For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત કેસઃ નિર્ભયાના વકીલ સીમાએ કહ્યુ - સુસાઈડ નહિ ડેડ બૉડી જોઈને પ્લાન્ડ મર્ડર લાગી રહ્યુ છે

નિર્ભયાના વકીલ સીમા સમૃદ્ધિ પણ સતત સુશાંત કેસની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. હવે તેમણે વધુ એક ચોંકાવનારુ ટ્વિટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનાથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે. આ કેસની તપાસ મુંબઈ પોલિસ કરી રહી છે પરંતુ પોલિસ હજુ સુધી સુશાંતના મોત પાછળનુ કારણ શોધી શકી નથી. વળી, સોશિયલ મીડિયા પર સુશાંતના ફેન્સ અને ઘણા સેલિબ્રિટી એ માંગ કરી રહ્યા છે કે આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઈએ. આ કેસમાં નિર્ભયાના વકીલ સીમા સમૃદ્ધિ પણ સતત સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. હવે તેમણે વધુ એક ટ્વિટ કરીને કહ્યુ છે કે આ સુસાઈડ કેસ નથી પરંતુ ડેડ બૉડી જોઈને લાગી રહ્યુ છે કે પ્લાન્ડ મર્ડર છે.

'એક પ્રાયોજિત મર્ડર લાગી રહ્યુ હતુ'

'એક પ્રાયોજિત મર્ડર લાગી રહ્યુ હતુ'

તેમણે મુંબઈ પોલિસને ટેગ કરીને ટ્વિટ કર્યુ, '14 જૂને જ શંકા ગઈ હતી કે આ સુસાઈડ નથી. સુશાંત સિંહ રાજપૂતની ડેડ બૉડી જોઈને પ્રથમદ્રષ્ટિએ આ એક પ્રાયોજિત મર્ડર લાગી રહ્યુ હતુ. ગળાના નિશાન જે ક્યાંયથી પણ ફાંસીના નિશાન નહોતા લાગી રહ્યા. સુસાઈડ નહોતુ તેમછતાં તપાસ વિના મુંબઈ પોલિસે તેને સુસાઈડ કેમ ગણાવી?'

સુશાંત સિંહના મૃત્યુનુ સત્ય જાણવાનો દરેક ભારતીયને અધિકાર

આ પહેલા પણ તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ, 'માનનીય પ્રધાનમંત્રીજી, સુશાંત સિંહના મૃત્યુનુ સત્ય જાણવાનો અમને દરેક ભારતીયને અધિકાર છે. પરંતુ એક મહિનાથી વધુ સમય થઈ ગયા બાદ પણ મુંબઈ પોલિસ સત્ય સામે લાવવામાં નિષ્ફળ રહી છે. તમને અનુરોધ છે કે અમારા બધાના ફેવરિટ હીરોનો કેસ તમે સીબીઆઈને આપો.' આ ટ્વિટમાં સીમા સમૃદ્ધિએ પીએમઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યા હતા.

લોકો સતત કરી રહ્યા છે સીબીઆઈ તપાસની માંગ

લોકો સતત કરી રહ્યા છે સીબીઆઈ તપાસની માંગ

સુશાંતના ફેન્સ એક મહિનાથી ટ્વિટર પર સીબીઆઈ તપાસ માટે વિવિધ (#SushantTruthNow #WhyDelayInCBIForSSR, #PMModiCBIForSSR, #CBIMustForSushant, #CBIForSonOfBihar)હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. ટેલીવિઝન અને બૉલિવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકો આ કેસમાં સીબીઆઈ તપાસને જરૂરી ગણાવી રહ્યા છે. વળી, એવા પણ સમાચાર આવ્યા છે કે મુંબઈ પોલિસ આ કેસની તપાસના અંતિમ તબક્કામાં છે અને થોડા દિવસોમાં પોતાનો અંતિમ રિપોર્ટ સોંપી દેશે. આ સાથે જ એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે પોલિસને આ કેસમાં કંઈ પણ એવુ નથી મળ્યુ જેને 'સનસનીખેજ' કહી શકાય.

'કાળા પાણી'ની સજા કેમ હતી ખતરનાક, જાણો આ જેલના સળિયા પાછળની કહાની'કાળા પાણી'ની સજા કેમ હતી ખતરનાક, જાણો આ જેલના સળિયા પાછળની કહાની

English summary
Sushant singh rajput case Nirbhaya lawyer seema samridhi said it seems murder.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X