રીયલ લાઇફમાં ભલે ન બની, પણ મૅગેઝીન માટે તો ‘દુલ્હન’ બની સુષ્મિતા!

મુંબઈ, 16 ઑક્ટોબર : હાર્પર બઝારના મૅગેઝીન કવર માટે બૉલીવુડના મોસ્ટ બૅચલર અભિનેત્રી સુષ્મિતા સેને દુલ્હનનો અવતાર ધર્યો છે. સુષ્મિતા જાણીતા અભિનેત્રી છે અને તેમના ઘણા ફૅન્સ છે. સુષ્મિતા સેન એમ તો પોતાના લગ્ન અંગે ઘણી વખત ચર્ચામાં રહે છે. જોકે તેમણે રીયલ લાઇફમાં તો દુલ્હનનો શણગાર હજી સુધી સજ્યો નથી, પરંતુ હાર્પર બઝાર મૅગેઝીન માટે તેઓ જરૂર દુલ્હન બન્યાં છે.

સુષ્મિતા સેન હાર્પર બઝારના મૅગેઝીન કવર પર મોહક અંદાજમાં દેખાઈ રહ્યાં છે. તેમણે નિખિલ થમ્પી દ્વારા ડિઝાઇન કરેલ સાડી પહેરી છે. સુષ્મિતા સેને મૅગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સુષ્મિતા સેન સાથે નિખિલ પણ દેખાય છે.

સુષ્મિતા સેન છેલ્લા ઘણા વખતથી ફિલ્મોથી દૂર છે. સુષ્મિતા સેન છેલ્લે 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં દેખાયા હતાં. દસ્તક ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સુષ્મિતા સેન હવે કમબૅકની તૈયારી કરી રહ્યા છે.

sushmita-sen-nikhil-thampi-3
બૉલીવુડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સુષ્મિતા સેનનું કહેવું છે કે તેઓ સામાજિક પરમ્પરામાં વિશ્વાસ નથી ધરાવતાં. તેઓ જ્યારે લગ્ન કરવા ઇચ્છશે, ત્યારે જ કરશે. સુષ્મિતા સેને જણાવ્યું કે સમાજે આવા કેટલાક નિયમો બનાવ્યાં છે દરેક માણસ માટે કે તેણે 18 વર્ષની વય સુધી લગ્ન કરી 27 વર્ષની વયે બાળક પેદા કરી લેવા જોઇએ, પણ હકીકતમાં જ્યારે પણ આપને પોતાના માટે પરફેક્ટ માણસ મળે, ત્યારે જ આપે લગ્ન કરવા જોઇએ. એવું નથી કે કોઈની સાથે પણ આપે લગ્ન કરી બસ બાળકો પેદા કરવા છે. જોકે સુષ્મિતાએ જણાવ્યું કે તેઓ ક્યારેય લગ્ન નહીં કરે, પરંતુ યોગ્ય પાત્ર મળતા લગ્ન કરશે.

sushmita-sen-4
સુષ્મિતા સેને આ વાત તાજેતરમાં જ પોતાના મિસ ઇન્ડિયાનો ખિતાબ મેળવવાના 20 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી દરમિયાન કહી હતી. સુષ્મિતા સેને આ ઉજવણી કૅંસર પીડિત બાળકો વચ્ચે કરી. આ દરમિયાન સુષ્મિતા સેન સમક્ષ તેમના લગ્ન અંગેનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે તેમના સમકાલીન અભિનેત્રીઓ વિદ્યા બાલન અને રાણી મુખર્જીએ સહિત સૌએ લગ્ન કરી લીધાં છે અને સૅટલ થી ચુક્યાં છે. તેથી સુષ્મિતાએ પણ લગ્ન કરી લેવા જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X