સુચિત્રા સેનની હાલતમાં પહેલા કરતાં સુધારો

Posted By:
Subscribe to Oneindia News

કોલકાતા, 4 જાન્યુઆરી : વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી સુચિત્રા સેનની હાલત પહેલા કરતા બહેતર છે. ઘણા દિવસથી અસ્વસ્થ સુચિત્રા કોલકાતા ખાતેના એક નર્સિંગ હોમમાં સારવાર લઈ રહ્યાં છે. ગઈકાલે રાત્રે તેમની હાલત બગડતા તેમને નૉન-ઇનવેસિવ વેંટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતાં. આ માહિતી સુચિત્રાના દોહિત્રી અને અભિનેત્રી રાયમા સેને આપી.

suchitra-sen
રાયમાએ શનિવારે ટ્વીટ કર્યું - મારા નાની બહેલા કરતા બહેતર છે. આપની પ્રાર્થનાઓ બદલ આભાર... દુઆઓ કરતા રહો. ફેફસામાં ઇન્ફેક્શનથી પીડાતાં 82 વર્ષીય આંધી ફૅમ અભિનેત્રી સુચિત્રા સેનની સારવાર ગત 23મી ડિસેમ્બરથી બેલે વ્યૂ ક્લિનિક ખાતે ચાલી રહી છે. ગત 28મી ડિસેમ્બરે રાત્રે અચાનક હાલત બગડતા તેમને સંકટ નિવારણ એકમ (સીસીયૂ)માં શિફ્ટ કરવામાં આવ્યા હતાં.

સુચિત્રા સેનને દીપ જ્વલે જાઇ તથા ઉત્તર ફાલ્ગુની જેવી બંગાળી ફિલ્મોમાં તેમના અભિનય માટે ઓળખવામાં આવે છે. તેઓ હિન્દી ફિલ્મો આંધી, દેવદાસ, બંબઈ કા બાબૂ તથા મમતામાં પણ કામ કરી ચુક્યાં છે. તેમણે 1963માં મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં સાત પાકે બાંધા ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું પુરસ્કાર જીત્યુહતું. સુચિત્રા સેન અભિનેત્રી મુનમુન સેનના માતા છે. સુચિત્રાએ 1978માં અભિનયમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેઓ બહુ ઓછા લોકોને મળે છે કે જેમાં તેમના પુત્રી મુનમુન તથા દોહિત્રીઓ રાયમા તેમજ રિયા સેનનો સમાવેશ થાય છે.

English summary
Iconic Bengali actress Suchitra Sen, who was put on non-invasive ventilator support after her condition deteriorated Friday night, is better, says her granddaughter Raima Sen.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.