For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસને ટક્કર આપશે સન્નીનો 'ઢાઇ કિલો'નો હાથ

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 22 ઑગસ્ટઃ લોકસભા ચૂંટણીને લઇને રાજકિય પાર્ટીઓમાં હલચલ શરૂ થઇ ગઇ છે. પાર્ટીઓએ ચૂંટણી ટીકિટની વહેચણીને લઇને પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજકીય પાર્ટીઓ ચર્ચિત ચહેરાઓને ટીકિટ વેંચીને વધુંમાં વધું બેઠક હાંસલ કરવા માગે છે. શિરોમણી અકાલી દળે પણ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિરોમણી અકાલી દળે બૉલીવુડ અભિનેતા સન્ની દેઓલને ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, પિતા ધર્મેન્દ્રના પગલે બૉલીવુડ અભિનેતા સન્ની દેઓલ પણ રાજકીય અખાડામાં પોતાની કિસ્મત અજાવવી શકે છે. ફિલ્મોમાં એક્શન હિરો તરીકે જાણીતા બનેલા સન્ની દેઓલ હવે રાજકારણમાં ઉતરીને વિરોધીઓને માત આપવાના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શિરોમણી અકાલી દળની ટીકિટ પર સન્ની દેઓલ લુધિયાણાથી ચૂંટણી લડી શકે છે. જો એવું થશે તો સન્નીનો સામનો કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી મનીષ તિવારી સાથે થશે.

sunny-deol
કોંગ્રેસ વિરુદ્ધ અભિનેતા સન્ની દેઓલને ઉભો રાખીને શિરોમણી અકાલી દળ આ બેઠક પોતાના નામે કરવા માગે છે. જો કે, આ સમાચારને લઇને હજુ કોઇ અધિકૃત સૂચના મળી નથી, પરંતુ કયાસો લગાવવામાં આવી રહ્યાં છે કે, એક્શન ફિલ્મના સુપર હિરો હવે રાજકિય અખાડામાં પોતાનું કિસ્મત અજમાવશે. ફિલ્મોમાં એક્શનનો તડકો લગાવીને લોકોના દિલ પર રાજ કરનાર સન્ની દેઓલ હવે રાજકારણમાં એક્શન કરતો જોવા મળશે. જો સન્ની દેઓલ શિરોમણી અકાલી દળની ટીકિટ પર લુધિયાણાથી ચૂંટણી લડે છે તો તેમણે કોંગ્રેસના કદાવર નેતા અને સૂચના પ્રસારણ મંત્રી મનીષ તિવારીનો સ્પષ્ટપણે સામનો કરવો પડશે.

નોંધનીય છે કે, આ પહેલા સન્ની દેઓલના પિતા અને બૉલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર પણ ચૂંટણી લડી ચૂક્યા છે. તેમણે ભાજપની ટીકિટ પર ચૂંટણી લડી છે. તે ભાજપની બેઠક પર 2004માં રાજસ્થાનના બીકાનેરમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી. જો કે, સંસદીય ક્ષેત્રથી સતત દૂર રહેવાના કારણે તેમને ઘણી નારાજગી સહન કરવી પડી હતી. 2009માં તેમણે ચૂંટણી લડી નહોતી.

English summary
Film actor Sunny Deol will contest in Loksabha election in 2014 from Ludhiana. He is ready to join Akali dal and fight against congress leader Manish Tiwari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X