For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ સુસાઈડ કેસમાં મોટો ખુલાસો, કૂર્તા પહેલા બાથ રૉબ બેલ્ટનો ઉપયોગ

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. વાંચો વિગત..

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલિસ તપાસમાં માલુમ પડ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતના રૂમમાંથી એક બાથ રૉબ બેલ્ટ મળ્યો છે કે જે બે ટૂકડામાં તૂટેલો મળી આવ્યો છે. ત્યારબાદ એ અંદેશો લગાવવામાં આવી રહ્યો છે કે સુશાંતે આત્મહત્યા કરવા માટે લીલી કપડા(કૂર્તા)નો ઉપયોગ પહેલા આ બાથરૉબ બેલ્ટનો ઉપયોગ કર્યો હશે. હવે પોલિસના નિશાના પર કથિત રીતે તે લીલો કૂર્તો છે. આ શંકા થવા લાગી છે કે જે લીલી કૂર્તાનો ઉપયોગ સુસાઈડ માટે કરવામાં આવ્યો હતો શું તે એટલો મજબૂત હતો કે અભિનેતાનો ભાર ઉઠાવી શકે. હવે આ કપડાને કાલિના ફૉરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈ સ્થિત ભાડાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી. જે સમયે આ ઘટના બની તે દરમિયાન ચાર લોકો ફ્લેટમાં હાજર હતા.

સુશાંતના રૂમમાંથી પોલિસને મળ્યો બાથરૉબ બેલ્ટ

સુશાંતના રૂમમાંથી પોલિસને મળ્યો બાથરૉબ બેલ્ટ

મીડિયા રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહ રાજપૂતે ગળે ફાંસો ખાધા પહેલા બાથરૉબ બેલ્ટનો સહારો લીધો હતો પરંતુ તે તેનુ વજન સહન કરી શક્યા નહિ અને તે તૂટી ગઈ. સૂત્રો મુજબ સુશાંત સિંહ રાજપૂતે જે રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી ત્યાં જમીન પર બાથરૉબના ટૂકડા મળ્યા હતા. ત્યારબાદ તેમણે આત્મહત્યા માટે લીલા કૂર્તાનો ઉપયોગ કર્યો હતો.

પોલિસને છે શંકા

પોલિસને છે શંકા

પોલિસ તપાસમાં એ જાણવા ઈચ્છે છે કે શું કૂર્તો સુશાંતનો ભાર સંભાળી શકતો હતો કે નહિ, એટલા માટે કાલિના ફૉરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. સૂત્રો મુજબ પોલિસને ત્યારે શક થયો જ્યારે બાથરૉબ બેલ્ટ બે ટૂકડામાં લાદી પર પડેલુ મળ્યુ જ્યારે સુશાંતની ડેડબૉડી બેડ પર હતી. સૂત્રો મુજબ જ્યારે પોલિસ સુશાંતના ઘરે પહોંચી ત્યારે તેની બહેન અને રૂમમાં હાજર લોકોએ તેના લીલા કૂર્તાને કાપીને સુશાંતની બૉડીને નીચે ઉતારી લીધી. તેમણે કૂર્તાથી લટકતી લાશના ફંદાથી કાપ્યુ હતુ. સૂત્રો અનુસાર કાલિના ફોરેન્સિક લેબ કૂર્તાની તન્યતાને માપવા માટે ઉપકરણોનો ઉપયોગ કરશે, જેનાથી એ માલુમ પડી શકે કે શું તે કૂર્તો સુશાંતનુ વજન ઉઠાવી શકે હતા? પોલિસે એ પણ જણાવ્યુ કે સુશાંતની અલમારી ખુલ્લી થઈ હતી જ્યારે પુરાવા માટે ઘરની તપાસ કરવામાં આવી રહી છે. પ્રેસ કરેલા કપડા વિખરાયેલા પડ્યા હતા. પોલિસનુ માનવુ છે કે પહેલી વાર સુશાંત બાથરૉબથી ફાંસી લગાવવામાં નિષ્ફળ રહ્યા તો તેમણે અલમારીમાંથી ફાંસી માટે બીજા કપડા કાઢ્યા હશે. ત્યારબાદ તેમણે લીલા કૂર્તાથી ફાંસી લગાવી.

ટ્વિટર પાસે માંગ્યો 6 મહિનાનો રિપોર્ટ, 25 લોકોની પૂછપરછ

ટ્વિટર પાસે માંગ્યો 6 મહિનાનો રિપોર્ટ, 25 લોકોની પૂછપરછ

પોલિસ સુશાંત કેસમાં દરેક એંગલની તપાસ કરી રહી છે. વચમાં સવાલ ઉઠ્યા કે સુશાંતના કેસમાં તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે છેડછાડ થઈ છે તો પોલિસે ટ્વિટરને પત્ર લખીને સુશાંતના ટ્વિટર અકાઉન્ટનો 6 મહિનાનો રિપોર્ટ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં અત્યાર સુધીમાં 25 લોકોની પૂછપરછ થઈ ચૂકી છે જેમાં મેનેજર, દોસ્ત, સેલેબ્ઝ અને પરિવારવાળા શામેલ છે.

અંદમાન અને નિકોબારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4.1ની તીવ્રતાથી હલી ધરતીઅંદમાન અને નિકોબારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4.1ની તીવ્રતાથી હલી ધરતી

English summary
Sushant singh suicide case: police found bathrobe belt in two pieces in his room
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X