For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુષ્મા સ્વરાજના નિધનથી શોકમાં બોલિવુડ, અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યુ દુઃખ, લખી આ વાતો

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ શોક વ્યક્ત કરીને સુષ્મા સ્વરાજને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે મોડી રાતે હ્રદયરોગનો હુમલો આવવાના કારણે નિધન થઈ ગયુ. ગભરામણની ફરિયાદ બાદ મોડી રાતે 9.26 કલાકે સુષ્માને એમ્સ લાવવામાં આવ્યા. ડૉક્ટરોની એક ટીમે તેમને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ બચાવી શકાયા નહિ. તેમની ઉંમર 67 વર્ષની હતી. સુષ્મા સ્વરાજના નિધનના સમાચારથી સમગ્ર દેશ શોકમાં છે. બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ શોક વ્યક્ત કરીને સુષ્મા સ્વરાજને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

શું કર્યુ અમિતાભ બચ્ચને ટ્વીટ

શું કર્યુ અમિતાભ બચ્ચને ટ્વીટ

અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યુ છે. તે લખે છે કે એક અત્યંત દુઃખદ સમાચાર! એક બહુ જ પ્રબળ રાજનીતિજ્ઞ, એક મિલનસાર વ્યક્તિત્વ, એક અદભૂત પ્રવકતા. આત્માની શાંતિ માટે પ્રાર્થના. અમિતાભ બચ્ચને ટ્વિટર હેન્ડલ પર સુષ્મા સ્વરાજ સાથે પોતાનો એક જૂનો ફોટો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને સુષ્મા સ્વરાજના આ ફોટાને એક ફેને પોતાના ટ્વિટર પર શેર કર્યો છે, જેને અમિતાભ બચ્ચને રીટ્વિટ કરીને સુષ્મા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. તમને જણાવી દઈએ કે અમિતાભ ઉપરાંત બોલિવુડની તમામ હસ્તીઓ દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધન પર દુઃખી છે. બધા લોકો તેમનો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

હેમા માલિનીએ પણ વ્યક્ત કર્યુ દુઃખ

હેમા માલિનીએ દુઃખ વ્યક્ત કરીને પોતાની સાથે સુષ્મા સ્વરાજનો ફોટો શેર કર્યો અને લખ્યુ, ‘સુષ્મા સ્વરાજજી હવે નથી રહ્યા. આપણા દેશ માટે એક મોટી ક્ષતિ છે. વ્યક્તિગત રીતે તે સંસદમાં હંમેશા મારા સારા દોસ્ત, દાર્શનિક અને માર્ગદર્શક રહ્યા. મૃદુભાષી પરંતુ દ્રઢ, હંમેશા લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ, તે ઘણી રીતે યુનિક હતા અને હંમેશા જનતા માટે સમર્પિત રહેતા હતા.'

આ પણ વાંચોઃ નિધન બાદ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા છે સુષ્મા સ્વરાજઆ પણ વાંચોઃ નિધન બાદ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા છે સુષ્મા સ્વરાજ

લાંબા સમયથી બિમાર હતા સુષ્મા, થઈ ચૂક્યુ હતુ કિડની ટ્રાન્સપ્લાન્ટ

લાંબા સમયથી બિમાર હતા સુષ્મા, થઈ ચૂક્યુ હતુ કિડની ટ્રાન્સપ્લાન્ટ

તમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ લાંબા સમયથી બિમાર હતા અને તેમનુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયુ હતુ. બિમારીના કારણે જ તેમણે 2019 લોકસભા ચૂંટણી લડી નહોતી. 2014માં સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રાલયનો પ્રભાર મળ્યો હતો. ભાજપના શાસન દરમિયાન સુષ્મા દિલ્લીના મુખ્યમંત્રી પણ રહ્યા હતા. સુષ્મા સ્વરાજના નામે જ રાષ્ટ્રીય સ્તરની રાજકીય પાર્ટીના પહેલી મહિલા પ્રવકતા હોવાનું ગૌરવ મળ્યુ હતુ. આ ઉપરાંત સુષ્મા સ્વરાજ પહેલા મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી વિપક્ષના પહેલા મહિલા નેતા હતી. ઈન્દિરા ગાંધી બાદ સુષ્મા બીજી એવી મહિલા હતા જેમણે વિદેશ મંત્રીનુ પદ સંભાળ્યુ હતુ. છેલ્લા ચાર દશકોમાં તે 11 ચૂંટણી લડ્યા જેમાં ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી લડી અને જીતી. સુષ્મા સાત વાર સાંસદ રહી ચૂક્યા હતા.

English summary
Sushma Swaraj passes away: Amitabh Bachchan mourn national loss.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X