આઇફા ઍવૉર્ડ્સ અંગે આતુર છે સુશાંત સિંહ રાજપૂત
મુંબઈ, 3 જુલાઈ : બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ઇંટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેમેડી (આઇફા)માં રજુઆતના જુદા પ્રકારના અનુભવનો ઇંતેજાર કરી રહ્યાં છે. આ વખતે તેઓ મંચ ઉપર છેલ્લી પંક્તિના નર્તકોનાના સ્થાને આગળ નજરે પડશે.

સુશાંતે આઇફા ઍવૉર્ડ્સ 2013ની જાહેરાત અંગેની ઈવેંટ દરમિયાન જણાવ્યું - હું આ વર્ષે આઇફોનો ભાગ બની ખૂબ જ ખુશ ચું અને હું આઇફામાં પ્રથમ વાર પ્રસ્તુતિ આપીશ. હકીકતમાં આ પ્રથમ વાર નથી. હું વર્ષો સુધી આઇફામાં નર્તક તરીકે છેલ્લી પંક્તિમાં નજરે પડતો રહ્યો છું.
આઇફા ઍવૉર્ડ્સ માટે મકાઉ જનાર સુશાંતે જણાવ્યું - આ થોડોક જુદો જ અનુભવ હશે. તેથી હું તેનો ઇંતેજાર કરી રહ્યો છું. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે કાઇ પો છે ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી હતી. આઇફા ઍવૉર્ડ્સ સમારંભની શરુઆત ગુરુવારે મકાઉ ખાતે એક આલિશાન હોટેલમાં થશે. તેનું આયોજન વિજક્રાફ્ટ ઇંટરનેશનલ એંટરટેનમેંટ કરી રહ્યું છે.












Click it and Unblock the Notifications
