અજય દેવગણ ઉપર ફિદા થઈ ગયાં તમન્ના ભાટિયા

મુંબઈ, 23 માર્ચ : હિમ્મતવાલા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં કૅરિયર શરૂ કરવા જઈ રહેલાં દક્ષિણના અભિનેત્રી તમન્ના ભાટિયા અજય દેવગણ ઉપર ફિદા થઈ ગયાં છે. તેમણે જણાવ્યું કે અજય સાથે કામ કર્યાં બાદ તેમના મનમાં અજય પ્રત્યે સન્માન વધી ગયું છે.

tamanna

તમન્ના ભાટિયા હાલ 1983માં આવેલ હિમ્મતવાલા ફિલ્મની રીમેકમાં કામ કરી રહ્યાં છે. ફિલ્મના નિર્માતા સાજિદ ખાન અને કો-સ્ટાર અજય દેવગણ છે. તમન્નાએજણાવ્યું - હું અજયની મોટી ફૅન રહી છું, પરંતુ તેમની સાથે કામ કર્યાં બાદ હું તેમનું વધુ સન્માન કરવા લાગી છું. અજય બહેતરીન કલાકાર ઉપરાંત એક ખૂબ જ પ્રામાણિક માણસ છે. મેં તેમની પાસે ઘણું શીખ્યું છે.

તમન્ના ભાટિયાએ જણાવ્યું - અજય દેવગણે હમ દિલ દે ચુકે સનમ, ઓમકારા તથા ગોલમાલ જેવી ફિલ્મોમાં ખૂબ સારૂં કામ કર્યું. હિમ્મતવાલામાં તેમની સાથે કામ કર્યા બાદ તો હું તેમની મોટી પ્રશંસક બની ગઈ છું.

નોંધનીય છે કે શ્રીદેવી અને જિતેન્દ્રની 1983માં આવેલી હિમ્મતવાલાની રીમેક હિમ્મતવાલા ફિલ્મ આગામી 29મી માર્ચના રોજ રિલીઝ થવાની છે. તેમાં પરેશ રાવલ પણ છે. ઉપરાંત સોનાક્ષી સિન્હાનું આયટમ સૉંગ પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X