એસએસટીજીમાં સન્ની કરશે અસામાન્ય અને અદ્ભુત એક્શન!
મુંબઈ, 5 જુલાઈ : ફિલ્મ નિર્માતા અનિલ શર્માનું કહેવું છે કે તેઓ સન્ની દેઓલ સાથે સિંહ સાહબ ધ ગ્રેટ એટલે કે એસએસટીજી ફિલ્મના છેલ્લા એક્શન દૃશ્યના શૂટિંગ માટે બિલ્કુલ તૈયાર છે.

અનિલે એક વાતચીતમાં જણાવ્યું - સન્નીનું એક્શન દૃશ્ય શૂટ કરવાનું બાકી રહ્યું છે. તેના છેલ્લા તબક્કાનું શૂટિંગ મુંબઈ ખાતે થશે કે જે 22મી જુલાઈ સુધી પૂર્ણ થઈ જશે. આ સન્નીનું અસામાન્ય અને અદ્ભુત એક્શન દૃશ્ય હશે. તેમણે જણાવ્યું કે સિંહ સાહબ ધ ગ્રેટ બહુ જ સારી બની છે અને અમે તેને દશેરાના દિવસે રિલીઝ કરીશું.
અનિલ શર્મા લાંબી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે અને તેમનું કહેવું છે કે મોટાભાગની સફળ ફિલ્મો લાંબી જ હોય છે. તેમણે જણાવ્યું - જો કોઈ ફિલ્મ દર્શકોને ત્રણ કલાક જકડી રાખી શકે, ત્યારે જ તે સફળ થાય છે. જો આપ ઇતિહાસમાં જોશો, તો મુઘલ-એ-આઝમ અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સહિત તમામ લાંબી ફિલ્મો સફળ સાબિત થઈ છે. સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મના નાયિકા ઉર્વશી રાઉતેલા છે.
સન્ની દેઓલ તાજેતરમાં જ યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં ધર્મેન્દ્ર તથા બૉબી દેઓલ સાથે દેખાયા હતાં. તેમની આગામી ફિલ્મોમાં આઈ લવ એનવાય તથા મોહલ્લા અસ્સીનો પણ સમાવેશ થાય છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
