Pics : વાયપીડી 2નું ટ્રેલર લૉન્ચ, સન્નીના પત્ની-પુત્ર પણ સક્રિય!
મુંબઈ, 29 માર્ચ : બૉલીવુડ અભિનેતા સન્ની દેઓલની આવનાર ફિલ્મ યમલા પગલા દીવાના 2 દ્વારા સન્નીના પત્ની લિન્ડા તથા પુત્ર કરણ દેઓલ પણ ફિલ્મ ક્ષેત્રે જુદા-જુદા ભૂમિકામાં પ્રવેશ કરી રહ્યાં છે. યમલા પગલા દીવાનાની સિક્વલ યમલા પગલા દીવાના 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે.
સન્ની દેઓલના પિતા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રે જણાવ્યું - મારા વહુ લિન્ડા એટલે કે સન્નીના પત્ની વાયપીડી 2ના નિર્માણમાં સહભાગી થયાં છે. સન્ની દેઓલે જણાવ્યું - લિન્ડાએ લેખન ક્ષેત્રે ફાળો આપ્યો છે. તેમણે વિવિધ આઇડિયા આપ્યાં છે. ફિલ્મની વાર્તા અમેરિકી મંદી ઉપર આધારિત છે. લિન્ડાએ જ આ વિષય સુચવ્યો અને અમારા લેખકોએ તે વિષય ઉપર પટકથા લખી.
સન્નીના પુત્ર કરણ દેઓલ આ ફિલ્મ સાથે જ ફિલ્મ ક્ષેત્રના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી રહ્યાં છે. ધર્મેન્દ્ર નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શનમાં કરણ સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી રહ્યાં છે.
સન્ની દેઓલે જણાવ્યું - કરણ યુવાન છે તથા અનુભવોનો અભ્યાસ અને તેને એન્જૉય કરી રહ્યો છે. તે આ ફિલ્મમાં સહાય કરી રહ્યો છે. કરણ દેઓલ એક્ટિંગ ક્ષેત્રે આવતા વર્ષે હાથ અજમાવશે. વાયપીડી 2માં કરણે એક ગીતની કેટલીક પંક્તિઓ ગાઈ છે. આ ગીત રેમો ડિસૂઝાએ કોરિયોગ્રાફ કર્યું છે.
આવો જોઇએ વાયપીડી 2 ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગની તસવીરો.

વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ
યમલા પગલા દીવાનાની સિક્વલ યમલા પગવા દીવાના 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. બાયોસ્કૉપમાં ટ્રેલર જોતાં ધર્મેન્દ્ર.

વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ
બાયોસ્કૉપમાં વાયપીડી 2નું ટ્રેલર જોતાં ધર્મેન્દ્ર.

વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ
વાયપીડી 2ના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે ધર્મેન્દ્ર, સન્ની દેઓલ તથા બૉબી દેઓલ.

વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ
વાયપીડી 2ના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જ્હૉની લીવર, ધર્મેન્દ્ર, ક્રિસ્ટીના અખીવા, સન્ની દેઓલ, નેહા શર્મા તથા બૉબી દેઓલ.

વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ
વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર જોતાં ક્રિસ્ટીના અખીવા.

વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ
વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર જોતાં નેહા શર્મા.

વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ
વાયપીડી 2 ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે ક્રિસ્ટીના અખીવા તથા નેહા શર્મા.

વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ
વાયપીડી 2 ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે સન્ની દેઓલ, ધર્મેન્દ્ર તથા બૉબી દેઓલ.

વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ
આ છે કરણ દેઓલ. સન્ની દેઓલના પુત્ર કરણ વાયપીડી 2માં દિગ્દર્શન ક્ષેત્રે સહાય કરી રહ્યાં છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
