Pics : લગ્નમાં વિશ્વાસ, પણ વય બંધાણમાં નહીં : સુષ્મિતા

મુંબઈ, 23 મે : બૉલીવુડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સુષ્મિતા સેનનું કહેવું છે કે તેઓ સામાજિક પરમ્પરામાં વિશ્વાસ નથી ધરાવતાં. તેઓ જ્યારે લગ્ન કરવા ઇચ્છશે, ત્યારે જ કરશે. સુષ્મિતા સેને જણાવ્યું કે સમાજે આવા કેટલાક નિયમો બનાવ્યાં છે દરેક માણસ માટે કે તેણે 18 વર્ષની વય સુધી લગ્ન કરી 27 વર્ષની વયે બાળક પેદા કરી લેવા જોઇએ, પણ હકીકતમાં જ્યારે પણ આપને પોતાના માટે પરફેક્ટ માણસ મળે, ત્યારે જ આપે લગ્ન કરવા જોઇએ. એવું નથી કે કોઈની સાથે પણ આપે લગ્ન કરી બસ બાળકો પેદા કરવા છે. જોકે સુષ્મિતાએ જણાવ્યું કે તેઓ ક્યારેય લગ્ન નહીં કરે, પરંતુ યોગ્ય પાત્ર મળતા લગ્ન કરશે.

સુષ્મિતા સેને આ વાત તાજેતરમાં જ પોતાના મિસ ઇન્ડિયાનો ખિતાબ મેળવવાના 20 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી દરમિયાન કહી. સુષ્મિતા સેને આ ઉજવણી કૅંસર પીડિત બાળકો વચ્ચે કરી. આ દરમિયાન સુષ્મિતા સેન સમક્ષ તેમના લગ્ન અંગેનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે તેમના સમકાલીન અભિનેત્રીઓ વિદ્યા બાલન અને રાણી મુખર્જીએ સહિત સૌએ લગ્ન કરી લીધાં છે અને સૅટલ થી ચુક્યાં છે. તેથી સુષ્મિતાએ પણ લગ્ન કરી લેવા જોઇએ.

ચાલો તસવીરો સાથે જોઇએ સુષ્મિતા સેન શું કહે છે લગ્ન અંગે :

સામાજિક વ્યવસ્થા મુજબ ચાલવું જરૂરી નથી

સામાજિક વ્યવસ્થા મુજબ ચાલવું જરૂરી નથી

સુષ્મિતા સેને લગ્ન અંગેના સવાલના જવાબમાં જણાવ્યું - મને નથી લાગતું કે મારે સામાજિક વ્યવસ્થા સાથે ચાલવું જોઇએ.

લગ્નની વય સમાજે બાંધી

લગ્નની વય સમાજે બાંધી

સુષ્મિતાએ જણાવ્યું - આ વ્યવસ્થા આપણા સમાજે બનાવી છે કે 18 વર્ષની વયે ગ્રેજ્યુએટ થઈ જાવ, 22ની વયે લગ્ન કરી લો અને 27 વર્ષે પહેલું બાળક પેદા કરી નાંખો.

મારૂં ડીએનએ જુદું

મારૂં ડીએનએ જુદું

સુષ્મિતાએ જણાવ્યું - હું આવી વ્યવસ્થામાં વિશ્વાસ નથી ધરાવતી. દરેક વ્યક્તિનું ડીએનએ જુદુ છે.

બહુ સુંદર હશે લગ્ન

બહુ સુંદર હશે લગ્ન

સુષ્મિતા સેન કહે છે - હું ચોક્કસ લગ્ન કરીશ અને માશા અલ્લાહ બહુ સુંદર હશે મારા લગ્ન.

યોગ્ય પાત્રનો ઇંતેજાર

યોગ્ય પાત્રનો ઇંતેજાર

આમ સુષ્મિતાનું કહેવું છે કે તેઓ લગ્નની વ્યવસ્થામાં તો વિશ્વાસ ધરાવે છે, પણ તે માટે કોઈ ચોક્કસ ઉંમરની વાતે બંધાવા તૈયાર નથી. યોગ્ય પાત્ર મળશે, ત્યારે લગ્ન કરી લેશે.

મિસ યુનિવર્સના ખિતાબને 20 વર્ષ

મિસ યુનિવર્સના ખિતાબને 20 વર્ષ

સુષ્મિતા સેને આ વાત તાજેતરમાં જ પોતાના મિસ યુનિવર્સનો ખિતાબ મેળવવાના 20 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી દરમિયાન કહી.

કૅંસરગ્રસ્ત બાળકો સાથે ઉજવણી

કૅંસરગ્રસ્ત બાળકો સાથે ઉજવણી

સુષ્મિતા સેને આ ઉજવણી કૅંસર પીડિત બાળકો વચ્ચે કરી.

દસ્તક પ્રથમ ફિલ્મ

દસ્તક પ્રથમ ફિલ્મ

વર્ષ 1996માં મહેશ ભટ્ટની ફિલ્મ દસ્તક સાથે અભિનેત્રી તરીકે શરુઆત કરના સુષ્મિતાએ જોર, સિર્ફ તુમ, બીવી નંબર વન, ક્યોંકિ મૈં ઝૂઠ નહીં બોલતા, હિન્દુસ્તાન કી કસમ, આંખેં, મૈં હૂં ના તથા મૈંને પ્યાર ક્યોં કિયા જેવી નોંધનીય ફિલ્મોમાં કામ કર્યું છે.

બે દીકરીઓ દત્તક

બે દીકરીઓ દત્તક

સુષ્મિતાએ બે દીકરીઓ દત્તક લીધી છે. તેમની નાની દીકરીનું નામ અલીશા છે કે જે હવે ત્રણ વર્ષની થઈ ચુકી છે. સુષ્મિતા સેન છેલ્લે 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં દેખાયા હતાં.

શ્રીદેવી બનવાની ચાહત

શ્રીદેવી બનવાની ચાહત

સુષ્મિતાએ જણાવ્યું છે કે તેઓ શ્રીદેવીની કમબૅક ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ જેવી જ સ્ત્રી પ્રધાન ફિલ્મ દ્વારા કમબૅક કરવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X