For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાપસી પન્નૂએ શેર કર્યો 'પ્રવાસી' કવિતાનો ભાવુક વીડિયો, 'ક્યા ઈસ દેશ કે વાસી હે?'

પ્રવાસી મજૂરોની દુઃખદ ઘટનાઓ પર બૉલિવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ એક કવિતા શેર કરી છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19) સંક્રમણથી બચાવ માટે જ્યારે લૉકડાઉન લગાવવામાં આવ્યુ તો આર્થિક ગતિવિધિઓ પણ અટકી ગઈ. મુખ્ય શહેરોમાં રહેતા પ્રવાસી મજૂરોએ પોતપોતાના ગૃહ રાજ્યમાં જવાનુ શરૂ કરી દીધુ. કોઈ પરિવહન સુવિધા ન મળવાના કારણે મોટાભાગના પ્રવાસી પગપાળા જ નીકળી પડ્યા. આમાંથી અમુકના રસ્તામાં વધુ થાક કે પછી અકસ્માતના કારણે મોત પણ થઈ ગયા. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા જેને કારણે દરેક જણ મજૂરોની આ દશા જોઈને દુઃખી થયા. હવે આ જ ઘટનાઓ પર બૉલિવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ એક કવિતા શેર કરી છે.

કવિતામાં મજૂરોનુ દર્દ વર્ણવ્યુ તાપસી પન્નૂએ

કવિતામાં મજૂરોનુ દર્દ વર્ણવ્યુ તાપસી પન્નૂએ

પ્રવાસી મજૂરોના અમુક સામે આવેલા વીડિયોના વિઝ્યુઅલ્સ સાથે આ કવિતાનો વીડિયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આ ભાવુક કવિતામાં તાપસીએ પ્રવાસી મજૂરોનુ દર્દ જણાવ્યુ છે. કવિતાનુ શીર્ષક છે, 'પ્રવાસી'. બુધવારે સોશિયલ મીડિયા પર શેર કરેલ આ વીડિયોથી દરેક જણ ભાવુક થઈ રહ્યા છે. વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. કેપ્શનમાં તાપસીએ લખ્યુ છે, 'અમારા દિલથી, તમારા દિલ સુધી, એ હજારો દિલો માટે જે કદાચ આપણે બધાએ તોડ્યા છે.'

'હમ તો બસ પ્રવાસી હે'

'હમ તો બસ પ્રવાસી હે'

કવિતાના બોલ કંઈક આ પ્રકારે છે.
'હમ તો બસ પ્રવાસી હે, ક્યા ઈસ દેશ કે વાસી હે?
અગર હમ નહી હે ઈન્સાન તો માર દો હમે, દે દો ફરમાન,
ખાને કો તો કુછ ના મિલ પાયા, ભૂખ લગી તો ડંડા ખાયા,
ફાંસલે તય કિયે હજારો મીલ કે, કુછ સાઈકિલ પર કુછ નંગે પૈર,
મરે કઈ ભૂખ સે ઓર કઈ ધૂપ સે, પર હિંમત ના ટૂટી બડો કે જૂઠ સે,
બસ સે ભેજકર, રેલ સે ભેજકર જાન ખો બેઠે, રાસ્તે ભૂલકર,
યહાં પ્રતિભાઓ કી બડી હે હસ્તી, પર ઈન્સાનો જાન હે સસ્તી.'

'ચાહિએ ના ભીખ ના દાન'

કવિતામાં આગળ કહ્યુ છે,
'બડે સપને, અચ્છે દિન બતિયાએ પર ભૂખ કિસી કી મિટા ના પાયે,
ચાહિયે ના ભીખ ના દાન બસ ના છીનો આત્મસમ્માન.
હમ તો બસ પ્રવાસી હે, ક્યા ઈસ દેશ કે વાસી હે?'
તમને જણાવી દઈએ કે લૉકડાઉન બાદ નોકરી જવા અને પૈસાની તંગીના કારણે હજારો પ્રવાસી શહેરો છોડીને પોતા પોતાના ગામ નીકળી પડ્યા હતા. તાપસીએ પોતાની આ કવિતા દ્વારા તેમના સંઘર્ષ અને તેમનુ દર્દ જણાવવાની કોશિશ કરી છે. આ વીડિયોમાં તેણે બાળકનો ફોટો પણ શેર કર્યો છે. જે સૂટકેસ પર સૂઈ ગયો હતો. આ સૂટકેસને તેની મા ખેંચી રહી હતી.

જમીન પર બેસીને ભોજન કરો તો રાખો આ વાતોનુ ખાસ ધ્યાન

English summary
Taapsee pannu shared emotional pravaasi poem video with migrants visuals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X