્શિત અને એડલૅબ્સ ફિલ્મ્સ એન્ડ વી આર એન્ટરટેનર્સ નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન ખાતે થયુ હતું.

જબ વી મેટ

જબ વી મેટ

જબ વી મેટ એક રોમાંટિક કૉમેડી ફિલ્મ હતી. 2007માં આવેલી આ ફિલ્મનું દિગ્દર્શન અને લેખન ઇમ્તિયાઝ અલીએ કર્યુ હતું. ધિલ્લિન મહેતા નિર્મિત ફિલ્મમાં ચોથી વાર શાહિદ-કરીનાની જોડી દેખાઈ હતી.

ટશન

ટશન

એક્શન ફિલ્મ ટશનમાં અક્ષય કુમાર, સૈફ અલી ખાન, કરીના કપૂર અને અનિલ કપૂર હતાં. ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરા તથા યશ ચોપરાએ કર્યુ હતું. 25મી એપ્રિલ, 2008ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ટશનનું દિગ્દર્શન નવાગંતુક વિજય કૃષ્ણ આચાર્યે કર્યુ હતું.

ગોલમાલ રિટર્ન્સ

ગોલમાલ રિટર્ન્સ

રોહિત શેટ્ટી દિગ્દર્શિત ગોલમાલ રિટર્ન્સ 2008માં આવી હતી. 2006માં આવેલી ગોલમાલ : ફન અનલિમિટેડની સિક્વલ ગોલમાલ રિટર્ન્સમાં કરીના કપૂર સાથે અજય દેવગણ, તુષાર કપૂર, અરશદ વારસી, શ્રેયસ તળપદે હતાં.

બિલ્લુ

બિલ્લુ

ઇરફાન ખાન અને લારા દત્તાની આ ફિલ્મ બિલ્લુમાં શાહરુખ ખાન, ઓમ પુરી, રાજપાલ યાદવ અને અસરાની સપોર્ટિંગ રોલમાં હતાં. કરીના કપૂર, દીપિકા પાદુકોણે તથા પ્રિયંકા ચોપરાએ મહેમાન કલાકાર તરીકે આયટમ નંબર્સ કર્યા હતાં.

કમ્બખ્ત ઇશ્ક

કમ્બખ્ત ઇશ્ક

સબ્બીર ખાન દિગ્દર્શિત તથા સાજિદ નડિયાદવાલા નિર્મિત કમ્બખ્ત ઇશ્ક તામિળ ફિલ્મ પમ્મલ કે. સંબંધમ પર આધારિત હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર, આફતાબ શિવદાસાણી તથા અમૃતા અરોરા હતાં.

મૈં ઔર મિસિસ ખન્ના

મૈં ઔર મિસિસ ખન્ના

મૈં ઔર મિસિસ ખન્નામાં કરીના સાથે સલમાન ખાન, સોહેલ ખાન, ડીનો મોરિયા, નૌહીલ, યશ ટોંક, બપ્પી લહીરી, પ્રીતિ ઝિંટા તથા દીપિકા પાદુકોણેએ સ્ક્રીન શૅર કરી હતી.

કુર્બાન

કુર્બાન

કરણ જૌહર નિર્મિત તથા રેનસિલ ડિસિલ્વા દિગ્દર્શિત કુર્બાન ફિલ્મ આતંકવાદ પર આધારિત હતી. ફિલ્મમાં કરીના ઉપરાંત સૈફ અલી ખાન, વિવેક ઓબેરૉય, દિયા મિર્ઝા, રુપિન્દર નાગરા, ઓમ પુરી તથા કિરણ ખેર પણ હતાં.

3 ઇડિયટ્સ

3 ઇડિયટ્સ

રાજકુમાર હીરાણી દિગ્દર્શિત તથા વિધુ વિનોદ ચોપરા નિર્મિત 3 ઇડિયટ્સ ફિલ્મ વ્યંગ્ય સાથે સંદેશ આપતી ફિલ્મ હતી. પહેલી વાર કરીનાએ આમિર ખાન સાથે કામ કર્યું. ફિલ્મમાં આર માધવન, શરમન જોશી, ઓમી વૈદ્ય, પરિક્ષીત સાહની તથા બોમન ઈરાની પણ હતાં.

મિલેંગે મિલેંગે

મિલેંગે મિલેંગે

શાહિદ-કરીનાની આ પાંચમી અને છેલ્લી ફિલ્મ હતી. 9મી જુલાઈ, 2010ના રોજ રિલીઝ થયેલી રોમાંટિક કૉમેડી ફિલ્મ મિલેંગે મિલેંગેનું દિગ્દર્શન સતીશ કૌશિકે કર્યુ હતું.

વી આર ફૅમિલી

વી આર ફૅમિલી

કૉમેડી-ડ્રામા ફિલ્મ વી આર ફૅમિલીનું દિગ્દર્શન સિદ્ધાર્થ મલ્હોત્રા તથા નિર્માણ કરણ જૌહરે કર્યુ હતું. ફિલ્મમાં કરીના ઉપરાંત કાજોલ, અર્જુન રામપાલ પણ હતાં. વી આર ફૅમિલી 1998માં આવેલી સ્ટેપમૉમ ફિલ્મની રીમેક હતી.

