જિસ્મ 2 ન ચાલી તો શું, રાગિણી એમએમએસ 2 બાકી છે !
મુંબઈ, 18 ડિસેમ્બર : થોડાંક વખત અગાઉ એમ કહેવાતું હતું કે કોઈ નવા અભિનેતા કે અભિનેત્રીની પ્રથમ ફિલ્મ જ બૉલીવુડમાં તેના ભાગ્યનો ફેંસલો કરી દેતી હોય છે. અનેક વાર તો પ્રથમ ફિલ્મ ફ્લૉપ થયા બાદ અનેક એક્ટર ગાયબ જ થઈ જતા હતાં, પરંતુ હવે એવું નથી. હવે અનેક અભિનેતા-અભિનેત્રીઓ ત્યાં સુધી પોતાને ઇન્ડસ્ટ્રીમાં સફળ કરવાના પ્રયત્નો કરતાં રહે છે કે જ્યાં સુધી તેઓ હિટ ન થઈ જાય. આમાં જ સમાવેશ થાય છે સન્ની લિયોનનો.

જિસ્મ 2 દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર પોર્ન સ્ટાર સન્ની લિયોને પોતાની પ્રથમ ફિલ્મ દ્વારા કમાણી તો કરી, પરંતુ તેમની એક્ટિંગ લાઇમલાઇટમાં ન આવ શકી. માત્ર તેમના જિસ્મને જોવાના પગલે લોકો થિયેટરોમાં ગયાં અને ફિલ્મનો સફળ શ્રેણીમાં સમાવેશ કરાયો. હવે સન્ની લિયોન ફરી એક વાર એક મોટી પ્રોડક્શન કમ્પની સાથે મળી રાગિણી એમએમએસ 2 ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. સન્ની લિયોન પોતાની આ ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે અને પોતાનો આ ઉત્સાહ તેમણે ટ્વિટર ઍકાઉંટ વડે પોતાના ફૅન્સ સાથે શૅર કર્યો છે.
સન્ની લિયોન લખે છે - કાયમની જેમ આ વખતે પણ મુંબઈમાં ઘણો બધો સમય પસાર કર્યો. રાગિણી એમએમએસ 2 ફિલ્મનું શુટિંગ શરૂ થઈ રહ્યું છે. હું ખૂબ ઉત્સાહિત છે. આપ સૌના માટે નવા વર્ષે એક શાનદાર ટ્રીટ મારા તરફથી.
આ અગાઉ પણ સન્નીએ ટ્વિટમાં લખ્યુ હતું - રાગિણી એમએમએસ 2ના શુટિંગની તૈયારીઓ ચાલી રહી છે અને હું ખૂબ ઉત્સાહિત છે. મને વિશ્વાસ નથી થતો કે હું એક મોટી કમ્પની સાથે ફરી એક વાર કામ કરી રહી છું.
ખેર હવે રાગિણી એમએમએસ 2 સન્નીની બીજી આશા છે. આ ફિલ્મ સાથે સન્નીએ પોતાની એક્ટિંગનો હુન્નર લોકોને બતાવવાનું છે. એમ પણ આ ફિલ્મને સન્નીના નામે વટાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. જોઇએ શું થાય છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
