For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્રકાર રાજીવ મસંદની 8 કલાક પૂછપરછ, સુશાંત વિરુદ્ધ પ્રચાર કરવાનો આરોપ

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં હવે મુંબઈ પોલિસે ફિલ્મ પત્રકાર રાજીવ મસંદની પણ પૂછપરછ કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં હવે મુંબઈ પોલિસે ફિલ્મ પત્રકાર રાજીવ મસંદની પણ પૂછપરછ કરી લીધી છે. મંગળવારે 21 જુલાઈએ રાજીવ મસંદની 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે પત્રકાર પર સુશાંત સામે નેગેટીવ પ્રચાર કરવાનો આરોપ છે. 1 મહિનામાં સુશાંત સુસાઈડ કેસમાં અત્યાર સુધી 39 લોકોની પૂછપરછ થઈ ચૂકી છે. રાજીવ મસંદ મંગળવારે સવારે લગભગ 11.50 કલાકે બાંદ્રા પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા અને રાતે 8 વાગ્યા પછી ત્યાંથી બહાર નીકળ્યા. સૂત્રોની માનીએ તો કેસની તપાસમાં લાગેલા ત્રણ પોલિસ અધિકારીઓએ તેમની પૂછપરછ કરી. જો કે તેમના નિવેદનની વિગત હજુ આવવાની બાકી છે.

અભદ્ર બ્લાઈન્ડ આઈટમ્સ લખવાનો આરોપ

અભદ્ર બ્લાઈન્ડ આઈટમ્સ લખવાનો આરોપ

સુશાંત કેસમાં રાજીવ મસંદને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. ત્યાં સુધી કે કંગના રનોતે પણ કહ્યુ કે પોલિસે તેમની પૂછપરછ કરવી જોઈએ. રાજીવ પર સુશાંતની ફિલ્મોને નેટેટીવ રેટિંગ આપવા અને અભદ્ર બ્લાઈન્ડ આઈટમ્સ લખવાનો આરોપ છે. લોકોનુ કહેવુ છે કે રાજીવ ઈન્ડસ્ટ્રીમાં અમુક પોતાના નજીકના સ્ટાર્સના કહેવા પર સુશાંત વિશે ખરુ ખોટુ લખતા હતા.

સુશાંત સિંહને કહ્યો હતો સ્કર્ટ ચેન્જર

સુશાંત સિંહને કહ્યો હતો સ્કર્ટ ચેન્જર

રાજીવ મસંદના લખાયેલા છેલ્લા આર્ટિકલ્સ પણ ફેન્સ હવે ટ્વિટર પર શેર કરી રહ્યા છે જેમાં તેમણે સુશાંત વિશે ઘણી વાંધાજનક વાતો લખી છે. તેમણે સુશાંતને સ્કર્ટ ચેન્જર(છોકરીઓ ફસાવનાર) સુધી કહ્યુ હતુ. ફિલ્મમેકર અને એડિટર અપૂર્વ અસરાની અને અભિનેતા મનોજ બાજપેયી પણ રાજીવ મસંદ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. અપૂર્વ અસરાનીએ પોતાના એક ટ્વિટમાં લખ્યુ હતુ, 'કેઆરકે જેવા સૉફ્ટ ટાર્ગેટ પર એટેક કરવો અને પાવરફૂલ બ્લાઈન્ડ આઈટમ એક્સપર્ટ પર ચૂપ રહેવુ પાખંડ છે. કેઆરકેમાં કમસે કમ એટલી હિંમત તો છે કે તે પોતાનો દ્રષ્ટિકોણ નામ સાથે રાખે છે. સુશાંત સિંહ રાજપૂત સામે રાજીવ મસંદના બ્લાઈન્ડ આઈટલ શાતિર અને કાયર છે.'

મનોજ બાજપેયીએ પણ કરી હતી ટિપ્પણી

મનોજ બાજપેયીએ પણ કરી હતી ટિપ્પણી

મનોજ બાજપેયીએ રાજીવ મસંદ પર નિશાન સાધીને લખ્યુ હતુ, 'ટીપ્પણી સાથે નિર્દોષ પ્રતિભાઓને ઈજા પહોંચાડનાર પત્રકારોને સિલેક્ટીવરીતે બહાર કરવા પાખંડ છે. હું રાજીવ મસંદના બ્લાઈન્જ આઈટમ વાંચીને દુઃખી છુ.' ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલિસે અત્યાર સુધી 39 લોકની પૂછપરથ કરી છે જેમાં સુશાંતના પરિવાર સહિત તેમના દોસ્ત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અમુક મહત્વના નામ પણ છે. પ્રોફેશનલ અને ખાનગી સ્તરે પોલિસે આ કેસ વિશે ઘણી મહત્વની માહિતી મેળવી છે. માનવામાં આવી રહ્યુ છે કે આવનારા 10-15 દિવસમાં પોલિસ આ કેસમાં પોતાનો ફાઈનલ રિપોર્ટ રજૂ કરશે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે જી20 દેશોના મંત્રીઓની બેઠકને કરશે સંબોધિતકેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે જી20 દેશોના મંત્રીઓની બેઠકને કરશે સંબોધિત

English summary
Sushant Singh Rajput case: Journalist Rajeev Masand introgated for 8 hours. He is blamed for writing negative news on Sushant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X