ગોલમાલ 3

ગોલમાલ 3

રોહિત શેટ્ટી દિગ્દર્શિત ગોલમાલ રિટર્ન્સની સિક્વલ ગોલમાલ 3માં કરીના ઉપરાંત અજય દેવગણ, અરશદ વારસી, તુષાર કપૂર અને શ્રેયસ તળપદે હતાં.

બૉડીગાર્ડ

બૉડીગાર્ડ

ઇન્ડિયન મસાલા ફિલ્મ બૉડીગાર્ડ 2011માં આવી હતી. અતુલ અગ્નિહોત્રી નિર્મિત બૉડીગાર્ડ ફિલ્મમાં કરીના કપૂર અને સલમાન ખાન લીડ રોલમાં હતાં.

રા.વન

રા.વન

સાઇંસ ફિક્શન સુપરહીરો ફિલ્મ રા.વન માં કરીના સાથે શાહરુખ ખાન, અરમાન વર્મા, અર્જુન રામપાલ, શબાના ગોસ્વામી તથા ટૉમ વુ હતાં. અનુભવ સિન્હા દિગ્દર્શિત તથા સહ-લિખિત 2011માં આવેલી રા.વનનું સહ-નિર્માણ ઇરોઝ ઇંટરનેશનલ તથા રેડ ચિલીઝ એંટરટેનમેંટે કર્યુ હતું.

એક મૈં ઔર એક તૂ

એક મૈં ઔર એક તૂ

રોમાંટિક કૉમેડી ફિલ્મ એક મૈં ઔર એક તૂ 2012માં આવી હતી. નવાગંતુક શકુન બત્રા લિખિત-દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ કરણ જૌહર તથા હીરૂ યશ જૌહરે કર્યુ હતું. ફિલ્મમાં કરીના સાથે પ્રથમ વાર ઇમરાન ખાન હતાં. ફિલ્મ ફ્લૉપ રહી હતી.

એજંટ વિનોદ

એજંટ વિનોદ

શ્રીરામ રાઘવન દિગ્દર્શિત એજંટ વિનોદ ફિલ્મ 2012માં આવી હતી. આ ફિલ્મ 1977માં આવેલી ફિલ્મ એજંટ વિનોદની નામ સાથે સીધી કૉપી હતી. ફિલ્માં કરીના સાથે સૈફ અલી ખાન હતાં.

હીરોઇન

હીરોઇન

મધુર ભંડારકર નિર્મિત-લિખિત-દિગ્દર્શિત હીરોઇન ફિલ્મ ગત વર્ષે કરીનાના જન્મ દિવસે જ રિલીઝ થઈ હતી. ફિલ્મ જોકે ખાસ સફળ નહોતી રહી, પણ કરીનાના અભિનયના વખાણ થયા હતાં. ફિલ્મમાં કરીના ઉપરાંત અર્જુન રામપાલ, રણદીપ હુડા તથા રાકેશ બાપટ હતાં.

દબંગ 2

દબંગ 2

દબંગની સિક્વલ દબંગ 2 ફિલ્મમાં લીડ રોલમાં તો સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા હતાં, પરંતુ કરીના પ્રથમ વાર સ્ક્રીન ઉપર આયટમ સૉંગ ચિપકા લે ફેવીકૉલ સે... કરતાં દેખાયા હતાં.

તલાશ

તલાશ

કરીના કપૂરે આમિર ખાન સાથે તલાશ ફિલ્મમાં પણ કામ કર્યુ હતું.

સત્યાગ્રહ

સત્યાગ્રહ

પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહમાં કરીના કપૂરે પત્રકારનો રોલ કર્યો હતો. આ ફિલ્મ ગત વર્ષ 30મી ઑગસ્ટે રિલીઝ થઈ હતી.

ગોરી તેરે પ્યાર મેં

ગોરી તેરે પ્યાર મેં

કરીના કપૂરે 2013માં જ ગોરી તેરે પ્યાર મેં ફિલ્મ પણ કરી હતી. ઇમરાન ખાન સાથેની આ ફિલ્મ સુપર ફ્લૉપ રહી હતી.

સિંઘમ રિટર્ન્સ

સિંઘમ રિટર્ન્સ

કરીના કપૂર માટે 2014 સારો રહ્યો છે. આ વર્ષે તેમની એકમાત્ર ફિલ્મ સિંઘમ રિટર્ન્સ રિલીઝ થઈ છે. ઑગસ્ટમાં રિલીઝ થયેલી આ ફિલ્મ સુપરહિટ રહી છે કે જેમાં અજય દેવગણ હતાં.

English summary
Bollywood actress Kareena Kapoor celebrated 34th birthday yesterday. She started her bollywood career with Refujee Movie in 2000. Her last movie was Singham Returns, which released last month August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X