તમન્ના ભાટિયાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો છે સુપરહોટ અને ગ્લેમરસ

Written By:
Subscribe to Oneindia News

તમન્ના ભાટિયા બોલિવૂડમાં કંઇ ખાસ કમાલ નથી કરી શકી, પરંતુ બાહુબલી ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. સુંદરતાના મામલે તે ભલભલી બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપી શકે એમ છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમન્ના ભાટિયા સુપરસ્ટાર છે, પરંતુ બહુ ઓછાને ખબર હશે કે તમન્ના ભાટિયા મૂળ મુંબઇની છે અને તેણે પોતાના કરિયરની શરૂઆત હિંદી ફિલ્મ 'ચાંદ સા રોશન ચહેરા'થી કરી હતી.

બોલિવૂડ હોય કે સાઉથ તમન્નાની સુંદરતના ફેન્સ દરેક જગ્યાએ છે. નવું વર્ષ શરૂ થતાં જ સૌથી પહેલું ફોટોશૂટ તમન્ના ભાટિયાનું સામે આવ્યું હતું, જેમાં તે ગજબની સુંદર લાગી રહી છે. તમે પણ જુઓ તમન્નાની લેટેસ્ટ તસવીરો..

સ્ટાયલ સ્ટેટમેન્ટ

સ્ટાયલ સ્ટેટમેન્ટ

તમન્ના ભાટિયા સુંદર તો છે જ, તેની સ્ટાયલ સ્ટેટમેન્ટ અને ડ્રેસિંગ પણ કમાલ છે. તે કોઇ પણ લૂક ખૂબ સહજતાથી કેરી કરી શકે છે.

રેડ હોટ

રેડ હોટ

આ ફોટોશૂટમાં તમન્ના ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહી છે. ટ્રેડિશનલ વેરમાં પણ તે પોતાની સુંદરતા અને કામણગારી કાયાનો જાદુ પાથરવામાં સફળ રહી છે.

દરેક લૂકમાં બેસ્ટ

દરેક લૂકમાં બેસ્ટ

તમન્ના દરેક લૂકમાં પરફેક્ટ લાગે છે. વસ્ટર્ન, ટ્રેડિશનલ, ઇન્ડો વેસ્ટર્ન, દરેક લૂકમાં તે અત્યંત સુંદર લાગે છે. આ તસવીરમાં ઇન્ડો-વેસ્ટર્ન લૂકમાં તેની સુંદરતા નીખરી આવે છે.

અલગ છે અંદાજ

અલગ છે અંદાજ

લૂક કોઇ પણ હોય, તમન્ના પોતાનો ઇન્ડિવિડ્યૂઅલ અંદાજ જાળવી રાખે છે.

વેસ્ટર્ન લૂક

વેસ્ટર્ન લૂક

આ રોયલ વેસ્ટર્ન લૂકમાં પણ તમન્ના અત્યંત સુંદર અને હોટ લાગી રહી છે. અત્યારના દરેક ટ્રેન્ડી લૂકને આ એક્ટ્રેસ ખૂબ જ સુંદર રીતે કેરી કરી શકે છે, એ વાતમાં કોઇ શંકા નથી.

બાહુબલી 2

બાહુબલી 2

તમન્નાના ફેન્સ હવે આતુરતાથી ફિલ્મ 'બાહુબલી 2' ની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ આતા વર્ષે એપ્રિલમાં રિલિઝ થઇ રહી છે.

સ્માર્ટ લૂક

સ્માર્ટ લૂક

તમન્નાને હોટ કે ગ્લેમરસ દેખાવા માટે પોતાનું બોડી ફ્લોન્ટ કરવાની જરૂર નથી. આ સ્માર્ટ બ્લેઝર અને ટ્રાઉઝરમાં પણ તે ખૂબ સ્માર્ટ અને સુંદર લાગી રહી છે.

જેટલા વખાણ કરો એટલા ઓછા

જેટલા વખાણ કરો એટલા ઓછા

તમન્નાની સુંદરતાના જેટલા વખાણ કરો એટલા ઓછા છે. આ તસવીરો જોઇને તમને પણ એ વાતનો વિશ્વાસ થઇ જ ગયો હશે.

English summary
Tamannaah Bhatia is looking extremely beautiful in her latest photo shoot, see her pics.
Please Wait while comments are loading...