For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શું આ યોગ્ય છે મોદીજી...' દર વખતે એરપોર્ટ સિક્યોરિટી દ્વારા રોકવા પર છલકાયુ સુધા ચંદ્રનનુ દર્દ

સુધા ચંદ્રનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણો તેણે શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટેલીવિઝન અને ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 56 વર્ષીય અભિનેત્રી સુધા ચંદ્રને અમુક વર્ષો પહેલા એક માર્ગ અકસ્માતમાં પોતાનો પગ ગુમાવી દીધો હતો. ત્યારબાદથી સુધા આર્ટિફિશિયલ લિંબ(કૃત્રિમ પગ)ના સહારે ચાલે છે. આના કારણે સુધાને દર વખતે એરપોર્ટ સિક્યોરિટીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પોતાના હાલના જ એક વીડિયોમાં આ મુશ્કેલીને લઈને સુધા ચંદ્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક વિનંતી કરી છે. સુધા ચંદ્રને પીએમ નરેન્દ્ર મોદીને સીનિયર સિટીઝન માટે એક કાર્ડ જાહેર કરવાની અપીલ કરી છે. જેથી તેમને એરપોર્ટથી આવવા-જવામાં આટલી મુશ્કેલીનો સામનો ના કરવો પડે.

'પ્રિય પ્રધાનમંત્રી મોદીજી, હું એ જણાવવા માંગુ છુ...'

'પ્રિય પ્રધાનમંત્રી મોદીજી, હું એ જણાવવા માંગુ છુ...'

પ્રસિદ્ધ ભરતનાટ્યમ નૃત્યાંગના સુધા ચંદ્રને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યુ છે, 'ગુડ ઈવનિંગ, હું જે કહેવા જઈ રહુ છુ, તે એક ખૂબ જ પર્સનલ નોટ છે. હું આપણા પ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જણાવવા માંગુ છુ અને મારી કેન્દ્ર સરકારને એક અપીલ પણ છે. હું સુધા ચંદ્રન છુ, એક અભિનેત્રી અને વ્યવસાયે ડાંસર છુ. મે આર્ટિફિશિયલ લિંબ(કૃત્રિમ અંગ પગ)ના સહારે ડાંસ કરીને ઈતિહાસ બનાવ્યો છે અને મારા દેશને મારા પર ખૂબ ગર્વ છે. પરંતુ દર વખતે જ્યારે હું કોઈ વ્યવસાયે કામ માટે હવાઈ ઉડાન માટે જઉ છુ તો એરપોર્ટ પર મને રોકી દેવામાં આવે છે.'

'એરપોર્ટ પર મારે દર વખતે કૃત્રિમ અંગને હટાવીને બતાવવાનો હોય છે'

'એરપોર્ટ પર મારે દર વખતે કૃત્રિમ અંગને હટાવીને બતાવવાનો હોય છે'

સુધા ચંદ્રને આગળ કહ્યુ, 'જ્યારે પણ મને સિક્યોરિટી તપાસ માટે એરપોર્ટ પર રોકવામાં આવે છે ત્યારે હું સીઆઈએસએફ અધિકારીઓન અનુરોધ કરુ છુ કે કૃપા કરીને મારા કૃત્રિમ અંગ માટે એક ઈટીડી(વિસ્ફોટક ટ્રેસ ડિટેક્ટર)નો ઉપયોગ કરે. પરંતુ તેમછતાં પણ મને મારા કૃત્રિમ અંગને હટાવીને બતાવવા માટે દર વખતે કહેવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ કષ્ટદાયી છે.'

'શું આ દર વખતે સંભવ છે મોદીજી...'

'શું આ દર વખતે સંભવ છે મોદીજી...'

સુધા ચંદ્રને વીડિયોના અંતે કહ્યુ છે, 'શું આ માનવીય રીતે દર વખતે સંભવ છે, મોદીજી? શું આ જ આપણો દેશ છે? શું આપણો દેશ આ વિશે વાત કરી રહ્યો છે? શું આ એ સમ્માન છે જે એક મહિલા આપણા સમાજમાં બીજી મહિલાને આપે છે? મોદીજીને મારી નમ્ર અનુરોધ છે કે કૃપા કરીને વરિષ્ઠ નાગરિકોને એક એવુ કાર્ડ આપો, જેમાં લખ્યુ હોય કે તે વરિષ્ઠ નાગરિક છે.'

English summary
Sudhaa Chandran request to PM Narendra Modi being stopped at airport for prosthetic limb.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X