For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સન્નીના ઘરે નહીં મળે ખાંડનો ડબ્બો... પણ કેમ?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 જાન્યુઆરી : એડલ્ટ ફિલ્મોથી કલર્સના બિગ બૉસ અને પછી મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 દ્વારા બૉલીવુડમાં પોતાનું કૅરિયર શરૂ કરનાર એક્ટ્રેસ સન્ની લિયોનનું કહેવું છે કે તેમને ગળ્યુ બહુ ગમે છે. તેઓ પોતાની ચામાં પણ વધુ ખાંડ પસંદ કરે છે, પરંતુ પોતાની ડાયેટ અને હેલ્થને ધ્યાને લઈ તેઓ ગળ્યું ખાવાનું ટાળે છે.

સન્ની લિયોને તાજેતરમાં જ યૂટીવી સ્ટારના એક શો બ્રેકફાસ્ટ ટુ ડિનર દરમિયાન આ માહિતી આપી. જ્યારે શોના એંકરે સન્નીને પૂછ્યું કે તેમને ખાવમાં સૌથી વધુ શું ગમે છે, તો સન્ની લિયોને જણાવ્યું કે તેમને ગળ્યુ બહુ ગમે છે, પણ તેઓ પ્રયત્ન કરે છે કે ગળ્યું ઓછામાં ઓછું ખાય. સન્ની લિયોને એમ પણ જણાવ્યું કે તેઓ ચામાં ખાંડ બહુ વધુ માત્રામાં નાંખીને પીવાનું પસંદ કરે છે, પરંતુ ડાયેટ અને હેલ્થના ભયે તેમણે પોતાના ઘરમાં ખાંડનો ડબ્બો જ રાખવો બંધ કરી દીધો છે.

આવો તસવીરો સાથે જાણીએ સન્ની લિયોન વધુમાં શું કહે છે?

શોમાં ખોલ્યા રહસ્ય

શોમાં ખોલ્યા રહસ્ય

સન્ની લિયોને તાજેતરમાં જ યૂટીવી સ્ટારના એક શો બ્રેકફાસ્ટ ટુ ડિનર દરમિયાન પોતાની ડાયેટ અને ફિટનેસ અંગે કેટલાંક રહસ્યો ખોલ્યા હતાં.

પોતાને રોકી નથી શકતાં

પોતાને રોકી નથી શકતાં

સન્ની લિયોને જણાવ્યું કે જ્યારે પણ ઘરમાં ખાંડ હોય છે, તો તેઓ પોતાની જાતને રોકી નથી શકતાં.

ખાંડ જ ગાયબ

ખાંડ જ ગાયબ

તેથી સન્ની લિયોને પોતાના ઘરમાં ખાંડ નહીં રાખવાનું નક્કી કર્યું છે. ખાંડ હશે જ નહીં, તો ખાશે કઈ રીતે.

સુગર ફ્રી પસંદ નથી

સુગર ફ્રી પસંદ નથી

સન્ની લિયોનને સુગર ફ્રી પણ પસંદ નથી, પરંતુ ડાયેટના પગલે તેઓ સુગર ફ્રીથી કામ ચલાવી લે છે.

ગિટારનો શોખ

ગિટારનો શોખ

સન્ની લિયોનને ગિટાર વગાડવાનો પણ શોખ છે અને તેઓ બહુ સારૂં ગિટાર વગાડી લે છે. તેમણે શો દરમિયાન ગિટાર વગાડીને પણ બતાવ્યું.

English summary
Sunny Leone says that she loves Sweet. Sunny during one show said she likes more sugar in tea, but jut to hold herself she stopped keeping sugar at her home. Sunny also played guitar during the show.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X