For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI સામે સિદ્ધાર્થ પિઠાનીએ કર્યા 10 મોટા ખુલાસા, રિયા છોડીને જતી રહી, 14 જૂને...

રિયા અને પિઠાની વચ્ચે થયેલી બધી વાતો પર સીબીઆઈ નિવેદન લેશે. સીબીઆઈ સામે પિઠાનીએ ઘણા મહત્વના ખુલાસા કર્યા છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈની તપાસના ઘેરામાં સિદ્ધાર્થ પિઠાનીનુ નામ સતત સવાલોના ઘેરામાં છે. સીબીઆઈની પૂછપરછના પહેલા દિવસથી લઈને અત્યાર સુધી સિદ્ધાર્થની ઘણી વાર પૂછપરછ થઈ ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિયા ચક્રવર્તી અને સીબીઆઈની વાતચીત વચ્ચે પણ પિઠાનીને શામેલ કરવામાં આવશે. જ્યાં રિયા અને પિઠાની વચ્ચે થયેલી બધી વાતો પર સીબીઆઈ નિવેદન લેશે પરંતુ જણાવવામાં આવી રહ્યુ છે કે સીબીઆઈ સામે પિઠાનીએ ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. રિયા ચક્રવર્તી જ્યારથી સુશાંતની જિંદગીમાં આવી ત્યારથી તેમની જિંદગી બદલાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પિઠાનીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે રિયાના આવ્યા બાદથી જ સુશાંતનુ કામમાં મન નહોતુ લાગતુ.

પિઠાનીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

પિઠાનીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

તેમણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ પર પણ કામ કરવાનુ લગભગ બંધ કરી દીધુ હતુ. એબીપી ન્યૂઝના રિપોર્ટ અનુસાર પિઠાનીએ એવા ખુલાસા કર્યા છે કે જે ઘણા ચોંકાવનારા છે. અહીં વાંચો વિગતવાર...

સુશાંત પર પિઠાનીનો ખુલાસો

સુશાંત પર પિઠાનીનો ખુલાસો

સિદ્ધાર્થે કહ્યુ કે વર્ષ 2019 બાદ સુશાંતની લાઈફમાં ઘણુ બધુ બદલાવા લાગ્યુ હતુ. ઓગસ્ટ બાદ તે વધુ સમય રિયા ચક્રવર્તી સાથે પસાર કરતા હતા. મારા પિતાનુ કામ બરાબર નહોતુ ચાલી રહ્યુ. હું ફરીથી હૈદરાબાદ જતો રહ્યો. જાન્યુઆરી 2020માં સુશાંતનો કૉલ આવ્યો. તેમણે મને કહ્યુ કે એક્ટિંગ છોડીને હવે ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરવુ છે. ખેતી કરવી છે.

સુશાંતે દવા લેવાનુ બંધ કરી દીધુ

સુશાંતે દવા લેવાનુ બંધ કરી દીધુ

સિદ્ધાર્થે જણાવ્યુ કે રિયાએ સુશાંતને જાન્યુઆરીમાં છોડ્યો. થોડા દિવસ પછી પાછી આવી ગઈ. રિયાએ મને કહ્યુ હતુ કે હું, રિયા અને દિપેશ મળીને સુશાંતનુ ધ્યાન રાખીશુ. જાન્યુઆરીના છેલ્લા વીકમાં સુશાંતે કહ્યુ હતુ કે તેને પોતાની બહેન નીતુના ઘરે જવુ છે. ત્યાં જઈને સુશાંતની તબિયત સારી હતી. તે ફરીથી પાછા મુંબઈ આવી ગયા. ત્યાંથી આવ્યા બાદ સુશાંતને સારુ લાગી રહ્યુ હતુ. બાદમાં તેમણે દવા લેવાનુ બંધ કરી દીધુ.

જૂનમાં તબિયત ખરાબ થઈ...રૂમમાં એકલા રહેવા લાગ્યા

જૂનમાં તબિયત ખરાબ થઈ...રૂમમાં એકલા રહેવા લાગ્યા

પિઠાનીએ આગળ જણાવ્યુ કે મે સુશાંતને દવા બંધ કરવાની ના પાડી હતી. એપ્રિલ મહિનામાં ફરીથી સુશાંતની તબિયત ખરાબ થવા લાગી. તે અમારાથી દૂર રહેવા લાગ્યા. ત્યારે રિયા તેમની સાથે હતી. સુશાંતની તબિયત જૂન મહિનામાં વધુ ખરાબ થઈ ગઈ. તે એકલા રૂમમાં રહેવા લાગ્યા હતા.

સુશાંતે વાત કરવાનુ બંધ કરી દીધુ

સુશાંતે વાત કરવાનુ બંધ કરી દીધુ

સિદ્ધાર્થે આગળ કહ્યુ કે સુશાંતે અમારી સાથે વાત કરવાનુ બંધ કરી દીધુ હતુ. અમે બધાએ રિયા અને સુશાંતે એકલા છોડી દીધા. લૉકડાઉનમાં રિયા અને સુશાંત સાથે જ હતા. 8 જૂને સવારે રિયા 11.30 વાગે પોતાની બેગ પેક કરીને ઘરે જતી રહી.

રિયાએ મને કહ્યુ ધ્યાન રાખજે આનુ

રિયાએ મને કહ્યુ ધ્યાન રાખજે આનુ

રિયાએ મને સુશાંતનુ ધ્યાન રાખવા માટે કહ્યુ. સુશાંતે રિયાને ગળે મળીને બાય કહ્યુ. થોડી વાર પછી મીતુ દીદી પહોંચ્યા. તે સુશાંત સાથે અમારી વાત કરાવવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ સુશાંતને કોઈ રસ નહોતો. મીતુ દીદી સાથે સુશાંત જૂની વાતોને યાદ કરીને રડવા લાગતા હતા.

દિશા સાલિયાનના મોતથી દુઃખી, મીતુ દીદી જતા રહ્યા

દિશા સાલિયાનના મોતથી દુઃખી, મીતુ દીદી જતા રહ્યા

પિઠાનીએ સ્પષ્ટ કહ્યુ કે દિશાના મોત માટે સુશાંત ખૂબ પરેશાન હતા. શ્રુતિ મોદીના પગમાં ઈજા હોવાના કારણે થોડા દિવસો માટે દિશાએ સુશાંતની મેનેજરનુ કામ સંભાળ્યુ હતુ. સુશાંતે એ રાતે મને પોતાની સાથે સૂવા માટે કહ્યુ. 12 જૂને મીતુ દીદીને પોતાની દીકરીની યાદ આવી અને તે પોતાના ઘરે જતા રહ્યા.

સુશાંતે દરવાજો બંધ કરી લીધો

સુશાંતે દરવાજો બંધ કરી લીધો

14 જૂને સવારે 10-10.30 વાગ્યા વચ્ચે હું હૉલમાં મારુ કામ કરી રહ્યો હતો. 10.30 વાગે કેશવે મને કહ્યુ કે સુશાંત સર પોતાના દરવાજો નથી ખોલી રહ્યા. મે દિપેશને બોલાવ્યો અને દરવાજો ખખડાવ્યો. સુશાંતે દરવાજો ન ખોલ્યો. મીતુ દીદીનો મને ફોન આવ્યો અને તેમણે કહ્યુ કે સુશાંત તેમનો ફોન નથી ઉઠાવી રહ્યો. અમે જણાવ્યુ કે તે દરવાજો નથી ખોલી રહ્યા. મે મીતુ દીદીને ઘરે બોલાવી લીધા.

બાદમાં લૉક તોડવામાં આવ્યુ

બાદમાં લૉક તોડવામાં આવ્યુ

મે વૉચમેનને બોલાવીને ચાવીવાળાને બોલાવવા માટે કહ્યુ પરતુ તેણે બરાબર મદદ ન કરી. પછી ગૂગલથી મે રફીક ચાવીવાળાનો નંબર કાઢ્યો. 1.06 મિનિટે તેણે કૉલ કર્યો. રફીકના કહેવા પર લૉકનો ફોટો અને સરનામુ મોકલ્યા. તેણે 2 હજાર માંગ્યા. તે પોતાના સાથી સાથે ઘરે આવ્યો. પછી લૉક તોડવામાં આવ્યુ.

સુશાંતની બહેન નીતુનો કૉલ આવ્યો

સુશાંતની બહેન નીતુનો કૉલ આવ્યો

હું અને દિપેશ, સુશાંતના રૂમમાં ગયા. ચાવીવાળાને રૂમની બહારથી જ મોકલી દીધો. રૂમમાં અંધારુ હતુ. દિપેશે રૂમની લાઈટ ચાલુ કરી. સુશાંત લીલી રંગના કપડામં પંખા પર લટકેલા હતા. મે આ મીતુ દીદીને એ જણાવ્યુ. 108 પર કૉલ કર્યો. સુશાંતની બહેન નીતુનો કૉલ કર્યો. તેમણે અમને સુશાંતને નીચે ઉતારવા માટે કહ્યુ.

પછી અમે સુશાંતને બેડ પર સૂવડાવી દીધો

પછી અમે સુશાંતને બેડ પર સૂવડાવી દીધો

ત્યારબાદ મે નીરજને ચાકૂ લાવવા કહ્યુ. મે ચાકૂથી સુશાંતના ગળા પર લાગેલા કપડાને કાપ્યુ, પછી મે અને દિપેશે બેડ પર ચડીને સુશાંતને નીચે બેડ પર સૂવડાવી દીધો.

કોરોનાકાળમાં જો ઘરમાં કામવાળા આવતા હોય તો આ સાવચેતી રાખોકોરોનાકાળમાં જો ઘરમાં કામવાળા આવતા હોય તો આ સાવચેતી રાખો

English summary
Sushant Singh friend Siddharth pithani cbi interrogation statement viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X